[:gj]ભાજપની સભામાં લોકો આવવાનું ટાળી રહ્યાં છે[:]

[:gj]2014ની લોસભાની ચૂંટણીમાં ગુજરાતના લોકો ભાજપની સભામાં હોંશથી જતાં હતા પણ 2019ની ચૂંટણીમાં વિપરીત સ્થિતી છે. જેવું 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયું હતું એવું જ ફરી એક વખત થઈ રહ્યું છે. 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ પણ ખાલી રહેતી હતી. હવે લોકો ભાજપની સ્થાનિક સભામાં પણ જવાનું ટાળીને ભાજપની નીતિનો સીધો વિરોધ કરતાં જોવા મળી રહ્યાં છે.

ભાજપના નેતાઓથી લઈને કાર્યકર્તાઓ મતદારોને સભા સુધી લાવી શકતા નથી. તેથી ભાજપે શોસિયલ મિડિયા માટે ધ્યાન વધું કેન્દ્રીત કરીને તેમાં કેમ્પેઈન કરે છે. જનસભા કરતા વધારે ભીડ પોતાની પાર્ટીની જનસભામાં બોલાવવા માટે પૈસા અથવા તો વિવિધ લાલચ આપીને પ્રજાને સભામાં બોલાવવામાં આવે છે. પાટણમાં ભાજપના ઉમેદવારની સભામાં જોવા મળ્યું હતું. સભામાં ભીડ બતાવવા માટે બાળકોને ભાજપના કાર્યકર્તા બનાવીને સભામાં લાવવામાં આવ્યા હતા.

ભાજપના પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચારને લઈને પાટણના બાલીસણા ગામે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં લોકોની પાંખી હાજરી હોવાના કારણે વધારે ખુરશીઓ ખાલી જોવા મળી હતી, ખાલી ખુરશીને ભરવા માટે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગામના બાળકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવીને ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા.

બાળકો કોંગ્રેસ, ભાજપ અથવા અન્ય પક્ષની રાજનીતિ વિષે કંઈ પણ જાણતા નથી અને જેમની ઉમર મતદાન કરવા લાયક પણ નથી તેવા બાળકોનો રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.[:]