[:gj]ભાજપમાં બળવાખોરીથી 10 બેઠકો ગુમાવી, હવે કોંગ્રેસ તેનો લોકસભામાં ફાયદો લેશે[:]

[:gj]બળવો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ઉમેદવાર બન્યા હોય તે બેઠક પર કોંગ્રેસને કેટલો ફાયદો થયો હતો અને હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો કેટલો લાભ અપાવી શકે તેમ છે. તે અંગે કોંગ્રેસના કેટલાંક નેતાઓએ એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં એક તારણ એવું બહાર આવ્યું છે કે ભાજપમાં જ્યાં બળવો થયો હતો ત્યાં કોંગ્રેસને સારો એવો ફાયદો થયો હતો. ભાજપમાં જ્યાં બળવો થયો ત્યાં ભાજપના જે ધારાસભ્ય ચૂંટાયા હતા તે પોતાના પગ પર ચૂંટાયા હતા. તેઓ ભાજપના કારણે નહીં પણ પોતાના કારણે ચૂંટાયા હતા. તેથી તે લોકસભામાં કેવી અસર કરે છે તેની સમીક્ષા થઈ રહી છે. આવી 24 બેઠકો છે જ્યાં ભાજપના શક્તિશાળી નેતા બળવો કરીને ચૂંટણી લડ્યા હતા. જે હવે કોંગ્રેસને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેમ છે તેનું ગણિત માંડવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના 10 હજાર કાર્યકરો ભાજપમાં

2 ડિસેમ્બર 2017 સુધીમાં ગુજરાતમાં 10 હજાર કાર્યકરો કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં જોડાયા હતા. કેટલાંકે ભાજપ છોડ્યો હતો. ભાજપ સામે બળવો કરનારા નેતાઓ એક પછી એક ફરી ભાજપમાં આવી રહ્યાં હતી. તો કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં પક્ષાંતર કરીને લાવવામાં આવી રહ્યાં હતા. ભાજપ છોડીને 10 હજાર કાર્યકર્તાઓ જોડાયા હોવાનો પણ દાવો સામેનો પક્ષ કરી રહ્યો હતો.

બળવાથી ભાજપની 10 બેઠકો ઓછી થઈ

2017માં ભાજપના બળવાખોર નેતાઓએ પક્ષને મોટું નુકસાન કર્યું હતું. જેના કારણે 99 બેઠક જ આવી હતી. વિધાનસભામાં કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓમાં ભડકો જોવા મળ્યો હતો. ભાજપના 24 નેતાઓએ બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. બળવો કરનાર નેતાઓ સ્થાનિક ઉમેદવારની હાર માટે કારણભૂત બન્યા હતા. તેથી ભાજપ દ્વારા તેમને 6 વર્ષ માટે તેમને બરતરફ કરવામાં આવ્યાં હતાં. હજારો કાર્યકર્તાઓએ ઉમેદવારો સામે જાહેરમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમની સામે આજ સુધી કોઈ પગલા લેવામાં આવ્યાં નથી. ભાજપના બળવાખોર 24 નેતાઓ, કેટલાંક દૂર છે તો કેટલાંક ફરી પક્ષમાં આવી ગયા છે.

બળવો છતાં પોતાના પગ પર ચૂંટાયેલા ભાજપના 10 ધારાસભ્યો

1- નવસારીની જલાલપોર બેઠક પર ધનંજય ભટ્ટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જલાલપોર બેઠક પર અર્જુન પાટીલ કે જે ભાજપના વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ હતા. તેઓ અપક્ષ ઊભા રહ્યાં હતા. આર. સી. પટેલ ભાજપના ધારાસભ્ય છે.

2- નવસારી જિલ્લાની ગણદેવી બેઠક પર સુનિલકુ કાનજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જે ભાજપના જિલ્લા મંત્રી હતા. નરેશ પટેલ ભાજપના ધારાસભ્ય છે.

3- સુરત શહેરની ચોર્યાસી વિધાનસભા બેઠેક પર ભાજપને અલવિદા કરીને અજયભાઈ ચૌધરી કે જે સુરત ભાજપના પર્વ મહામંત્રી જેવી મહત્વની જગ્યા પર હતા. જંખના પટેલ ભાજપના ધારાસભ્ય છે.

4- દેવભૂમિ દ્વારકાની દ્વારકા વિધાનસભામાં પણ પક્ષને પડકાર આપી રહેલાં જિલ્લા કારોબારી સભ્ય અરજણ કણજારીયાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.. જે ભાજપના ઘણાં મતો તોડશે તેવુ માનવામાં આવી રહ્યું હતું. અહીં ભાજપના ધારાસભ્ય પબુભા માણેક છે.

5- ભાવનગર જિલ્લાની ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર દિલાવરસિંહ ગોહિલે ભાજપ છોડીને અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. જે પક્ષના સારા એવા મત તોડે તેવી શક્યતા જોવામાં આવી રહી હતી. અહીં ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી છે.

6- પાલિતાણામાં નાનુભાઈ ડાખરા કે જે પૂર્વ જિલ્લા ઉપ્રમુખે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.. પાલિતાણા બેઠક પર ભાજપમાં ભારે વિરોધ હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો આ વિસ્તાર ભાજપ માટે હવે બળવાખોર બની ગયો હતો. અહીં ભાજપનો મોટો સમુહ ભાજપની સામે ખૂલ્લેઆમ આવી ગયો હતો. અહીં ભાજપના ભીખાભાઈ બારૈયા ધારાસભ્ય છે.

7- પંચમહાલ જિલ્લાની ગોધરા બેઠક પર ભાજપના જિલ્લા કારોબારી સભ્ય જશવંતસિંહ પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ગોધરાના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટે પણ ભાજપની બદલાયેલી નીતિ સામે વિરોધ કરીને પક્ષે હવે હિન્દુત્વ છોડી દીધું હોવાનું કહીને પક્ષ છોડીને શિવસેનામાં જોડાયા હતા. ભાજપને વધુ એક આંચકો લાગ્યો હતો. અહીં ભાજપના સી કે રાઉલજી ધારાસભ્ય છે.

8- દાહોદની લિમખેડા બેઠક પર બાબુભાઈ ભાભોર કે જે ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા. સંજેલી મંડળીના પ્રભારી હતા. તેમણે પક્ષની નીતિઓ સામે પડકાર ફેંક્યો હતો. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં હતા. અહીં ભાજપના શૈલેશ ભાભોર ધારાસભ્ય છે.

9- ખેડાના મહેમદાવાદ વિધાનસભા બેઠક પર જુવાનસિંહ ચૌહાણે ભાજપને છોડીને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. તેઓ મહેમદાવાદ તાલુકા ભાજપના પ્રમુખ હતા. જેઓ પક્ષને ગંભીર નુકશાન કરી શકે તેવી શક્યતા હતી. અહીં ભાજપના ધારાસભ્ય અર્જુન ચૌહાણ છે.

10- અમદાવાદ જિલ્લાના સાણંદ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડે પક્ષને અલવિદા કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેઓ અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હતા. તેમણે અપક્ષ ઉમેદવારી કરતાં હવે ભાજપની જીતની કોઈ શક્યતા રહી ન હતી. સાણંદમાં ભાજપના કનુભાઈ કમશી પટેલ ધારાસભ્ય છે.

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના બળવાના કારણે ચૂંટાયા

1- ચીખલી વિધાનસભા બેઠક પર ભાજપના પૂર્વ સાંસદ અને ભાજપના હાલના પ્રદેશ કારોબારી સભ્યે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આમ પિતા પુત્ર બન્નેએ ભાજપના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. જ્યાં કોંગ્રેસના અનંત પટેલ ધારાસભ્ય છે.

2- ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય ખુમાનસિંહ વાંસીઆએ ભાજપ છોડીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અહીં કોંગ્રેસના સંજય સોલંકી ધારાસભ્ય છે.

3- જામનગર જિલ્લાની જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં વલ્લભભાઈ વેલજી ધારવીયાએ ભાજપને છોડી દીધો હતો. અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. તેઓ ભાજપમાં અત્યંત મહત્વની જવાબદારી સંભાળતાં હતા. જેમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા હતા. જે ભાજપને પડકાર આપી રહ્યાં હતા. કોંગ્રેસના વલ્લભ ઘરાવિયા ધારાસભ્ય છે.

4- જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર ચીમન સાપરીયાના તુમાખી ભર્યા વર્તન સામે તેના જ સાથીદાર નેતા રમેશ કાશાભાઈ ડાંગર પક્ષના ઉમેદવારને છોડીને અપક્ષ તરીકે લડવાનું નક્કી કર્યું હતું. રમેશભાઈ ડાંગર પોતે લાલપુર તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હતા. જે કૃષિ મંત્રી ચિમન સાપરીયાને હરાવવા માટે સબળ માનવામાં આવી રહ્યાં હતા. અહીં કોંગ્રેસના ચિરાગ કાલરીયા ધારાસભ્ય છે.

5- મોરબી જિલ્લાના વાંકાનેર વિધાનસભા માટે ગોરધન સરવૈયા કે જે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ હતા. તેમણે પક્ષના અન્યાયકારી નિર્ણયને પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી કરી હતી. જે કોંગ્રેસને ફાયદો કરાવી શકે અને ભાજપના મતો તોડે એવી શક્યતા પણ હતી. જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે.

6- ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠક પર ભાજપના વર્ષોથી સક્રિય કાર્યકર તુલસીભાઈ ગોહેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને પક્ષને પડકાર ફેંક્યો હતો. તેઓએ ટિકિટની માંગણી કરી હતી. પક્ષે તેને અન્યાસ કર્યો હોવાથી પક્ષ છોડીને ચૂંટણી લડીને નેતાઓના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. કોંગ્રેસના વિમલ ચૂડાસમા ધારાસભ્ય છે.

7- અમરેલી જિલ્લાની ધારી બેઠક પર ભાજપે બહારના ઉમેદવારને સ્લાયલેબ તરીકે ટિકિટ આપતાં પક્ષના આ નિર્ણયનો વિરોધ કરીને હમીરભાઈ ખાટરીયાએ અપક્ષ તરીકે ઉમેદવારી કરીને પક્ષને પડકાર ફેંક્યો હતો. તેઓ પૂર્વ સરપંચ હતા અને ભાજપને સારા એવા મતો લાવી આપતાં હતા. અહીં કોંગ્રેસના ધારાસભ્ય જે વી કાકડિયા છે.

8- દાહોદ જિલ્લાના ઝોલોદ વિધાનસભા બેઠક પર ભાવેશભાઈ કટારાએ ભાજપ છોડીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પણ પછી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી. અહીં કોંગ્રેસના ભાવેશ કટારા ધારાસભ્ય છે.

9- ખેડાની કપડવંજ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાહનવ્યવહાર મંત્રી બિમલ શાહે ભાજપને છોડીને અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. 2012માં તેમને ટિકિટ ન મળતાં તેમણે કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાને ટેકો આપી જીતાડ્યા હતા. તે ભાજપને હરાવવા માટે મેદાને પડ્યાં હતા. તેઓ ભાજપની નીતિઓથી ખુશ નથી. અહીં કોંગ્રેસના ધારાસભ્ય કાલાભાઈ ડાભી છે.

10- ગાંધીનગર શહેરની ગાંધીનગર ઉત્તર બેઠક પરથી NCPમાંથી ઊભા રહેલાં રોહિત નાયાણીએ ભાજપ છોડીને કોંગ્રેસ અહીં મજબૂત કરી હતી. અહીં કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી જે ચાવડા છે.

11- પાટણ જિલ્લામાં રાધનપુર બેઠક પર ડો.વિષ્ણુંદાન ઝુલા કે જે ભાજપના પૂર્વ રાધનપુર શહેરના પ્રમુખ હતા. તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અહીં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય છે.

12- મહિસાગર જિલ્લાના બાલાસિનોર બેઠક પરથી અપક્ષ તરીકે ઊભા રહેલાં હીતેન્દ્ર બળદેવ પટેલ NCPમાંથી ઊભા રહ્યાં હતા. બાલાસિનોર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા હતા. તે ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતા. અહીં કોંગ્રેસના ધારાસભ્ય અજીત ચૌહાણ છે.

અપક્ષ ધારાસભ્ય

1- મહિસાગર જિલ્લાના લુણાવાડા બેઠક પર ભજપના પૂર્વ સંસદ અને ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય ભુપેન્દ્રસિંહ સોલંકીએ પક્ષને છોડીને તેઓ અપક્ષ તરીકે ઊભા રહ્યાં હતા અહીં અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ છે.[:]