ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લાગ્યો

ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબરસરનામુજ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૂં કર્યું છે. જેનો ઉપયોગ શોસિયાલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવશે. તેના આધારે ભાજપ પોતાનું આગવું સમાચાર પ્રસાર માધ્યમ ઊભું કરીને પોતે ઈચ્છે તે રીતે તેનો સદઉપયોગ અને ગેરઉપયોગ કરતું આવ્યું છે.

ઓન લાઈન ફોર્મ

ચોક્કસ નંબર પર ફોન કરવાથી ઓનલાઈન ફોર્મ આવશેતે ભરીને 11 ઓગસ્ટ સુધી મોકલવાનું કહેવામાં આવે છે. ભૂતકાળમાં ભાજપે દેશમાં ૧૧ કરોડ અને ગુજરાતમાં 1.13 કરોડ સભ્યો મીસ્ડ કોલ દ્વારા નોંધેલા હતા. જેમાં બોગલ સભ્યો હતા.

43 લાખ બોગસ સભ્યો

૨૦૧૫માં ભાજપે મિસ્ડ કોલ પધ્ધતિથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધ્યા હતા. જેમાં એક જ વ્યકિતએ એકથી વધુ ફોનથી મિસકોલ કરીને સભ્યો થયા પણ તેમાં ફરીથી ચકાસણી કરાતાં ૪૩ લાખ સભ્યો બોગસ હોવાનું બહાર આવ્યું હતું. ખરાઈ કરવામાં આ વિગતો બહાર આવી હતી. આમ ભાજપના નેતાઓએ પોતાનો હોદ્દો જાળવી રાખવા માટે બોગસ સભ્યો નોંધેલા હતા.

ખરેખર કેટલા સભ્યો

બાકી રહેતાં 70 લાખ સભ્યો હતા. જે પણ શંકાના ઘેરામાં હતા. કારણ કે નેતાઓએ દરેક ઘરે ફરીને જે ભાજપના સભ્ય બનવા માંગતા ન હતા તેમને પણ સભ્યો બનાવી દીધા હતા. આવી સંખ્યા પણ 40 ટકાથી વધું હતી. 28થી 30 લાખ સભ્યો બોગસ હોવાની શક્યતા છે. તેથી કુલ સભ્યો 50 લાખથી થતાં ન હોવાનું ભાજપના નેતાઓ માની રહ્યાં છે.

કૌભાંડના કારણે પદ્દતી બદલી

અગાઉની સભ્ય નોંધણીમાં કૌભાંડ થતાં આ વખતે તેની પ્રક્રિયા બદલવામાં આવી છે. જેમાં સભ્ય બનનારનો ફોટો આવે છે. તેથી ખરેખર કેટલા સભ્યો છે તે જાણી શકાશે. જો બનાવટ બંધ કરવામાં આવે તો 40 લાખ સભ્યોના ફોટો સાથે નોંધણી થશે.

કેમાં ભેરવાશે

કોઈની પાસે સ્માર્ટ ફોન ન હોય તો તેમને એસએમએસ દ્વારા સભ્ય બનાવાય છે. રૂબરૂ જઈને ફોર્મ ભરીને સભ્ય બની શકે છે, ફોર્મની માહિતી કાર્યકરો કાર્યાલયમાં ઓનલાઈન ભરી દેશે. પણ ઓન લાઈન ફોર્મ ભરવામાં મોટી છેતરપીંડી ભાજપના સ્થાનિક નેતાઓ કરી રહ્યાં છે.

એક ફોન સભ્ય 4

એક જ ફોનમાંથી ૪ વ્યકિત ભાજપની સભ્ય બની શકે છે. જેમાં ઘણું ખોટું થઈ શકે છે.