[:gj]મામલતદારનું કામ મુખ્ય પ્રધાન કરે છે[:]

[:gj]ગાંધીનગર, 25 ડિસેમ્બર, 2019

રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલ નુકશાન પેટે સહાય માટે રૂ.૩૭૯૫ કરોડની નુકશાન સહાય વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ રપ ડિસેમ્બર 2019થી શરૂ થયું છે. દરેક ખેડૂતોને આ રકમ ચૂકવાશે તેથી રાજ્યના 55 લાખ ખેડૂતો ગણતરી કરતાં દરેકના ખાતામાં સરેરાશ રૂ.6900 જમા થશે. પણ જે ખએડૂતને રૂ.10 લાખનું નુકસાન થયું હોય તેના વિમા કંપની આપશે કે કેમ તે નક્કી થયું નથી. જેના વિમા કંપનીએ ચૂકવવા જોઈએ તે નાણાં સરકાર ચૂકવી રહી છે.

જે કામ નાયબ મામલતદાર અને તાલુકા મામલતદાર દ્વારા થતું હતું તે હવે મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાન મંડળ પ્રસિદ્ધિ લેવા અને ખેડૂતોના દીલમાં રાજકીય જગા બનાવવા માટે કરી રહ્યાં છે. ખરેખ તો મુખ્ય પ્રધાનનો સમય કિંમતી હોય છે અને વહિવટમાં પુરતો સમય આપી શકે તે માટે તેમનો સમય બચાવવા માટે રાજ્યપાલ દ્વારા કેટલાંક જાહેર સમારંભોના અને જાહેર કાર્યક્રમો કરવામાં આવે છે જેથી મુખ્ય પ્રધાનનો સમય બગડે નહીં. પણ ગુજરાતના મુખ્ય પ્રધાનને સારો વહીવટ કરવાના બદલે મત કઈ રીતે વધુ મેળવી શકાય તેની ગણતરી કરીને રાજ્યના આર્થિક ખાડામાં ઊતારીને પણ પ્રસિદ્ધી માટે મામલતદાર કે કલેક્ટરે જે કામ કરવાના હોય છે તે કામ હવે મુખ્ય પ્રધાન કરી રહ્યાં છે.

વડોદરા, આણંદ નર્મદા, ભરુચ, છોટાઉદેપુર, મહેસાણા, રાજકોટ, અમદાવાદ, દાહોદ, ભાવનગર, સુરત અને કચ્છ  જિલ્લામાં તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના વિસ્તારોમાં કરશે. રાજ્યના ૮ કલસ્ટરમાં યોજાનારા આ સહાય વિતરણમાં  ખેડૂતોને સહાય આપવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ તથા તમામ પ્રધાનો અલગ અલગ વિસ્તારોમાં ઉપસ્થિત રહેશે.

અગાઉ શું થયું હતું ?

2019ના ચોમાસામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. માવઠાના પગલે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. આ સંદર્ભે પાક વીમા નોંધણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારે જે ખેડૂતોએ પાક વીમો ન લીધો હોય અને નુકસાની થઈ હશે તેમને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.

2018ના ચોમાસા માટે પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ  ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી.૧૫ થી ૧૭ લાખ ખેડૂતોને પાક વીમા સિવાય ઈનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે.

બે વર્ષમાં કેટલા ચૂકવાયા ?

૩૧ મે ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૦૧૭માં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને રૂ.૧૩,૯૨ કરોડ રવિ ઉનાળુ પાક માટે રૂ.૩૮00 કરોડ,  ૨૦૧૮માં ખરીફ પાક પેટે રૂ..૧૩,૩૫ તથા રવિ ઉનાળો પાક માટે રૂ.૩૩ અને આટલી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી પ્રીમિયમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

૨૦૧૭માં ખરીફ પાક માટે  એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈફ્કો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એમ મળી કુલ રૂ.૧૦,૫૪,૭૫,૮૭,૪૬૩ ચૂકવવામાં આવ્યા છે. ૨૦૧૭માં રવિ ઉનાળુ પાક માટે ઈફ્કો ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ રૂ.૧૪,૫૬,૭૨,૩૬૫ ચૂકવવામાં આવ્યા છે.

27 લાખથી વધુ ખેડૂતોને 353 લાખ હેક્ટર ખેતી જમીનને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોને SDRFના ધોરણો મુજબ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરદીઠ રૂ.6800ના ધોરણે ક્રોપ ઇનપુટ સબસીડીનું ચુકવણું કરવામાં આવી રહેલી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજયના ૯૬ તાલુકાઓમાં 7.73 લાખ ખેડૂત ખાતેદારોને ક્રોપ ઈનપુટ સબસીડી પેટે રૂ.762 કરોડની સબસિડી ચુકવી દીધી છે.

પણ ગુજરાતના ખેડૂતો પાસેથી પ્રધાનમંત્રી પાકવીમાં યોજનામાં વર્ષ 2015-16, 2016-17, 2017-18 અને 2018-19માં વીમા પ્રીમિયમ પેટે રૂ.1.20 લાખ કરોડ ખંખેરી લીધા ને હવે તેમાથી રૂ.75000 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યાં છે. જે ખેડૂતો પાસેથી 100 રૂપિયા લઈને પરત 50 રૂપિયા કરવામાં આવી રહ્યાં છે. તેનો મતલબ કે ખેડૂતના પૈસા જ ખેડૂતોને અડધા આપવામાં આવી રહ્યાં છે.

તેલંગાણા રાજ્યમાં ખેડૂતોને વાર્ષિક હેકટર દીઠ રૂ.40 હજાર તેના ખાતામાં જમા કરવામાં  આવે છે તેની સામે કેન્દ્ર સરકારની ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવાની જાહેરાત ખેડુતોની ક્રૂર મજાક સમાન છે. ખેડૂતોને ખેત પેદાશોના સારા ભાવ આપવામાં આવે તો દરેક ખેડૂત રોજના રૂ.6,000 કમાઈ શકે તેમ છે. પણ તે સરકાર કરવા તૈયાર નથી.[:]