[:gj]મહાદેવપુરા સાંપ્રાની ટીમ અંડર-17 ફૂટબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન, દીકરીઓનું સામૈયું કરાયું[:]

[:gj]રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરતા સરસ્વતી તાલુકાના સાપ્રા (મહાદેવપુરા)ગામની દીકરીઓની ટીમ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનતાં ગ્રામજનોએ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સામૈયું કર્યું હતું, ગામમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જાયો હતો.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ 2019 અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની અંડર 17 ગર્લ્સ ફૂટબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પાટણ અને હિંમતનગર એકેડેમી વચ્ચેની ફાઇનલ મેચમાં પાટણ એકેડેમીની સાંપ્રા(મહાદેવપુરા)ની 16 દીકરીઓ બે (2:0) ગોલથી વિજેતા બની હતી. જેમાં કેપ્ટન અંતરબેન મેવાજી ઠાકોરની ટીમની ખેલાડીઓ અને કોચ રંગતજી ઠાકોર, વિરમજી ઠાકોરની મહેનત રંગ લાવી હતી. આ તમામ બાળકીઓ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઉંદરા ખાતે અભ્યાસ કરે છે. આ ટીમની સાત ખેલાડીઓ અગાઉ નેશનલ કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં પસંદગી પામી હતી. જ્યારે એક ખેલાડી શિલ્પાબેન દેવાજી ઠાકોર ભારતની ટીમમાં સ્ટેન્ડ બાયમાં પસંદગી પામી હતી.

2 ઓક્ટોબરથી પાટણ ખાતે અગ્ર સચિવ સી.વી. સોમ એસોસિયન ફૂટબોલ સેક્રેટરી ગુલાબ સિંહ ચૌહાણ પાટણના સીનીયર કોચ નટવરસિંહ સીસોદીયા પાટણ ડી.એસ.ઓ વિરેન્દ્ર પટેલ એસો.સેક્રેટરી અર્જુન ઠાકોર, જે એમ. ઠાકોર સહિતના પ્રયાસોથી એકેડેમી શરૂ કરાઇ છે અને મહાદેવપુરાની દરેક ખેલાડીઓનો એકેડેમીમાં સમાવેશ કરાયો છે.

 [:]