[:gj]મોરબીમાં 12 ગામના ખેડૂતોની લડાઈ, છેલ્લા 9 દિવસથી ઉપવાસ [:]

[:gj]મોરબીના માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાના મામલે લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં સરકારે કેનાલમાં અપૂરતું પાણી છોડતા ખેડૂતો દ્વારા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખાખરેચી નજીક માળીયા બ્રાન્ચ કેનાલ ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. 9 દિવસના ઉપવાસ બાદ પણ પાણી નહિ મળતા ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. અને રવિપાકની સિઝનમાં વહેલી તકે પાણી મળે તેવી માંગ કરી છે.
મોરબીના માળીયા મિયાણા તાલુકામાં નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવા ખેડૂત હિતરક્ષક સમિતિએ ગત ૧૯ તારીખથી પ્રતિક ધરણા શરૂ કર્યા છે. મહત્વનું છે કે, પાણી માટે તાલુકાના 12 ગામના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી સરકાર સામે લડત આપી રહ્યા છે.
માળીયા તાલુકાના ૧૨ ગામના ખેડૂતોને ૩૦ કિલોમીટરના વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા બ્રાન્ચ કેનાલ મારફતે પાણી આપવા સરકારે યોજના તો બનાવી છે. પરંતુ ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ખેડતો આ પાણીનો વધુ ઉપાડ કરતા હોવાથી બ્રાન્ચ કેનાલમાં માળીયા પંથકના 12 ગામના ખેડૂતોને પાણી મળતું નથી.
ખેડૂતોએ રવિપાકની વાવણી કરી દીધી છે પાણી નહીં મળતા છેલ્લા નવ દિવસથી આંદોલન યથાવત છે. અને જ્યાં સુધી ખેડૂતોને પાણી નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ આપી છે.[:]