[:gj]ભાજપનું બોગસ સહી પ્રકરણ વડી અદાલત સુધી પહોંચ્યું [:]

[:gj]રાજપીપળા નગરપાલિકાના ભાજપના ચાર સભ્યોએ એવો આરોપ મૂક્યો હતો કે કેમ તેમના જે રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે, તે રાજીનામા તેમણે આપ્યા નથી. કોઈકે ખોટી સહી કરીને પોતાના નામે રાજીનામાં આપી દીધા છે. આ અંગેની ફરિયાદ કરવા માટે તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ પોલીસે તેની ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ સભ્યો એટલા માટે વડી અદાલતમાં ગયા છે. વડી અદાલતે  રાજપીપળાના પીઆઇ અને જિલ્લા પોલીસવડાને અમદાવાદ ખાતે વડી અદાલતમાં હાજર થવા માટેનો આદેશ કરાયો છે. ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જીતવા માટે બનાવટી રાજીનામા તૈયાર કર્યા હતા. ચાર સભ્યો કોંગ્રેસના ઉમેદવારને મત આપવાના હતા. જો તેમ થાય તો ભાજપ સત્તા પર આવી શકે તેમ ન હતો. તેથી ભાજપના નેતાઓએ આવું કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું હતું. આમ કરીને ભાજપે તરકટથી સત્તા મેળવી હતી.

4 સભ્યોને મતદાનથી વંચિત રાખી તેના કારણે ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા. આ ચાર સભ્યો ભાજપની વિરુદ્ધ હતા. તેમનો મુદ્દો એવો હતો કે ભાજપમાં એક હથ્થુ શાસન ચાલે છે. એ બરાબર નથી. સર્વાનુમતે પ્રમુખ હોવા જોઈએ. એ આધાર પર તેઓ એમની સામે લડી રહ્યા હતા. ત્યારે કોઈ કે ખોટા રાજીનામાં રજૂ કરીને તેમના નામે બોગસ સહી કરી દીધી છે. 17 જૂન 2018ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવવાનો કર્યો હતો. પરંતુ ફરિયાદ લેવામાં આવી ન હતી. આ ચાર સભ્યોમાં દત્તાબેન ગાંધી, હરદીપસિંહ શીનોરા, જગદીશ વસાવા, નયનાબેન કાછિયાનો સમાવેશ થાય છે. તેમનો આરોપ હતો કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સહી કરેલા ખોટા રાજીનામા મંજૂર કર્યા હતા.

આમ ભાજપે સત્તા ટકાવી રાખવા માટે ફોજદારી ગુનો કર્યો હતો.[:]