[:gj]માર્ચમાં રોકડ સહાય ખેડુતોને મળતી થઈ જશે[:]

[:gj]લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી સરકાર દ્વારા શરૂ કરેલી વિકાસ કવાયત અને આપેલા વાયદા પૂરા કરવાની ઝડપી ઝડપી કાર્યવાહી અંતર્ગત ખેડુતોના ખાતામાં રોકડ જમા કરવાની યોજના માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી માર્ચ મહિનાથી જ યોજનાનો અમલ શરૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોની રોકડ સહાયની જાહેરાત અંગે કૃષિમંત્રી રાધામોહનસિંઘ જણાવ્યું હતુ કે વડાપ્રધાન કિશાન આવક યોજનાનો પ્રથમ હપ્તો માર્ચ ૩૧ સુધીમાં ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.

સરકાર દ્વારા વડાપ્રધાન કિશાન આવક આધાર યોજનાના ઝડપથી અમલ માટે યુધ્ધના ધોરણે તૈયારી કરી રહ્યા છે. અને આશા સેવ રહ્યા છે કે દેશભરનાં નાના અને મધ્યમ ખેડુતો કે જેમની પાસે ખેતીની જમીન પાંચ એકરની મર્યાદામાં હોય તેવા ખેડુતોને વિગતોની યાદીનો પૂરા ડેટા પંદર દિવસમાં તૈયાર થઈ જશે.

મંત્રી રાધામોહનસિંઘે દેશના વિવિધ રાજયોનાં મંત્રીઓ સાથે કરેલી વિડિયોફોનમાં જણાવ્યું હતુ કે દેશના દરેક રાજય પાસે આધાર જનધન બેંક ખાતાઓ અને ખેડુતોના મોબાઈલ નંબરો સાથે ખેડુતોને સીધા લાભ આપવાની યોજનાઓ અંતર્ગત તમામ વિગતો છે.

સરકારે આ યોજનાની અમલવારી માટે ખેડુતોની વિગતો માટેની કવાયત હાથ ધરી સરકારી યોજના સાથે જોડાયેલા તમામ ખેડુતો ડેટા ઉપલબ્ધ છે.તેને યોજનામાં રેગ્યુલેટ કરી દીધા બાદ હજુ ૫૦થી વધુ ખેડુતો વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં યોજનાઓ સાતે જોડાયેલા નથી તેમની વિગતો અને ડેટા વિવિધ બેંકની શાખાઓ પાસેથી મેળવીને જ ખેડુતો પાસે બેંકના ખાતા ન હોય તેમને વિવિધ રીતે ખાતામાં સામેલ કરવાની યોજનાઓનો અમલ કરવામાં આવશે.

દેશના કોઈપણ ખેડુતો કે જે નાના અને સિમાંત ખેડુતોની વ્યાખ્યામાં આવે છે. તે સહાયથી વંચિત ન રહી જાય તે માટે સરકારે પ્રતિબધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દેશના તમામ નાના અને સીમાંત ખેડુતોને છ હજારક રૂપીયાની સહાય કરવાની જાહેરાતને ચાલુ નાણાંકીય વર્ષમાં લાગુ કરવા જોરદાર તૈયારી કરી રહી છે.

સરકાર ઘડીયા લગ્ન અને ચટ મંગની અને પટ બ્યાહ મુજબ ખેડુતોને લાભ આપવાનો વાયદો પૂરો કરીને આ વર્ષથી જ લાગુ કરવા તૈયાર છે.

ખેડુતોને અત્યારે વિવિધ સરકારી યોજનાઓનો જે લાભ મળે છે તે ખાતેદારોની ચકાસણી અને કૃષિમંત્રાલયની વેબસાઈટ સાથે જોડાણ કરી પ્રધાનમંત્રી કિશાન આવક આધાર યોજનાનો ૨ હજાર રૂપીયાનો પ્રથમ હપ્તો ૩૧મી માર્ચ સુધીમાં ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.

ખેડુતોને અપાનારા આ નાણાં સીધા જ બેંકોનાં ખાતામાં જમા થઈ જશે. તેમાં કોઈ વચેટીયા દલાલ કે કટકીબાજોની ચાંચ નહિ ડુબે લાભાર્થીઓની તમામ વિગતો અત્યારે દરેક રાજયોમાં ચાલતી સરકારી યોજનાઓમાં છે જ તેનો અભ્યાસ કરીને આ યોજના તાત્કાલીક શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતુ કે ખેડુતોની મુશ્કેલીઓનું તાત્કાલીક નિવારણ કરવા સરકાર પ્રતિબધ છે. એરકડીશનમાં રહેવાવાળા ખેડુતોની મુશ્કેલીઓ સમજીન શકે. અડધા એકરથી લઈ એકર અને બે એકરથી પાંચ એકર સુધીની જમીન ધરાવતા ખેડુતોને દર ચાર મહિને બબ્બે હજારના હપ્તાથી મદદ કરવામાં આવશે. આ યોજના સરકારની નાણાંકીય સધ્ધરતાની જેમ વધારવામાં આવશે.

રાજય સરકાર પોતાની રીતે ખેડુતો વધુ મદદ કરવા સવાયત છે. તેલગાંણા, ઓરિસ્સા ઝારખંડ સરકારોએ ખેડુતોને વધારાની રકમ માટે કમર કસી છે.[:]