[:gj]ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલની બળાત્કારના ગુનામાં ધરપકડ અને તુરંત છૂટકારો [:]

[:gj]બળાત્કાર કેસના આરોપી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ઉત્તર દ્વારકા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે છબીલ પટેલને બોલવામાં આવ્યા હતા. જયારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેને જામીન મળી ચૂક્યા છે. જો કે, પોલીસે જણાવ્યાનુસાર હજુ તેની વધુ પૂછતાછ થઇ શકે છે.

એક મહિલા પૂર્વ ધારાસભ્યએ છબીલ પટેલ પર બળજબરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મહિલાના જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં એક સમારોહ દરમિયાન તેની મુલાકાત છબીલ પટેલ સાથે થઇ હતી. મુલાકાત દરમિયાન આરોપીએ મહિલાને પોતે રાજનેતા હોવાનું કહ્યું હતું એટલુ જ નહી તેણે મોટાઈ કરતા કહ્યું હતું કે પોતાની કમાણીના 20 ટકા તે ગરીબોના કલ્યાણ માટે ખર્ચ કરે છે.

આરોપીએ મહિલાને લાલચ આપી હતી કે તે તેને એનજીઓ બનાવવામાં મદદ કરશે આમ કહી મહિલાને દિલ્લી લાવવામાં આવી હતી.
વર્ષ 2017ના ફેબ્રુઆરી મહિનામાં તેને દિલ્લી લાવવામાં આવી હતી. દિલ્લીના દ્વારકા વિસ્તારમાં મહિલાને ચામાં નશીલો પદાર્થ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મહિલાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ આચર્યા બાદ તેના અશ્લિલ ફોટા પાડવામાં આવ્યા હતા જેના આધારે બ્લેકમેલ કરવામાં આવતી હતી.

મહિલાએ વિરોધ વ્યક્ત કરતા, આરોપી છબીલ પટેલે તેના અશ્લિલ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેણીએ એનજીઓ બનાવવા માટે છબીલ પટેલને 7 લાખ રૂપિયા પણ આપ્યા હતા જે હજી સુધી તેને પરત મળ્યા નથી.[:]