[:gj]ભાજપના સાંસદ ચુડાસમાને ગામ લોકોએ કહ્યું ચૂંટણી આવી એટલે દેખાયા ? [:]

[:gj]ભાજપના નેતાઓ મત માગવા જાય છે ત્યારે તેમણે જનતાના રોષનો સામનો પણ કરવો પડે છે. જનતાના તેમને સાચે સાચુ કહીને હવે કેમ દેખાયા એવું કહી રહ્યાં છે.  જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સાથે, પ્રજાએ પાઠ લીધો હતો. રાજેશ ચુડાસમા પોતાના મત વિસ્તારમાં આવેલા માંગરોળના એક ગામમાં ગયા હતા. તેઓ જ્યારે ગામ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે ગામ લોકો રોષે ભરાયા હતા. સાંસદ રાજેશ ચુડાસમાને કહ્યું હતું કે, તમે ચૂંટણી સમયે જ દેખાવો છો અને ચૂંટણી પતિ ગયા પછી તમે દેખાતા જ નથી. આ સાથે ગામના લોકોએ ગામમાં નિર્માણ પામી રહેલી ગૌ શાળા મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ગામ લોકોએ પૂછેલા એક પણ સવાલોના જવાબ સાંસદ રાજેશ ચુડાસમા આપી શક્યા ન હતા. ગામમાં નિર્માણ પામી રહેલી ગૌ શાળા માટે અમે તમારી પાસે આવ્યા હતા અને રાજેશભાઈ અમે અમારા પર્સનલ કામ માટે આવ્યા ન હતા કે, અમે ખાલી એટલી જ માગણી કરી હતી કે અમને બે ગાડી પથ્થરની આપો. અમારા પર કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું કે, ક્યારેય અમને કંઈ પણ પૂછવામાં આવ્યું નથી.[:]