[:gj]ભારતમાં દૂધ ઉત્પાદનમાં ૫૫ ટકા ભેંસો આપે છે[:]

[:gj]ભારતીય ભેંસોની ઓલાદો: ભારતમાં કુલ વાર્ષિક દૂધ ઉત્પાદનમાં આશરે ૫૫ ટકા દુધ ભેંસો આપે છે. ગાયોની સરખામણીમાં, દુધાળ પશુદીઠ ભોંસો વધુ દૂધ પેદા કરી દેશના ડેરી ઉધોગમાં ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. તેમના ઉપયોગ ધ્વારા અન્ય દેશોમાં ભેંસ સુધારણા કાર્યક્ષમ હાથ ધરવામાં આવેલ છે.

ભારતમાં થતી રીવર (વોટર) ભેસોની ઓલાદો

મુરાહ (દિલ્હી) : હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉતર પ્રદેશ, પંજાબ અને પંજાબને અડીને આવેલા પાકિસ્તાનના વિસ્તારમાં આ વિસ્તારોમાં આ ભેંસો જોવા મળે છે. દૂધ ઉત્પાદન માટે આ ઉત્તમ ઓલાદો છે. વેતર દીઠ ૧૪૦૦ થી ૨૧૦૦ લીટર જેટલું દૂધ પેદા કરે છે.

નીલી–રાવી ભેંસો : મધ્ય પંજાબ, સતલજ અને રાવી નદીનો પ્રદેશ, ફીરોઝપુરમાં જોવા મળે છે. તેઓની ઉત્પાદકતા ૧૬૦૦ થી ૧૮૦૦ લીટરની છે.

કચ્છી કે કુંઢી ભેંસો : બન્ની વિસ્તાર તેમજ કચ્છના પ્રદેશમાં જોવા મળે છે. તેમનું કદ નાનુ હોય વધુ પોષણક્ષમ હોય છે.

ભડવારી કે ભદાવરી : આગ્રા, ઈટાવહ અને ગવાલીયર જીલ્લામાં તથા તરાઈ (ઉ.પ્ર. ના પર્વતાળ પ્રદેશ – રામનગર, તનકપુરમાં) ઉતર પ્રદેશની ભેંસની મુખ્ય ઓલાદો છે.

નાગપુરી : મહારાષ્ટ્રના નાગપુર, વધાં, બેલ્લાર અને મરાઠાવાડ વિસ્તાર તેમજ મધ્ય પ્રદેશમાં 9. પંઢરપુરી (મહારાષ્ટ્રના શોલાપુર, એહમદનગર અને કોલ્હાપુર જીલ્લાઓમાં) જેવી મધ્ય – ભારતની ભેંસો વેતર દીઠ ૮૦૦ થી ૧૦૦૦ લીટર દૂધ પેદા કરે છે.[:]