[:gj]મહેસાણા, વિસનગર અને કડીમાં 39 દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા, 40 કિલો મિઠાઇનો નાશ[:]

[:gj]મહેસાણા, તા.૧૭
દિવાળી આવતાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેમ બુધવારે મહેસાણા, કડી અને વિસનગર શહેરમાં રેડ કરી ફરસાણની 39 દુકાનોમાંથી 32 નમૂના લીધા હતા. જ્યારે 40 કિલો વાસી મિઠાઇનો નાશ કર્યો હતો.

દિવાળીના તહેવાર સમયે અખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ સંબંધે ઉઠેલી ફરિયાદો વચ્ચે બુધવારે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન વિભાગે મહેસાણા શહેરમાં મિઠાઈ ફરસાણના કુલ 10 નમૂના લીધા હતા.

કડી હાઇવે સ્થિત રાજવી સ્વીટ માર્ટ, મનીષ મિઠાઇ ઘર સહિત 9 જેટલી મિઠાઇ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતી રેડ કરી લીધેલા નમૂના પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. જ્યારે વિસનગર શહેરમાં ડેપો વિસ્તારમાં તેમજ સોના કોમ્પ્લેક્સમાં આવેલ સ્વીટ અને ફરસાણની 10 દુકાનમાં ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં વિવિધ દુકાનમાંથી 13 સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે 40 કિલો વાસી મિઠાઇનો નાશ કરાયો હતો.

[:]