[:gj]માનવ તસ્કરી અટકાવવાના કાયદાનો ગુજરાતમાં અમલ ક્યારે [:]

[:gj]કેન્દ્રી મંત્રીમંડળે 28 ફેબ્રુઆરી 2018માં વ્યક્તિઓની તસ્કરી (અટકાવવા, સુરક્ષા અને પુનર્વસન) ખરડો, 2018 લોકસભામાં પ્રસ્તુત કરવા માટે મંજૂરી આપી હતી. પણ પછી તેનો અમલ ગુજરાતમાં જોવા મળતો નથી.

આ ખરડાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

બિલઅટકાવવા, બચાવ અને પુનર્વસનની દ્રષ્ટિએ તસ્કરીની સમસ્યાનું સમાધાન પ્રદાન કરે છે.
તસ્કરીનાં ગંભીર સ્વરૂપોમાં જબરદસ્તી મજૂરી, ભીખ માંગવી, સમય પહેલા યૌન પરિપક્વતા માટે કોઈ વ્યક્તિને રાસાયણિક પદાર્થ કે હોર્મોન આપવા, લગ્ન કે લગ્નનાં છળકપટ અંતર્ગત કે વિવાહ પછી મહિલાઓ અને બાળકોની તસ્કરી સામેલ છે.
વ્યક્તિઓની તસ્કરીને પ્રોત્સાહન આપવા અને તસ્કરીમાં સહાયતા માટે બનાવટી પ્રમાણપત્ર બનાવવા, છપાવવા, જાહેર કરવા કે જાહેર કર્યા વિના વહેંચવા, નોંધણી કરે સરકારી જરૂરિયાતોનાં પાલનનાં સાક્ષ્ય સ્વરૂપે સ્ટીકર અને સરકારી એજન્સીઓ પાસેથી મંજૂરી અને આવશ્યક દસ્તવાજો પ્રાપ્ત કરવા માટે છળકપટ કરનાર વ્યક્તિને સજાની જોગવાઈ છે.
પીડિતો/સાક્ષીઓ તથા ફરિયાદ કરનારની ઓળખ પ્રકટ ન કરી ગોપનીયતા જાળવી રાખવી. પીડિતની ગોપનીયતા તેમનું નિવેદન વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લઈને જાળવી શકાય છે. (તેનાથી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય અપરાધો અટકાવવામાં મદદ મળે છે.)
અદાલતની સમયસરસુનવણી અને પીડિતોને પરત મોકલવા-તેની નોંધણી કરવાની તારીખથી એક વર્ષની અંદર.
બચાવેલા લોકોની ત્વરિત સુરક્ષા અને તેમનું પુનર્વસન. પીડિત શારીરિક, માનસિક આઘાતથી બચવા માટે 30 દિવસની અંદર વચગાળાની સહાયતાનાં હકદાર છે તેમજતહોમતનામું દાખલ કરવાની તારીખથી 60 દિવસોની અંદર ઉચિત રાહત મેળવવા માટે પણ.
પીડિતનું પુનર્વસન આરોપી વિરૂદ્ધ ગુનાહિત કાર્યવાહી શરૂ થવા કે કેસનાં ચુકાદા પર નિર્ભર નથી.
સૌપ્રથમ વખત પુનર્વાસ ભંડોળ બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ પીડિતનાં શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક દેખભાળ માટે થશે. તેમાં તેનું શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય, દેખભાળ, મનોવૈજ્ઞાનિક સમર્થન, કાયદાકીય સહાયતા અને સુરક્ષિત રહેઠાણ વગેરે સામેલ છે.
કેસોની ઝડપથી સુનાવણી માટે દરેક જિલ્લામાં વિશેષ અદાલત.
આ ખરડો જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સ્તરે સમર્પિત સંસ્થાગત માળખું બનાવે છે. આ તસ્કરીને અટકાવવા, સુરક્ષા તપાસ અને પુનર્વસન કાર્ય માટે જવાબદાર હશે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ગૃહ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે તસ્કરી વિરોધી બ્યૂરોનું કામ કરશે.
સજા લઘુતમ 10 વર્ષનાં સખત કારાવાસથી લઈને આજીવન કારાવાસ છે તથા લઘુતમ એક લાખ રૂપિયાનો દંડ છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત ગુનાહિત જોડાણને તોડવા માટે સંપત્તિને જપ્ત કરવાની અને ગુનાખોરીમાંથી પ્રાપ્ત નાણાંને જપ્ત કરવાની જોગવાઈ છે.
આ ખરડો અપરાધનાં આંતરરાષ્ટ્રીયકરણને વ્યાપક સ્વરૂપે અટકાવે છે. રાષ્ટ્રીય તસ્કરી વિરોધી બ્યૂરો વિદેશી દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં અધિકારીઓની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે તાલમેળ સ્થાપિત કરશે, તપાસમાં આંતરરાષ્ટ્રીય સહાયતા કરશે, સાક્ષીઓ અને સામગ્રીઓને આંતરરાજ્ય, સરહદ પાર સ્થળાંતરણમાં સહાય આપશે તથા ન્યાયિક કાર્યવાહીઓમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય વીડિયો કોન્ફરન્સિંગમાં સહાયતા ઉપલબ્ધ કરાવશે.

પૃષ્ઠભૂમિ:

માનવ તસ્કરી મૂળભૂત માનવાધિકારીઓનાં ઉલ્લંઘન કરતો ત્રીજો સૌથી મોટો સંગઠિત અપરાધ છે. આ અપરાધનો સામનો કરવા માટે અત્યાર સુધી કોઈ વિશેષ કાયદો નહોતો. તેને ધ્યાનમાં રાખીને વ્યક્તિઓની તસ્કરી (અટકાવવા, સુરક્ષા અને પુનર્વસન) ખરડો, 2018 તૈયાર કરવામાં આવ્યો છે. આ ખરડો અત્યંત નબળી વ્યક્તિઓ, ખાસ કરીને મહિલા અને બાળકોને, પ્રભાવિત કરતાં ધૃણાસ્પદ અને અદ્રશ્ય અપરાધોનો સામનો કરવાનું સમાધાન પ્રદાન કરે છે.

નવો કાયદો ભારતને તસ્કરીનો મુકાબલો કરવામાં દક્ષિણ એશિયાઈ દેશોમાં નેતૃત્વ અપાવશે. તસ્કરી એક વૈશ્વિક ચિંતાનો વિષય છે અને તેનાથી અનેક દક્ષિણ એશિયાઈ દેશ પ્રભાવિત છે. આ દેશોમાં ભારત વ્યાપક ખરડો તૈયાર કરનાર અગ્રણી દેશ છે. યુએનઓડીસી અને સાર્ક દેશો ભારત તરફ નેતૃત્વની નજરે જોઈ રહ્યાં છે. આ ખરડો મંત્રાલયો, વિભાગો, રાજ્ય સરકારો, સ્વયંસેવક સંગઠનો અને આ ક્ષેત્રનાં નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ખરડામાં મહિલા અને બાળવિકાસ મંત્રાલયને પ્રાપ્ત સેંકડો અરજીઓમાં આપેલા સૂચનોને મોટી સંખ્યામાં સામેલ કરવામાં આવેલ છે. 60થી વધારે સ્વયંસેવક સંગઠનો સહિત વિવિધ હિતધારકો સાથે પ્રાદેશિક ચર્ચા દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં કરવામાં આવી હતી. ખરડાનો મંત્રીઓનાં સમૂહે પણ અભ્યાસ કર્યો છે.[:]