[:gj]ભારતના રાજ્યોના પ્રવાસન પ્રધાનો કચ્છમાં[:]

[:gj]માંડવી બીચ ખાતે ‘ટેન્ટ સિટી’

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યોના પ્રવાસન મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ‘ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ’ છે. ૧૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪.૦૦ કલાકે અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદ મળી રહી છે.

અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રહલાદસિંહ પટેલ, ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી, કેન્દ્રીય પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જનરલ, ગુજરાતના ટુરિઝમ સેક્રેટરી મમતા વર્મા પણ ઉપસ્થિત રહેશે.

કોન્ફરન્સમાં ઉપસ્થિત મહેમાનો માટે સફેદ રણ ખાતે સુર્યાસ્ત અને સુર્યોદયનો નજારો માણવા માટે પણ વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે.

૩.૦૦ કલાકે માંડવી બીચ ખાતે ‘ટેન્ટ સિટી’ તેમજ ‘અર્બન કચ્છ’ ટુરિસ્ટ રીસેપ્શન અને રિફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદ્દઘાટન થશે.

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા માંડવી બીચ ખાતે તારીખ ૧૩ ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયાકિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામા આવ્યું છે. માંડવી ખાતે ૫૫ ટેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ૧૫ એસી પ્રિમિયમ, ૫ મીની દરબારી, ૧૫ એસી ડિલક્ષ, ૨૦ નોન-એસી ડિલક્ષ ટેન્ટનો સમાવેશ થાય છે.

દરિયાકિનારે જેટ સ્કી/વોટર સ્કુટર, ઘૂંટણની બોટિંગ/ફ્લાય બોર્ડિંગ સ્પીડ બોટ, બનાના બોટ, સહિતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત એવિએશન આધારિત એડવેન્ચર રમતો પેરાસેઈલિંગ, પેરા મોટરિંગ, હોટ એર બલૂન વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટીવી વાહનો, તીરંદાજી, બીચ વોલીબોલ, ઝિપ લાઈન, સાયકલિંગ, વોકવે અને યોગ સેશનનું પણ આયોજન કરવામા આવ્યું છે. સ્થાનિક નાગરિકોને રોજગારી મળે તે ઉદ્દેશથી હેન્ડિક્રાફ્ટ સ્ટોલ પણ ખોલવામાં આવ્યા છે. પ્રવાસીઓ સ્થાનિક વ્યંજનોનો આનંદ માણી શકે તે હેતુથી ફૂડ સ્ટોલનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.[:]