[:gj]મંદિરો તોડવા સામે અમપા સામે બજરંગદળ આકરા પાણીએ[:]

[:gj]અમદાવાદ,તા.૧૪
શહેરના સુભાષબ્રિજ પાસે રસ્તા માટે ત્રણ દિવસ રાતના બે વાગે અમપા દ્વારા તોડી પાડવામાં આવેલા મંદિર મામલે બજરંદળ હવે આકરા પાણીએ છે.અમપાના મેયર બિજલ પટેલને આપવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં મંદિર તોડવા મામલે ઉગ્ર પ્રતિક્રીયા સાથે મેયરને કહેવાયુ,મંદિરો વિકાસના નામે તોડાય છે તો રસ્તા પરની કબરો તંત્રના અધિકારીઓને કેમ દેખાતી નથી.જા હવે પછી પણ મંદિરો તોડવાની કાર્યવાહી જારી રહેશે તો બજરંગદળ દ્વારા જે કાર્યવાહી થાય એનો સામનો કરવાની તૈયારી રાખજો તેવી બજરંગદળે ચિમકી ઉચ્ચારી છે.

સોમવારે બજરંદળના આગેવાનો સંયોજક જવલિત મહેતા અને વિહીપના દક્ષેશ મહેતા સહીતના આગેવાનો મેયર બિજલ પટેલને મળ્યા હતા.આપવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં એવી રજૂઆત કરાઈ છે કે,કાંકરીયા સ્પોર્ટસ કોંપલેક્ષ આગળ વર્ષો પહેલા નાની કબર હતી.એ કબરે આજે વિશાળ જગ્યા કવર કરી લીધી છે.એ કેમ અધિકારીને દેખાતી નથી.સુભાષબ્રિજના છેડે વર્ષો જુનુ મંદિર તોડી પડાયુ.ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ એમ કહે છે કે,બીપીએમસી એકટ મુજબ એમને મંદિર સહીતના ધાર્મિક બાંધકામો તોડી પાડવાની સત્તા મળેલી છે.તો આજ રોડ પર આવેલી કબર કેમ એમને ન દેખાઈ,સરખેજમાં પણ મંદિર તોડી પડાયુ પણ કબર ન તોડવામાં આવી.ભાજપની આ પ્રમાણેની લઘુમતીઓના તુષ્ટિકરણની નીતિ બજરંદળ સાંખી નહીં લે.ભવિષ્યમાં જો મંદિર તોડાશે તો બજરંગળ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીનો પ્રતિકાર કરવાની તૈયારી રાખજા.મેયરે આવેદનપત્ર સ્વીકારી ઘટતુ કરવાની ખાત્રી આપી હોવાનુ જાણવા મળે છે.

બ્રિટનથી પરત ફરેલા અમિત શાહે દરમિયાનગિરી કરી

મંદિર તોડવાના મામલે બ્રિટન પ્રવાસે ગયેલા અને પરત ફરેલા પુર્વ મેયર અમિત શાહે કડક વલણ અપનાવી ડેપ્યુટી કમિશનર આર્જવ શાહને મંદિર તોડવા મામલે જવાબ માંગતા આર્જવ શાહે તેમને મંદિર તોડવાની સુચના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.કે.મહેતા(રીવરફ્રંટ અને વહીવટ) દ્વારા આપવામાં આવી હોવાનો જવાબ આપતા અમિત શાહે મંગળવારે જે જગ્યાએ મંદિર તોડવામાં આવ્યુ છે એ સ્થળ પર જઈ રીપોર્ટ આપવા સુચના આપી છે.[:]