[:gj]બોટાદ ભાજપમાં આંતરિક જૂથવાદ, કોઈ બેઠક બોલાવાતી નથી [:]

[:gj]

બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો દ્વારા સત્તા પક્ષ ભાજપ સામે રામધૂન બોલાવી નોંધાવ્યો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના આંતરિક જૂથવાદના કારણે વિકાસના કામો ન થતા હોવાના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
બોટાદ નગરપાલિકામાં કોંગ્રેસના 17 સભ્યો સામે ભાજપ 27 સભ્યો સાથે સત્તા પર છે, ત્યારે 6 મહિના પહેલાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં મહાસુખભાઈ કણજરીયાને પ્રમુખ તરીકે સત્તા સોંપ્યા બાદ, હાલ 6 મહિના જેટલો સમય થઈ ગયો. ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદના કારણે છેલ્લા 6 મહિના થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈપણ જાતની કારોબારી બેઠક કે સામાન્ય સભા બોલાવવામાં આવી નથી, જેના કારણે લોકોના પ્રાથમિક સુવિધાના નવા કામોને મંજૂરી મળતી નથી.
જો કે કોંગ્રેસ દ્વારા અગાઉ આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી અને  નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકી હતી. જેની સામે ભાજપ પ્રમુખ દ્વારા હાઇકોર્ટમાંથી સ્ટે લાવી મામલો અટકાવેલો, જેને લઈ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની બહાર જ ઢોલ અને કરતાર વગાડી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો. તો આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું કે છેલ્લા 6 મહિનામાં એકપણ સામાન્ય સભા બોલાવવામાં નથી આવી.

[:]