[:gj]મોદી સામે વિદ્યાર્થીઓએ સૂત્રો પોકાર્યા, બસ ન મળતાં એક લાખ લોકો પરેશાન [:]

[:gj]વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવતાં જુનાગઢ ના કાર્યક્રમમાં અમરેલી એસ.ટી. ડીવીજનની 100 એસ.ટી.બસો જુનાગઢ મોકલાતા અમરેલી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો સાથે 20,000થી 21,000 લોકોને હાલાકીનો સામનો કરવો હતો. એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે હલ્લાબોલ કરીને પ્રધાનમંત્રી વિરુધ સુત્રોચાર વિધ્યાર્થિઓએ કર્યા હતા. વિદ્યાર્થીઓની વ્હારે ગુજરાત પ્રદેશના એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી આવીને એસ.ટી.પૂછપરછ, એસ.ટી.ના ડ્યુટીલીસ્ટ બનાવતા એ.ટી.આઈ. સાથે ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. પણ સરકાર દ્વારા એસ.ટી.બસો મંગાવી હોવાનો ખેદ ડેપો મેનેજરે વ્યકત કરતા વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી વિરુધ સુત્રોચાર કરીને હલ્લાબોલ કર્યો હતો સમીર કુરેશી (મહામંત્રી-પ્રદેશ એન.એસ.યુ.આઈ.-અમરેલી) જુનાગઢના પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા અમરેલી એસ.ટી.બસ સ્ટેન્ડની 26 બસો અને આખા અમરેલી ડીવીજન ની 100 બસો જુનાગઢ રવાના કરાતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો ભણશે ગુજરાત ના નારા વચ્ચે વિધાય્ર્થીઓને રખડાવીને કઈ રીતે ભણશે ગુજરાત કે ભટકે ગુજરાત છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ સફળ કરાવવા માટે વિદ્યાર્થીઓ, મુસાફરો ને ભોગે 100 એસ.ટી.બસો કેસલ થતા લોકોને ભારે હાડમારી નો સામનો કરવો પડ્યો હોવાની વાસ્તવિકતા અમરેલી એસ.ટી.ડેપોમાં જોવા મળી હતી.

આજ રીતે જુનાગઢ, પોરબંદર, ભાવનગર, વલસાડ, સુરત, નવસારી, તાપી જિલ્લા મળીને 500 બસ મોદીના કાર્યક્રમમાં લઈ જવામાં આવી હતી. જેના કારણે એક લાખ લોકોને બસ વગર પરેશાન થવું પડ્યું હતું. લોકો માને છે કે વડાપ્રધાન માટે સત્તાનો દુરુપયોગ છે.  [:]