[:gj]મોડાસામાં રઝળતા ઢોરની ઇતરડી થી કોંગો ફીવરનો મંડરાતો મોટો ખતરો[:]

[:gj]મોડાસા, તા.૧૦

હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાત થી જીલ્લામાં કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે. તદઉપરાંત સૌરાષ્ટ્રની કોંગો ફીવરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરત ફરેલા અરવલ્લી જીલ્લા વાસીઓનું આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા નગરના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરને પાંજરે પુરાવા અને પશુપાલન તંત્રની મદદ લઈ ડી.ટીકીંગ કરવા જોઈએ જેથી શહેરીજનોને કોંગો ફીવરથી બચાવી શકાય.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા એક ગ્રામ્ય વિસ્તારમાં કાંગો ફીવર શંકાસ્પદ કેશ હોવાની વિગતો આરોગ્ય વિભાગ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. બીજીબાજુ આરોગ્ય અધિકારી મક્કમતા પૂર્વક જીલ્લામાં એકપણ કેશ શંકાસ્પદ કોંગો ફિવરનો ન હોવાનું જણાવ્યું હતું.

જીલ્લા પશુપાલન વિભાગ તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા ઢોર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેલા પશુપાલકોને પોતાના પાલતુ પશુઓમાં ડી.ટીકીંગ કરાવી લેવામાં સૂચના અપાવી જોઈએ તથા પશુપાલકોમાં જનજાગૃતિ કેળવવા દૂધમંડળીઓનો સહયોગ થી માહિતગાર કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે.

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત બાયડ, ભિલોડા, ધનસુરા, મેઘરજ માલપુર પંથકમાં રખડતા પશુઓની સમસ્યાએ માજા મૂકી છે. આ પશુઓ જાહેરરસ્તા પર અને રહેણાંક વિસ્તારોમાં અડિંગો જમાવી દે છે, અને ભૂરાંટા બની ગમે તે રાહદારી કે વાહનચાલકને અડફેટે લેતા જેના લીધે અકસ્માતનો ભોગ બનતા ઈજાગ્રસ્ત બન્યાની અને મૃત્યુ પામ્યાની ઘટનાઓની નવાઈ નથી, ત્યારે રોજિંદા જનજીવનને બાધિત કરતા રખડતા પશુના પ્રશ્ને તંત્રની ઘોર બેદરકારી અને નઘરોળ તંત્રના આંખ મિચામણાનો ભોગ લોકો બની રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં કોંગો ફિવરે દેખા દેવાની સાથે કેટલાય લોકો અને આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલ તબીબ અને કર્મચારીને ભરખી જનાર કોંગો ફિવરે સુરેન્દ્રનગર જીલ્લા સહીત સૌરાષ્ટ્ર પંથકમાં માથું ઉચકાતા અને ગમે તે ઘડીએ રાજ્યના ભરડામાં લઈ શકે તેવી દહેશત પેદા થતા રખડતા પશુઓને પાંજરે પુરાવા માંગ પ્રબળ બની છે.[:]