[:gj]ભારત સરકારની ઉજળી કામગીરી – મધ ખરીદ કરી મદદ કરી [:]

[:gj]લોકડાઉનના સમયમાં આદિવાસીઓ અને વનવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી કેન્દ્ર સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇઝ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ

આદિવાસીઓ અને વનવાસીઓ પાસેથી ગૌણ વન પેદાશો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આર્થિક સલામતી બક્ષે છે આ યોજના

કચ્છ જિલાના ૭૦૦ કુટુંબો પાસેથી ૧.૬૯ કરોડ રૂપિયાનું ૮૭૦ ક્વિન્ટલ મધ ખરીદતું ફોરેસ્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા

કોરોના મહામારીને કારણે આખું વિશ્વ પરેશાન છે ત્યારે ભારતમાં પણ આ મહામારીને મ્હાત કરવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને નાગરિકો પ્રયત્નશીલ છે. કોરોનાની મહામારી આગળ વધતી રોકાય એ માટે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે અને એનો કડક અમલ પણ કરાવાઈ રહ્યો છે. આ લોકડાઉનના મૂશ્કેલ સમયમાં લોકોને, ખાસ કરીને ગરીબ લોકોને ખાવા પીવાની મૂશ્કેલી ન પડે, જીવનજરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને નાણાંકીય ભીડ ન અનુભવાય, એ માટે મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ તો આપ્યું જ છે. પણ ગરીબ, આદિવાસી, વિચરતિ જાતિના લોકોને રોજગારી મળી રહે એ માટે મનરેગા જેવી યોજનાઓ વધુ વળતર સાથે ચાલુ કરી છે.

આવી જ એક યોજના છે ભારત સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇઝ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ . જંગલમાં થતી વિવિધ ગૌણ વનપેદાશોના એકત્રીકરણ થકી આદિવાસીઓ તથા વન સાથે સંકળાયેલી જાતિઓના લોકોને રોજગારી થકી આર્થિક સ્વાવલંબન પૂરું પાડવા માટેની આ યોજના દેશમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. આ યોજના એવા રાજ્યોમાં અમલી છે, જ્યાં બંધારણના પાંચમા શેડ્યુલ્સને અનુરૂપ શેડ્યુલ ફોરેસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબ્સનું અસ્તિત્વ હોય. ગૌણ વન પેદાશોમાં મધ, લાખ, મહુઆના બીજ જેવી બાર પેદાશોનો સમાવેશ કરાયો છે, જેના એકત્રીકરણ થકી આદિજાતિ લોકોને લઘુત્તમ ટેકાના ભાવ આપી, એમનું આર્થિક સશક્તીકરણ હાંસલ કરવાનો ઉદ્દેશ છે.

ગુજરાતમાં પણ આ યોજના અમલમાં છે. કોરોના મહામારીને કારણે હાલ દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો પોતાના ઘરમાં છે અને આ મહામારીનો સામનો કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલેપમેન્ટ કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના આદિવાસી અને વિચરતી જાતિના લોકો કચ્છ જિલ્લાના ગાંડા બાવળનાં જંગલોમાં ફરીને ત્યાં પેદા થતાં મધને એકઠું કરી રહ્યા છે. આ મધને ગુજરાત ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લઘુત્તમ સમર્થન મૂલ્યે ખરીદે છે. કચ્છ જિલ્લાના 7 તાલુકાઓનાં 53 ગામોમાંથી ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા 870 ક્વિન્ટલ જેટલું મધ એકત્રિત આવ્યું છે અને તેના પેમેન્ટની ચુકવણી પણ કરવામાં આવી છે.

ફોરેસ્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના મેનેજીંગ ડિરેક્ટર, શ્રી એસ કે ચતુર્વેદીએ પી.આઇ.બી. ના પ્રતિનિધિને જણાવ્યું કે ભારત સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇઝ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ અંતર્ગત 1 કરોડ 69 લાખ રૂપિયાનાં આ મધનું કલેક્શન કરવામાં આવ્યું છે જેના લીધે કચ્છ જિલ્લામાં 700 આદિવાસી અને વિચરતી જાતિનાં કુટુંબોને રોજગારી મળી છે. જો આ મધનું કલેક્શન હાલના સમયે ન કરવામાં આવ્યું હોત તો તમામ મધ પેદાશ નિષ્ફળ તો જાત જ પણ આ આદિવાસી અને વિચરતી જાતિઓને ખૂબ મોટું નુકશાન થઇ શકે તેમ હતું એમ શ્રી ચતુર્વેદીએ ઉમેર્યું .

શ્રી એસ કે ચતુર્વેદીએ

મેનેજીંગ ડિરેક્ટર, ફોરેસ્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા

ભારત સરકારની ગ્રાન્ટથી ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત ફોરેસ્ટ કોર્પોરેશન દ્વારા આદિવાસી તથા વનવાસી જાતિના લોકોની આવક વધે એ ધ્યાનમાં રાખી આ લોકો પાસેથી ગૌણ વન પેદાશોનું એકત્રીકરણ કરાવાય છે. ખાસ કરીને કચ્છ જિલ્લાના આ આદિવાસી અને વિચરતી જાતિના લોકો મુખ્યત્વે છૂટક મજુરી તેમજ વન પેદાશો પર પોતાનું ગુજરાન ચલાવે છે. હાલની પરિસ્થિતીમાં છૂટક મજુરી બંધ થતાં તેમના માટે ભારત સરકારની આ સ્કીમ આશીર્વાદરુપ બની છે. આ સ્કીમ થકી મધનાં કલેક્શનના વળતરની ચુકવણી થતાં કપરો સમય પણ સહેલો બન્યો છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતીઓને ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસ અંગે ગુજરાતના લોકો ને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના… જય જય ગરવી ગુજરાત !”

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના લોકોને તેમના સ્થાપના દિવસ પ્રસંગે શુભકામનાઓ આપી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રવાસીઓને એમના રાજ્ય દિવસના અવસરે શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “મહારાષ્ટ્રના સ્થાપના દિવસે મારી દરેક મહારાષ્ટ્રવાસી ભાઈ બહેનોને શુભકામના છે, ભારતના વિકાસમાં મહારાષ્ટ્રનું મહત્વપૂર્ણ યોગદાન છે,આવનાર વર્ષોમાં રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિમાટે પ્રાર્થના કરું છું,જય મહારાષ્ટ્ર.”

દક્ષિણ આંદામાન સમુદ્ર અને નજીકમાં આવેલા બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર પર હવાનું હલકું દબાણ સર્જાયું

ભારતીય હવામાન ખાતાના ચક્રાવાત ચેતવણી વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ આંદામાન સમુદ્ર અને નજીકમાં આવેલા બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં 01 મે 2020ના રોજ સવારથી હવાનું હલકું દબાણ સર્જાયું છે. તે વિલંબ સાથે ધીમી ગતિએ તીવ્ર થાય તેવી શક્યતા છે.

તદઅનુસાર, આગામી 48 કલાક દરમિયાન આ દબાણ વધુ મજબૂત થવાની શક્યતા છે અને ત્યારપછીના 48 કલાકમાં આંદામાન સમુદ્ર તેમજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર એક ડિપ્રેશનના રૂપમાં તે કેન્દ્રિત થાય તેવી સંભાવના છે અને તે પછી વધુ તીવ્ર થઇ શકે છે. 05 મે સુધી તે ઉત્તર- વાયવ્ય દિશામાં ધીમે ધીમે આગળ વધે તેવી સંભાવના જોવાઇ રહી છે.

તેના પ્રભાવમાં, આગામી 5 દિવસ દરમિયાન આંદામાન સમુદ્ર અને તેના નજીકના વિસ્તાર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ આંદામાન અને નિકોબારના ટાપુ સમૂહ પર પ્રતિકૂળ હવામાન રહેવાની શક્યતા છે.

ચેતવણીઓ:

(i) વરસાદ (ટાપુઓ પર):

1 અને 2 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહની કેટલીક જગ્યાઓ પર તેમજ 3 થી 5 મે દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નિકોબાર ટાપુ સમૂહમાં 2 અને 3 મેના રોજ અલગ અલગ સ્થળે ભારે વરસાદની આગામી પણ કરવામાં આવી છે. 4 અને 5 મેના રોજ આંદામાન અને નિકોબારના ટાપુ સમૂહમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

(ii) હવાની ચેતવણી

1 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે જ્યારે 2 અને 3 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. 4 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 45- 55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે. તેમજ, 5 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ- પૂર્વ બંગાળની ખાડીમાં 50- 60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા જણાઇ રહી છે.

(iii) સમુદ્રની સ્થિતિ

1 થી 5 મે 2020 દરમિયાન દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ- પૂર્વ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહેવાની શક્યતા છે.

(iv) માછીમારોને ચેતવણી

માછીમારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ 1 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં, 2 અને 3 મેના રોજ દક્ષિણ આંદામાનન સમુદ્ર અને દક્ષિન-પૂર્વ બંગાળની ખાડીમાં તેમજ, 4 અને 5 મેના રોજ આંદામાન સમુદ્ર તેમજ તેની નજીકમાં આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારમાં જવાનું ટાળે.

ECIએ મહારાષ્ટ્રમાં વિધાનસભાના સભ્યો (MLA) દ્વારા વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી 21 મે 2020ના રોજ યોજવાનો નિર્ણય લીધો

મહારાષ્ટ્ર રાજ્યમાં MLA દ્વારા MLCની ખાલી પડેલી નવ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજવાની શક્યતા સંબંધે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી આયુક્ત શ્રી સુનિલ અરોરા સાથે આ બેઠકમાં ચૂંટણી આયુક્ત શ્રી અશોક લવાસા અને ચૂંટણી આયુક્ત શ્રી સુશીલ ચંદ્ર વીડિયો કૉલ દ્વારા (USAથી) જોડાયા હતા.

મહારાષ્ટ્રમાં 24 એપ્રિલ 2020ના રોજ MLA દ્વારા MLCની નવ બેઠકો ખાલી પડી છે (બીડાણ A). ECIએ કોવિડ-19ના કારણે ઉભા થયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને 03 એપ્રિલ 2020ના રોજ અનુચ્છેદ 324 અંતર્ગત આગામી આદેશ સુધી ચૂંટણી મુલતવી રાખવાનો આદેશ બહાર પાડ્યો હતો.

ચૂંટણી પંચને 30 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય સચિવનો પત્ર પ્રાપ્ત થયો હતો જેમાં મુખ્ય સચિવે નોંધ્યું હતું કે, મહામારીને અંકુશમાં લેવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે અને રાજ્ય સરકારના આકલન અનુસાર MLA દ્વારા MLCની ખાલી પડેલી નવ બેઠકોની ચૂંટણી સલામત માહોલમાં યોજાઇ શકે છે. રાજ્ય સરકારે પંચને ખાતરી આપી છે કે, આ ચૂંટણી સંપૂર્ણપણે સ્વચ્છતાની સ્થિતિમાં સામાજિક અંતર અને સંબંધિત સત્તાધીશો દ્વારા લાગુ કરવામાં આવેલી અન્ય શરતોનું ચુસ્ત પાલન કરીને યોજવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધોના કારણે દેશભરમાં ફસાયેલા લોકોના આવનજાવન માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એક આદેશ બહાર પાડીને દેશભરના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ઝડપથી આવનજાવન માટે રેલવે મંત્રાલય (MoR) દ્વારા વિશેષ ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે.

રેલવે મંત્રાલય દ્વારા આ ટ્રેનોની ગતિવિધિ સંબંધે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન કરવા માટે નોડલ અધિકારી (અધિકારીઓ)ની નિયુક્તિ કરવામાં આવશે. ટિકિટના વેચાણ; રેલવે સ્ટેશનો, ટ્રેનના પ્લેટફોર્મ અને ટ્રેનની અંદર સામાજિક અંતર અને અન્ય સલામતીના માપદંડોના અનુપાલન અંગે પણ વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે

 

જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારના કર્મચારીઓની તમામ સેવાઓને લગતી સુનાવણી અને નિરાકરણ જમ્મુ અને કાશ્મીરમાં CAT બેંચમાં જ કરવામાં આવશે

મીડિયામાં છપાયેલ સમાચાર કે, “ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ (UT)ના કર્મચારીઓની તમામ સેવાના કેસોની સુનાવણી અને નિરાકરણ ચંડીગઢ CATમાં સ્થાનાંતરિત કર્યું”, તે પછી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે ના તો અરજીકર્તાઓને અને ના તો અરજી કરવા માટે વકીલને ચંડીગઢ જવાની કે કર્મચારીઓની સેવાના કેસમાં સંલગ્ન ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત થવાની જરૂર છે. ચંડીગઢ સર્કીટ શબ્દ તે અર્થમાં ખોટી વ્યાખ્યા કરવામાં આવી રહી છે કે અરજીકર્તા/ વકીલને ચંડીગઢ જવાની જરૂર પડશે જ્યારે હકીકતમાં એવું નથી. કેન્દ્ર સરકાર તથા જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના UT કર્મચારીઓની તમામ સેવાઓની સુનાવણી અને નિરાકરણ જમ્મુ અને કાશ્મીરમાં CAT બેંચમાં જ કરવામાં આવશે.

એ બાબતનું પુનઃ ઉચ્ચારણ કરવામાં આવે છે કે પહેલા પણ CAT બેંચ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતી સેવાના કેસોમાં ઉકેલ લાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પોતાની બેઠકોનું આયોજન કરતી આવી છે. એકમાત્ર તફાવત હવે માત્ર એ છે કે તે હવેથી UTના કર્મચારીઓને લગતી સેવાના કેસોનું પણ નિરાકરણ કરશે અને એટલા માટે જમ્મુ અને કાશ્મીર UTમાં વધુ અને વારંવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે.

મામલાઓની નોંધણી પણ સ્થાનિક રૂપે ઓનલાઈન અથવા કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ સ્થપાનાર CATના સચિવાલય કાર્યાલયમાં કરવામાં આવી શકે તેમ છે. જમ્મુ અને કાશ્મીરના UTમાં CATના માધ્યમથી કેસોનું નિરાકરણ ન્યાયની યોગ્ય અને ઓબ્જેક્ટીવ ડિલીવરીની ખાતરી કરશે.

લૉકડાઉનને કારણે અલગ અલગ સ્થળોએ ફસાયેલા હિજરતી કામદારો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓની હેરફેર માટે રેલવે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

આ વિશેષ ટ્રેનો બંને સંબંધિત રાજ્ય સરકારોની વિનંતીથી એક સ્થળેથી બીજા સ્થળે જશે

લૉકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોની હેરફેર માટે ગૃહ મંત્રાલયે બહાર પાડેલી માર્ગરેખાઓ અનુસાર આજથી એટલે કે “શ્રમ દિન” થી હિઝરતી મજૂરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ અને અન્ય વ્યક્તિઓ માટે ખાસ “શ્રમિક સ્પેશ્યલ ટ્રેન” શરૂ કરવામાં આવશે.

બંને સંબંધિત રાજ્યોની સરકારોની વિનંતીથી આવી વ્યક્તિઓને મોકલવા અને સ્વિકારવા અંગે જાહેર કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ આ ખાસ ટ્રેનો એકથી બીજા સ્થળ સુધી દોડશે. રેલવે અને રાજ્ય સરકારો વરિષ્ઠ અધિકારીઓની આ કામગીરીના સંકલન માટે તથા “શ્રમિક સ્પેશ્યલ ટ્રેન” ના સુગમ સંચાલન માટે નોડલ ઓફિસરોની નિમણુંક કરશે.

જે રાજ્યમાંથી પેસેન્જરો મોકલવાના હશે તે રાજ્યોએ પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને જેમનામાં કોઈ ચિહ્નો નહીં જણાય તેવી વ્યક્તિઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવશે. આ લોકોને સ્વિકારનાર રાજ્ય સરકારોએ વિવિધ બેચમાં આ પેસેન્જરોને સ્વિકારવાના રહેશે અને નિર્ધારિત રેલવે સ્ટેશને સેનેટાઈઝ કરાયેલી બસોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગના ધોરણો તથા અન્ય સાવચેતીઓ જળવાય તે રીતે સ્વિકારવાના રહેશે. દરેક પેસેન્જરે ચહેરો ઢાંકવા માટે ફેસમાસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે. જે રાજ્યો મૂળ સ્ટેશનેથી પેસેન્જરો મોકલશે તેણે ભોજન અને પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવાની રહેશે.

રેલવે તંત્ર પેસેન્જરોના સહયોગથી સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સ્વચ્છતાના ધોરણો જળવાય તે માટે પ્રયત્નશીલ રહેશે. લાંબા રૂટ ઉપર રેલવે તંત્ર પ્રવાસ દરમ્યાન ભોજન પૂરૂં પાડશે.

આ ટ્રેનો જ્યારે નિર્ધારિત સ્થળે પહોંચે ત્યારે જે તે રાજ્યની સરકાર પેસેન્જરોનો સ્વિકાર કરશે અને તેમના સ્ક્રીનીંગ અને જરૂર જણાય તો ક્વોરેન્ટાઈન માટે જરૂરી વ્યવસ્થા કરશે અને રેલવે સ્ટેશનથી આગળ જવા માટે છૂટ આપશે.

હાલના કટોકટીભર્યા તબક્કે રાષ્ટ્ર જ્યારે સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતીય રેલવેના તમામ અધિકારીઓ અને સ્ટાફ આપણાં સાથી ભારતીયો માટે કટિબધ્ધ છે અને દરેક વ્યક્તિનો સહયોગ અને સહકાર ઈચ્છે છે.

વિખાશાપટ્ટનમ સ્માર્ટ સિટી પરિચાલન કેન્દ્રો કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ચોવીસ કલાક કાર્યરત છે

વિશાખાપટ્ટનમમાં આવેલા સ્માર્ટ સિટી પરિચાલન કેન્દ્રો કોવિડ 19ના વ્યવસ્થાપન માટે ત્રણ પાળીમાં ચોવીસ કલાકના ધોરણે કામ કરે છે. આ કેન્દ્રોમાં થતી પ્રવૃત્તિઓનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

● સમગ્ર શહેરમાં 90 સ્થળે લગાવવામાં આવેલી સાર્વજનિક જાહેરાત સિસ્ટમ દ્વારા સાવચેતીના પગલાં અને કોવિડ-19 સંબંધિત માહિતીની જાહેરાત કરવામાં આવે છે.

● શહેરમાં મુખ્ય 10 સ્થળે લગાવવામાં આવેલા ડિજિટલ સાઇન બોર્ડ (વેરિએબલ મેસેજ ડિસ્પ્લે)ના માધ્યમથી કોવિડ-19 સંબંધિત માહિતીનો પ્રસાર કરવામાં આવે છે.

● મહત્વપૂર્ણ વિસ્તારો અને મુખ્ય જંકશન પર સર્વેલન્સ સિસ્ટમ (સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલા 500 કૅમેરા)ની મદદથી દેખરેખ રાખવામાં આવે છે.

● COC ખાતે આવેલા કોવિડ હેલ્પડેસ્ક/ સંપર્ક કેન્દ્ર દ્વારા દૈનિક ધોરણે CMOH & DMOH સાથે મળીને વિદેશથી આવતા નાગરિકોનું ટ્રેસિંગ અને દેખરેખ રાખવામાં આવે છે. જાહેર આરોગ્ય જેવા વિભાગો, શહેર અને જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે સમય સમયે સંકલન કરવા માટે હેલ્પડેસ્ક/ સંપર્ક કેન્દ્રો ચોવીસ કલાકના ધોરણે કામ કરે છે.

● ઇમજરન્સી કૉલ્સના જવાબ આપવા અને તદઅનુસાર વિવિધ વિભાગો સાથે ફોલોઅપ લેવા માટે COC ખાતે ટૉલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે.

● વિદેશથી પરત ફરેલા તમામ લોકોને ટ્રેસ કરવા અને તેમની સ્થાન જાણવા માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મોબાઇલ એપ્લિકેશન પરથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે ક્લસ્ટર મેપિંગ અને ઉચ્ચ જોખમના રંગોના કોડ સાથેનું મેપિંગ કરવામાં આવે છે જેમાં GISનો ઉપયોગ કરીને COCમાં શ્રેણી અનુસાર ક્લસ્ટર એટલે કે 0-14, 15-28 અને 28 દિવસથી વધુ એ પ્રમાણે મેપિંગ કરવામાં આવે છે. ઉપરોક્ત વિશ્લેષણના આધારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેન્ડમ નમૂના પણ એકત્રીત કરવામાં આવે છે.

● ઓળખી કાઢવામાં આવેલા પોઝિટીવ વિસ્તારોમાં ફિલ્ડ સ્તરે ANM/ આશા/ સ્વયંસેવકો દ્વારા ચેપગ્રસ્ત ક્લસ્ટરના સર્વેક્ષણ માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

● વિશાખાપટ્ટનમમાં 20 ઝડપી પ્રતિક્રિયા ટીમ (RRT) તૈયાર કરવામાં આવી છે અને આ ટીમોનું સંબંધિત ટીમની એમ્બ્યુલન્સમાં લગાવવામાં આવેલા મોબાઇલ ટેબના આધારે ટ્રેકિંગ કરવામાં આવે છે.

● RRT એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં સંબંધિત ટીમોના તમામ ડૉક્ટર ફિલ્ડ પરથી સીધા જ શંકાસ્પદ/ તપાસ કરવામાં આવેલા લોકોની વિગતો અપલોડ કરી રહ્યા છે. આ તમામ વિગતો પર COC અને સંબંધિત સમિતિઓ દ્વારા વાસ્તવિક સમયમાં જ દેખરેખ રાખવામાં આવે છે.

● લક્ષણો દેખાતા હોય તેવા લોકોના નમૂનાના એકત્રીકરણ માટે 4 મોબાઇલ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો પર COC દ્વારા મોબાઇલ ટેબ આધારિત ટ્રેકિંગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. વધુમાં વાસ્તવિક સમયમાં જ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી સંબંધિત ડૉક્ટરો દ્વારા જે-તે દર્દીની વિગતો સબમિટ કરવામાં આવે છે.

● સ્વયંસેવકો દ્વારા ઘરે ઘરે જઇને કરવામાં આવતા સર્વેક્ષણ પર દેખરેખ રાખવામાં આવે છે અને નિયમિત ધોરણે સંબંધિત સમિતિના ઇન્ચાર્જ સમક્ષ તેનો અહેવાલ રજૂ કરવામાં આવે છે.

● જાહેર આરોગ્ય શાખા દ્વારા ચેપગ્રસ્ત વિસ્તારોમાં બ્લિચિંગ અને સફાઇની અન્ય પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે.

● આવશ્યક ચીજો અને કરિયાણાને વેન્ડરની વિગતોનો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસાર કરવામાં આવે છે. સમર્પિત હેલ્પડેસ્ક નંબરો 0891- 2869106, 2869110 પણ લોકોમાં ફરતા કરવામાં આવ્યા છે જેથી આવશ્યક ચીજો અથવા કરિયાણા સંબંધિત કોઇપણ ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય.

● સાવચેતીના સંદેશા/ માહિતીઓ ટ્વીટર/ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

શ્રી અજય તિર્કીએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં સચિવનો પદભાર સંભાળ્યો

શ્રી અજય તિર્કીએ આજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (WCD)માં સચિવના રૂપમાં પદભાર સંભાળ્યો. તેઓ મધ્ય પ્રદેશ કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે શ્રી રવીન્દ્ર પવારનું સ્થાન લીધું છે, જે ગઈકાલે સેવા નિવૃત્ત થઇ ગયા છે.

સરકારે પીએમઇજીપી પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી આપવા આડેનો “અવરોધ” દૂર કર્યો; કેવીઆઇસી ઝડપી અમલીકરણની સુનિશ્ચિતતા કરશે

દેશમાં રોજગારીનું સર્જન કરવાના ઝડપીને વેગ મળશે. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીના નેતૃત્વમાં અતિ નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોના મંત્રાલય (એમએસએમઈ)એ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઇજીપી) હેઠળ કરેલી ભલામણોમાં જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા સ્તરીય કાર્ય દળ સમિતિ (ડીએલટીએફસી)ની ભૂમિકાને દૂર કરવાનો એક નોંધપાત્ર અને મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે, જેથી સંપૂર્ણ પ્રક્રિયા અતિ સરળ બની ગઈ છે.

પીએમઇજીપી યોજનાના અમલ માટે નોડલ એજન્સી ખાદી અને કુટિર ઉદ્યોગ પંચ (કેવીઆઇસી) તમામ સ્થિતિસંજોગોનો વિચાર કરીને સંશોધિત માર્ગદર્શિકા મુજબ સંભવિત ઉદ્યોગસાહસિકોની દરખાસ્તો/અરજીઓને સીધી મંજૂરી આપશે તથા ધિરાણ સંબંધિત નિર્ણયો લેવા માટે બેંકોને મોકલશે. અત્યાર સુધી ડીએલટીએફસી દરખાસ્તોની ચકાસણી કરતી હતી, જેનાથી વિવિધ પ્રોજેક્ટને મંજૂરી મળવામાં ઘણી વાર વિલંબ થતો હતો.[:]