[:gj]ભાજપમાં બળવો, મુસ્લિમ મહિલાના એક મતથી ભાજપ જીત્યો[:]

[:gj]વડોદરાના સાવલી નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સાત સભ્યોએ બળવો કર્યો છે. કુલ 24 સભ્યો છે જેમાં ભાજપના 12 સભ્યો રહ્યાં છે. ચાર સભ્યોએ નવીન ભારત નિર્માણ મંચની સ્થાપના કરીને ભાજપને હરાવવા માટે તૈયારી કરી હતી. કોંગ્રેસે એમને ટેકો આપ્યો હતો. સાવલી પાલિકા તૂટવાનું મુખ્ય કારણ ગયા અઢી વર્ષમાં ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હોવાનું બળવાખોર સભ્યો કહે છે. સત્તાધીશોએ લોકોના પ્રશ્નોનો ઉકેલ શોધ્યો નથી. સત્તાધીશો નિષ્ફળ જતા ભાજપમાં જૂથવાદ ઉભો થયો હતો. નારાજ સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ, ચેરમેન અને ભાજપના મોવડીઓને રજૂઆત કરી હતી. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર સમક્ષ પણ ભ્રષ્ટાચાર રોકવા અને પ્રજાના કામો કરવા માટે રજૂઆતો કરી હતી. તેમ છતાં ભાજપના ધારાસભ્યએ પણ આ બાબતને કોઈ ધ્યાનમાં ન લેતા આખરે ભારતીય જનતા પાર્ટીમાં બળવો થયો છે. ભાજપના 7ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી અધિકારીને આપીને અલગ બેસવાની માગણી કરી હતી. પણ ભાજપના પ્રમુખને 12 મતો મળ્યા હતા.  છેલ્લી ઘડીએ મુસ્લિમ મહિલા સભ્યએ ભાજપને મદદ કરી હતી અને એના કારણે ભાજપને એક મત વધારે મળ્યો હતો અને માંડ તેમના પ્રમુખ એક મતથી જીત્યા હતા.[:]