[:gj]ભોયણમાં છોકરી ભગાડી જવાની અદાવતમાં આધેડ પર તલવાર વડે હુમલો[:]

[:gj]ડીસા, તા.૧૦

ડીસાના ભોંયણ પાસે રવિવારે રાત્રે સેવા કેમ્પ પર એક શખ્સે તલવાર વડે હુમલો કરી રણજિતજી રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અગાઉ આ શખ્સ એક પરણિત મહિલાને લઇને નાસી ગયો હતો. દરમ્યાન રણજીતજીએ તેને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી તલવાર વડે હુમલો કરતા તેની વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ભોયણ નજીક સેવા કેમ્પ દરમિયાન રવિવારે રાત્રિના અંદાજિત સાડા બાર વાગ્યાના સુમારે પદયાત્રિકોને સેવા અપાઇ રહી હતી. આ દરમિયાન સમાજના અરજણજી રાઠોડના ભાઇ રણજીતજી રાઠોડ રોડ પર ઉભા રહી પદયાત્રિકોને સેવાનો લાભ લેવા બોલાવી રહ્યા હતા. આ દરમિયાન ડીસા જુના ટેલિફોન એક્સચેન્જ પાછળ રહેતા નરેશજી કલાજી રાઠોડ હાથમાં તલવાર સાથે આવી અને રણજીતજી પર હુમલો કર્યો હતો. જેથી તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. બનાવના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જોકે અંધારાનો લાભ લઈ નરેશ રાઠોડ નાસી છૂટયો હતો. જોકે રણજીતજી જમીન પર ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે ડીસા સરકારી દવાખાને સારવાર કરાવી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

 [:]