[:gj]ભાજપ “ધનબલ-બાહુબલ”થી મતદારોને પ્રભાવિત કરીને ચૂંટણી જીતવા માંગે છે – કોંગ્રેસ [:]

[:gj]ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મતદારોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને ૧૪ થી વધુ બેઠકો પર વિજય મળશે. કોંગ્રેસ પક્ષના તમામ ૨૬ ઉમેદવારોને મોટી સંખ્યામાં જનસમર્થન- જન આશીર્વાદ મળ્યા છે. ગુજરાતના તમામ મતદાતાઓએ કોંગ્રેસ પક્ષને આપેલ જન સમર્થન-જન આશીર્વાદ બદલ કોંગ્રેસ પક્ષ હ્યદયપૂર્વક આભાર માને છે. પ્રજાના આશીર્વાદ, પ્રેમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને જે રીતે સમગ્ર ચૂંટણીમાં અને મતદાનમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે.

પ્રચાર-પ્રસાર દરમ્યાન પણ, કોંગ્રેસ પક્ષ તરફી મોટાપાયે પવન દેખાયો. કોંગ્રેસ પક્ષના મુદ્દા આધારિત પ્રચાર, પ્રજાલક્ષી અભિગમ – હકારાત્મક નીતિની સામે સત્તાધારી પક્ષની સતત જનવિરોધી નીતિ, ખેડૂત વિરોધી નીતિ, યુવા વિરોધી નીતિના પરિણામે ઠેર ઠેર ભાજપના ઉમેદવારો, નેતાઓને જનતાના આક્રોશનો ભોગ બનવાની ઘટના વારંવાર બની.
ચૂંટણીના મતદાન દરમ્યાન સમગ્ર દિવસમાં હતાશ, નિરાશ, ડઘાઈ ગયેલ ભાજપ ઠેર ઠેર મતદાનમાં અવરોધ, અનેક જગ્યાએ ધાક-ધમકી, વહીવટીતંત્રનો દુરુપયોગ, હિંસક ઘટનાઓ જેવી ગંભીર બાબતો બની. કોંગ્રેસ પક્ષ દ્વારા દિવસ દરમ્યાન ઈ.વી.એમ. ખોટકાયા, ધીમા મતદાન, ડર-ભયની ઘટનાઓ, મતદારોને મતદાન કરતા અટકાવાયા, કોંગ્રેસ પક્ષના વકીલ, કાર્યકર, બુથ એજન્ટો પર હિંસક હુમલા અંગે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
દેશના પ્રધાનમંત્રી સત્તા માટે આદર્શ આચારસંહિતાનો વારંવાર ઉલ્લંઘન કરે તે યોગ્ય નથી. કાયદો દેશના તમામ નાગરિકો માટે એક સમાન હોય ત્યારે, પ્રધાનમંત્રી માટે આ કેટલે અંશે વ્યાજબી?
જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર અને સાંસદ રાજેશ ચુડાસમાના અંગત સચિવ ૩૦ લાખ રૂપિયા અને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડાય તે અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ કર્યા બાદ સ્થાનિક પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી. વહીવટીતંત્ર-પોલીસતંત્ર ચૂંટણીપંચના હવાલે હોવા છતાં જે રીતે ભાજપ સત્તાધારી પક્ષ તરીકે સતત દુરુપયોગ કરીને ચૂંટણીપંચના તમામ નિયમોને નેવે મૂકી દીધા. કોંગ્રેસ પક્ષે લેખિત ફરિયાદમાં માંગ કરી છે કે, ભાજપ “ધનબલ-બાહુબલ” ના આધારે મતદારોને પ્રભાવિત કરીને ચૂંટણી જીતવા માંગે છે. જેનું ઉત્તમ ઉદાહરણ જુનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવારના અંગત સચિવ પાસેથી પકડાયેલા ૩૦ લાખ રૂપિયા અને મોટાપાયે ઈંગ્લીશ દારૂનો જથ્થો બોલતી બાબત છે. પોલીસતંત્રને ફરિયાદ નોંધવાની ફરજ પડી પણ, દારૂનો જથ્થો માત્ર ૧૦૦ મિલી. અને રોકડ ૩ લાખ રૂપિયા જ બતાવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.[:]