[:gj]માથાભારે માણસોના કારણે કિડોતરમાં હિજરત, ભુતડીયાએ કંઈ ન કર્યું  [:]

[:gj]અમીરગઢ તાલુકાના કિડોતર ગામના હનિફભાઈએ પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા. ગામના સરપંચ પાનાબેન કે વગદડીયા અને તલાટી ધનરાજ વી ભુતડીયાએ પોતાના ગામના આ પીડિત પરિવાર માટે કંઈ કર્યું નથી.

હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભારે કુટુંબીજનો  વચ્ચે અગાઉ અવાર નવાર ઝઘડા તકરાર થયા હતા. જે અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરતા માથાભારે આરોપીઓના ડરથી હનીફભાઈ  મુસલાએ પોતાના પરિવાર સાથે ગામ છોડીને હિજરત કરી હતી.

પીડિત પરિવારએ, માથાભારે આરોપીઓ સામે પગલાં ભરવા અને પોતાના પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવા સાથે તેમના વસવાટની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અમીરગઢ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરાયા હતા.

અમીરગઢના કિડોતર ગામના હિજરતી પરિવારને પોલીસે રક્ષણ આપ્યું હતું. હિજરતી પરિવાર અમીરગઢ પોલીસના રક્ષણ સાથે ગામમા ગયું હતું. પરિવારના સભ્યો બાળકો અને માલ સામાન સહિત કલેકટર કચેરી પહોંચ્યા હતા.

સુખી ગામ, લોકો દુઃખી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાથી આશરે 4 કી.મી દુર  કિડોતર ગામ આવેલું છે. ગામની વસ્તી 5207 છે. ગામમાં 5 પ્રાથમિક શાળા છે. ગામનો મૂળ આધાર ખેતી અને પશુપાલન છે. ગ્રામ પંચાયત દ્રારા ગામના પાણી ના નિકાલ માટે ગટર લાઈન અને આર.સી.સી. રોડની વ્યવસ્થા કરેલી છે. 7 બોર અને 9 પાણીની ટાંકી દ્વારા ઘરે નળથી પાણી આપવામાં આવે છે. ગ્રામ પંચાયત ઈંટરનેટથી જોડાયલ છે. પણ લોકોથી જોડાયેલું નથી.[:]