[:gj]ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષાંતર કરતાં 99થી વધીને 105 થયા [:]

[:gj]ગુજરાત વિધાનસભામાં ભાજપાના ધારાસભ્યો 99થી વધીને 105 થયા છે. 6 ધારાસભ્યોની સંખ્યા વધી તે તમામ કોંગ્રેસથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલા છે. આમ હવે કોંગ્રેસનું ગોત્ર ધરાવતાં હોય એવા 40 ટકા ધારાસભ્યો થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી બનેલા ભાજપાના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા તથા ઊંઝાના આશાબેન પટેલને ધારાસભ્ય પદ માટેના શપથ વિધાનસભા ખાતે અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ લેવડાવ્યા હતા. અગાઉ કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસથી પક્ષપલટો મારીને ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણીમાં જીત્યા હતા. તેમના શપથ વીધીમાં કોંગ્રેસ કે બીજા પક્ષોએ હાજરી આપી ન હતી.

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા કોંગ્રેસમાંથી પટલી મારીને ભાજપમાં ગયા તેના 4 કલાકમાં પ્રધાન બની ગયા હતા. ત્યારે તેમણે પ્રધાન તરીકે સપથ લીધા હતા પણ ત્યારે તેઓ ધારાસભ્ય ન હતા. પછીથી માણાવદરની બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યા હતા.

શપથ ગ્રહણ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પક્ષના 4 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે આ સાથે વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ હવે 105 થયું છે.
વિધાનસભાની પેટા ચૂંટણીમાં 4 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં લોકસભા તથા વિધાનસભાની તમામ બેઠકો પર રાજ્યના નાગરિકોએ જંગી બહુમતીથી જીતાડીને સો ટકા પરિણામ આપ્યું છે. ભૂતકાળમાં જે મત મળ્યા હતા એના કરતાં વધુ મત આપીને અમારી ઝોળી ભરી દીધી છે.

જોકે આ પક્ષાંતર કરીને આવેલા ધારાસભ્યો છે એવું કહેવાનું તેમણે ટાળ્યું હતું.

ભાજપના  પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્ર સાથે ‘‘જનતાના સુખે સુખી અને જનતાના દુઃખે દુઃખી’’ જેવી અંતરની લાગણી સાથે જનતાજનાર્દને ભાજપા પર અખૂટ આશીર્વાદ તથા અતૂટ વિશ્વાસ મૂકી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપાના 4 ધારાસભ્યોને વિજય અપાવ્યો છે.

સમગ્ર જનતાનું જીવનધોરણ ઉંચુ લાવવા માટે હંમેશા કટિબધ્ધ રહીશું તથા જનકલ્યાણકારી સેવાકાર્યો કરવા સતત તત્પર રહીશું. શપથવિધિ પૂર્ણ થયા બાદ વિધાનસભામાં દાખલ થયેલા ચારેય ધારાસભ્યઓને મેં અભિનંદન પાઠવ્યા હતા. તેમના વહીવટી કૌશલ્ય અને સુદીર્ઘ અનુભવથી ભાજપાના ચારેય ધારાસભ્યઓ ગુજરાતની વિકાસયાત્રાને અવિરતપણે આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી શુભેચ્છા સહ હું આત્મવિશ્વાસ વ્યક્ત કરું છું.

આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાજર હતા.[:]