[:gj]ભાજપના દ્વારકાના ધારાસભ્યને વડી અદાલતે ગેરલાયક ઠેરવ્યા [:]

[:gj]કોંગ્રેસના મેરામણ ગોરિયાએ ગુજરાતની વડી અદાલતમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હતી. ઉમેદવારી પત્ર ખોટું હોવા છતાં ભાજપની રૂપાણી સરકારના દબાણથી આર.ઓ. અને ડેપ્યુટી કલેક્ટરે માન્ય રાખ્યું હતું. તેની સામે હવે ચૂંટણી પંચે પગલાં ભરવાના રહેશે. જીતને દ્વારકાધીશ અને શિવનો પ્રસાદ ગણાવતા હતા.

આ અરજીનો ચુકાદો સંભળાવતા ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરી દીધી હતી. દ્વારકામાં હવે ફરીથી ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ઝટકો છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પબુભા માણેકે ઉમેદવારી પત્ર ભર્યું તેમાં ભૂલ હતી, જેને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ચૂંટણીને જ રદ્દ કરી દીધી હતી.

2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73431 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવાર આહિર મેરામણ મારખીને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી, ત્યારે હવે આ બેઠકની પેટા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે.

પબુભાએ ઉમેદવારી પત્રમાં ઘણી ખોટી વિગતો આપી હતી. ઉમેદવારી ફોર્મ અધુરું હતું. પબુભાની રજુઆત કરવામાં આવી છે કે તેમના સાક્ષીઓને અંગે્રજી આવડતું નથી. તેથી વડી અદાલતે સાક્ષીઓને ગુજરાતીમાં નિવેદન આપવાની છુટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી.

પબુભાનું ડમી ફોર્મ જેમણે ભર્યું હતું તે નિલેશ માણેકે પણ ફોર્મમાં વિધાનસભાનો વિસ્તાર દર્શાવ્યો ન હતો.

પ્રથમ 3 વખથ પબુભા અપક્ષ તરીકે ચૂંટાયા હતા. પછી કોંગ્રેસમાંતી તેઓ ચૂંટણી લડ્યા હતા અને પછી ભાજપમાં પક્ષાંતર કરીને તેઓ ચૂંટણી લડ્યા હતાય સતત 7 વખત તેઓ દ્વારકાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

3જા ધોરણ સુધી ભણેલા માણેક ઉદ્યોગ અને શીપીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પબુભા આર્થિક રીતે સધ્ધર છે.

20-11-2017માં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-1માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી કાઢી નાંખવામાં આવી હતી.

પબુભા માણેકે પોતાની અને તેમની પત્ની તેમના પત્ની આશા માણેકના નામે રૂ.70.16 કરોડની મિલકતો ધરાવે છે.

બીજા ગુના

કલ્યાણપુર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં 18 જુલાઈ 2017માં મિનિમમ વેજિસ સંદર્ભમાં સીઆરપી કલમ- 204 મુજબ ફરિયાદ થઈ હતી.

પુત્ર સાથે ઠગાઈ

અજાણ્યા શખસે ડીવાયએસપીને 3 લાખની જરૂર હોઇ રૂ.50 હજાર મોકલવા જણાવ્યું અને ધારાસભ્ય પબુભાના પુત્ર ચંદ્રસિંહે મોકલી દીધા હતા. પણ તે ઠગ ટોળકીએ ધારાસભ્યના પૂત્ર સાથે ઠગાઈ કરી હતી.[:]