[:gj]મેઘાણીની કર્મભૂમિ પર ગંદકીથી ભરેલાં રાજકીય કાવાદાવા[:]

[:gj]મતગણતરી થાય તેની 20 મિનિટ પહેલાં જ પાંચ સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરી લઈને ગુજરાત સરકારે રાજકીય કાવાદાવા કરીને સત્તા ટકાવી રાખવા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિને લજવી છે.

બગસરા પાલિકાનાં પ્રમુખ તરીકે ફરીથી ભાજપનાં રસીલા પાથર એક મતે વિજેતા થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર મંજુલા મેરનો 1 મને પરાજય થયો હતો. પ્રમુખ ચંપાબેન બઢીયાનું અવસાન થયા બાદ ચૂંટણી થઈ હતી. કુલ ર8 સભ્યોમાંથી 1નું અવસાન થતાં ખાલી છે. ભાજપનાં 3 અને કોંગ્રેસનાં ર મળી કુલ પાંચ સદસ્‍યોને હોદા પરથી દૂર કરવામાં આવ્‍યા છે. ભાજપનાં ર સદસ્‍ય અને કોંગ્રેસનાં 1 સદસ્‍ય ગેરહાજર રહેતાં કુલ 19 સદસ્‍યો ઉપસ્‍થિત રહૃાા હતા. જેમાં ભાજપનાં ઉમેદવારને 10 અને કોંગીઉમેદવારને 9 મત મળ્‍યા હતા.

2018માં શું થયું હતું

બગસરા નગરપાલિકાના પ્રમુખની 15 જૂન 2018માં ચૂંટણી થઈ હતી. ભાજપની ઊંચી ખરીદ શક્તિ અને કોંગ્રેસની આંતરિક લડાઈના કારણે કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં પક્ષપલટો કરી ગયા હતા.

કોંગ્રેસના ધારાસભ્યએ જાહેર કર્યું હતું કે, અમરેલી જિલ્લામાં ભાજપે એક સભ્યના રૂ.12 લાખમાં ખરીદી લીધા હતા. આવા 4 સભ્યોને રૂ.48 લાખ ભાજપે ચૂકવીને સત્તા મેળવી છે. હવે ભાજપ અહીં ભ્રષ્ટાચાર કરીને તે પૈસા કમાશે. 10 વર્ષથી પ્રજા ભાજપને સત્તા આપતી નથી તેથી પૈસાથી ખરીદીને ભાજપના સમૃદ્ધ નેતાઓ સત્તા મેળવી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા પક્ષાંતર કરનારા સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરવા માટે જૂન 2018થી માંગણી કહી હતી. પણ જ્યારે પ્રમુખની ચૂંટણી થવાની હતી તેની 20 મીનીટ પહેલાં સત્તાનો દૂરઉપોગ કરીને ભાજપે તેમને બરતરફ કર્યા હતા.

આમ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલીના વિસ્તારમાં ભાજપે પૈસાના જોરે ફરી એક વખત સત્તા મેળવી છે.

જાન્યુઆરી 2005થી બગસરા પાલિકા અસ્તીત્વમાં આવી ત્યારથી આવી ક્યારેય નીતિ વિરૃદ્ધની કામગીરી કોઈએ કરી નથી. અત્યાર સુધી સત્તા પર આવી ગયેલા પ્રમુખોમાં મંજુલા મેર, સોનલ પરમાર, મુક્તા નાડીયાધરા, છગન હીરાણી, ચંપા બઢીયા    ના સમયમાં આવું થયું ન હતું. જે ભાજપે તમામ નીતિ નિયમો નેવે મૂકીને પક્ષાંતર કરાવ્યું છે. હવે પાંચ સભ્યોને પણ પોતાની તરફેણમાં બરતરફ કર્યા છે.

પાલિકાના સભ્યોમાં દિલીપ વાળા, દિલુ મકવાણા,       નારણ માલવીયા, અનિલ સવાલીયા, મુક્તા નળીયાધરા,  ભાવના  કટેશીયા       , નર્મદા ભરખડા        , મુક્તા ઠૂંમર, મંજુલા મેર, જ્યોતિ કરાણીયા, ફરજાના સરવૈયા, રમેશ સોમાણી, રશ્વિન ડોડીયા,         હરેશ રંગાડીયા, અરવિંદ રીબડીયા, નિતેષ ડોડીયા,  જીતેન્દ્ર બોરીયા, દીપક ઘાડીયા, હરેશ પટોળીયા, રેણુકા બોરીચા, રશીલા પાથર, નર્મદા હડીયલ,  રેખા પરમાર, શીતલ ગોહેલ, ફરજાના બીલખીયા તથા ચંપા બઢીયા પણ ગંદી રાજનીતિ સામે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

બગસરા સોનાનો ઢોળ ચડાવેલ દાગીના (ગોલ્ડ પ્લેટેડ) અને અરી ભરતના વસ્ત્રો માટે જાણીતું છે. પણ અહીં તો રાજકીય ગંદકી શરૂ થઈ છે. ચોરસ કાપડના ટુકડાઓ ચોપાલ અને સ્ત્રીઓના સ્કાર્ફ સદલા અહીં સ્થાનિક રીતે બનાવાય છે. જેનો વિકાસ કરવાના બદલે રાજકીય ગંદવાડ ફેલાવવામાં આવી રહ્યો છે. બગસરાની 33 હજારની વસતી રાજકીય ખટપટથી કંટાળી ગઈ છે. અહીં ભાજપને વર્ષોથી જાકારો આપવામાં આવી રહ્યો હોવાથી હવે લોકચૂકાદાની વિરૂદ્ધ કાર્યવાહી કરવા લાગ્યા છે.

 [:]