[:gj]બોલો..હવે રાષ્ટ્રપતિ ભવન પણ અસુરક્ષિતઃ ચોર પાણીની પાઇપો ચોરી ગયા[:]

[:gj]ન્યુ દિલ્હી

દિલ્હી પોલીસની તમામ સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ચોરોએ રાષ્ટ્રપતિ ભવનમાં નાંખવામાં આવી રહેલી પાણીની લાઈનના પાઈપોને જ ચોરી લીધા છે. આખી ઘટના વડાપ્રધાનના સુરક્ષા રુટ પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના બાદ ઉંઘમાંથી સફાળી જાગેલી દિલ્હી પોલીસ હવે ચોરોને શોધવા મથામણ કરી રહી છે. આ હાઈ પ્રોફાઈલ ચોરીનો મામલે નવી દિલ્હીના ચાણક્્યપુરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જા કે ઘટનાને છુપાવવા માટે દિલ્હીના ડીસીપીથી લઈને દિલ્હી પોલીસ પ્રવક્તા સુધીમાં કોઈપણ અધિકારીએ જાણકારી આપી નથી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી જારબાગ વિસ્તારથી લઈને રાષ્ટÙપતિ ભવન વચ્ચે પાણીની પાઈપ લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. પાઈપ લાઈનમાં નાંખવામાં આવી રહેલી મોટી સંખ્યામાં પાઈપ રાષ્ટ્રપતિ ભવનના ૨૩ અને ૨૪ નંબરના ગેટની આસપાસ પણ નાંખી દેવામાં આવી. આ પાઈપ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ નાંખી છે.
ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, કંપનીના માલિક અરુણ જૈનને શંકા ગઈ કે ૨૦ થી ૨૨ જેટલી પાઈપો અહીંયાથી ગાયબ થઈ છે. તેણે આ મામલે પોલીસને જાણ કરી. રાષ્ટ્રપતિ ભવનમાં જનારી પાઈપ લાઈનમાં ઉપયોગ થનારી પાઈપની ચોરીની ઘટનાનો ખ્યાલ આવતા દિલ્હી પોલીસના પરસેવા છુટી ગયા. ચાણક્્યપુરી પોલીસે મામલાની તપાસ શરુ કરી છે.[:]