[:gj]ભાજપ દ્વારા મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્ત સામે કોંગ્રેસની હાઇકોર્ટમાં રીટ[:]

[:gj]રાજકોટ તા. ૪ રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી ગયો છે.  ભાજપ પ્રેરિત સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરતા શાસક જુથે હાઇકોર્ટમાં ધા નાખી એજન્ડા રદ કરવા માગણી કરી છે. અર્જુન ખાટરિયાએ જણાવેલુ કે ૧૧ સભ્યોના પક્ષાંતર ધારાનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. જે તે વખતે પાર્ટીના આદેશ વિરૂધ્ધ વર્તનાર સભ્યોના સભ્યપદની કાયદેસરતા અંગે પ્રશ્નાર્થ છે. કાયદાકીય સ્થિતિ જોતા અવિશ્વાસ દરખાસ્ત ટકવાપાત્ર નથી. તેથી તે અંગેનો એજન્ડા રદ કરવા અમે હાઇકોર્ટમાં ધા નાખી છે. હાઇકોર્ટે રીટની આગળની કાર્યવાહી કરવા માટે સોમવારની તારીખ નિયત કરી છે. સભ્યોની સહીના મામલે  વિવાદ થયો હતો. આ વિવાદ બાદ રાજકીય ગરમાવો આવ્યો હતો. હવે આ સમગ્ર મુદ્દો કાયદાકીય બની જતાં હવે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા બાદ જ મામલો ઉકેલાશે.[:]