[:gj]મોડાસામાં ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓને લીધે દુર્ગંધ ફેલાઈ[:]

[:gj]મોડાસા, તા.૧૮

મોડાસા નગરપાલિકાની ઘન કચરો ઠાલવવાની ડમ્પીંગ સાઇટ ઉપર અજાણ્યા લોકો 15 જેટલા મૃત પશુ ફેંકી જતા ભારે હોબાળો મચી ગયો છે. ડમ્પીંગ સાઇટની બાજુમાંજ જિલ્લા કોર્ટસંકુલ અને નજીકમાં સાત જેટલા ગામડા આવેલા હોવાથી લોકો તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે.

મૃત પશુઓ એટલી હદે દુર્ગંધ મારી રહ્યા છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. શામળાજી રોડ પર આ ડમ્પીંગ સાઇટની બિલકુલ બાજુમાં જ જિલ્લા કોર્ટસંકુલ આવેલું છે અને તીવ્ર દુર્ગંધના કારણે વકીલો પણ તોબા પોકારી ઉઠ્યા છે. ડમ્પીંગ સાઇટના રસ્તા ઉપરથી પ્રાર્થના સ્કૂલના બાળકોને તેમજ મદાપુર, મોહનપુરા,રખિયાલ જેવા ગામડાઓના રહીશોને પસાર થવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. માત્ર બે જ દિવસના સમયગાળામાં એકી સાથે મૃત પશુઓનો ખડકલો કરી દેવાતા નગરપાલિકા સત્તાવાળાઓ પણ ઊંચાનીચા થઇ ગયા છે. વાતાવરણમાં ભયંકર દુર્ગંધ ફેલાતા તાત્કાલીક મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે તેવી પ્રજાની માગણી ઊઠી છે.

 [:]