[:gj]મહેસાણા, ઊંઝા અને વિજાપુરમાં 33 રોડ ધોવાતા 80 લાખનું નુકસાન[:]

[:gj]મહેસાણા, તા.19

મહેસાણા જિલ્લામાં તાજેતરના વરસાદના કારણે મહેસાણા, ઊંઝા અને વિજાપુર તાલુકામાં સ્ટેટ હસ્તકના 33 રોડ ઉપર ડામરની સપાટીનું ધોવાણ, રેઇનકટ તેમજ પેચ પડી જવાથી રૂ.79.67 લાખના નુકસાનનો અંદાજ વિભાગે માંડ્યો છે. જ્યારે પંચાયત હેઠળના ગ્રામીણ રસ્તાઓમાં ખેરાલુ અને સતલાસણા તાલુકાના 6 રોડમાં સરફેસીંગ, ડામરપેચ ધોવાણથી રૂ.14.50 લાખનું નુકસાન થયું છે. હજુ બાકીના 7 તાલુકામાં રસ્તાઓનો પ્રાથમિક સર્વે કરાઇ રહ્યો હોઇ વરસાદના કારણે નુકસાનનો આંકડો વધવાની શકયતા છે.

સ્ટેટ હસ્તકના રસ્તાઓને થયેલું નુકસાન આ મુજબ છે, 

મહેસાણા-લાખવડ- કડવાસણ- ખેરવા-મુલસણ- મેઉ-ખેરવા-ગોઝારિયા રોડ (2.93 કિમી), મહેસાણા- વિસનગર- વડનગર- ખેરાલુ-આંબાઘાંટા રોડ (2 કિમી), અમદાવાદ-મહેસાણા- પાલનપુર રોડ (7 કિમી), પાટણ- ઊંઝા- વિસનગર રોડ (1.50 કિમી), મહેસાણા -વિસનગર રોડ (2.20 કિમી), મહેસાણા બાયપાસ રોડ (10 કિમી), મહેસાણા-બોદલા- મોઢેરા રોડ (20.10 કિમી), સુંદરપુર-માઢી રોડ (1.50 કિમી), માઢી- પેઢામલી રોડ (0.90(કિમી), અભરામપુરા- માલોસણ (0.50 કિમી), અભરામપુરા-ખરોડ (1.70 કિમી), ગુંદરાસણ- સરદારપુરા (1.15કિમી), ગુંદરાસણ- બામણવા રોડ (1.80 કિમી), ખરોડ-મંડાલી (2.10 કિ.મી), જંત્રાલ -મલાવથી તાલુકા બોર્ડર (1.80 (કિમી), તાતોસણ- ખરોડ (0.80 કિમી), રણછોડપુરા- આગલોડ-ફુદેડા (1 કિમી), પળી- ઉનાવા (5 કિમી), ઊંઝા- દાસજ (12 કિમી), વિસનગર-દેણપ-કહોડા (24.40 કિમી), ચંદ્રાવતી-બ્રાહ્મણવાડા- કામલી (17.50 કિમી), જોટાણા-મોદીપુર-અંબાસણ (6.50 કિમી), ગોકળગઢ એપ્રોચ રોડ (0.93 કિમી), મગુના- દેલોલી (3 કિમી), બલોલ-પાલેજ (3.73 કિમી), ભેંસાણા- અંબાસણ (3.73 કિમી), ટુંડાલી એપ્રોચ રોડ (1.25 કિમી), આંબલિયાસણ-કટોસણ -દેકાવાડા (12.20 કિમી), બલોલ-પાલજ- નદાસા (7.50 કિમી), મીઠા-ગમાનપુરા (2 કિમી)

 [:]