યુનિટિનું પુતળું હવે દુનિયાની 8મી અજાયબી જાહેર

https://twitter.com/DrSJaishankar/status/1216637439273365504 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા ગુજરાતીઓના ગૌરવ સમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દુનિયાની 8મી અજાયબી જાહેર કરાઈ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશ્વની 8મી અજાયબી જાહેર કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 8 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકી એક બનતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને ફાયદો થશે. શાંઘાઈ કોઓપરેશન સભ્ય દેશમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે.

Appreciated the #SCO’s efforts to promote tourism among member states. The “8 Wonders of SCO”, which includes the #StatueofUnity , will surely serve as an inspiration. pic.twitter.com/nmTbz6qIFg

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જણાવી દઈએ કે, હાલમાં તો દુનિયાની 7 અજાયબીઓમાં ભારતનું એકમાત્ર તાજમહેલ જ છે. એકતાનું પ્રતીક સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે.

15,000 કરતા વધારે, સ્ટેચ્યૂ ઓફ લીબર્ટીની મુલાકાતે જતા પર્યટકોની સંખ્યા રોજના 10,000 છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોવાના કારણે સરકારને 85.57 કરોડ રૂપિયાની આવક થઇ છે.

30 નવેમ્બર સુધીમાં 30,90,723 લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, કેકટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાય ગાર્ડન, એકતા મોલ, એકતા ઓડિટોરીયમ, બોટિંગ, ડાયનાસોર પાર્ક, ગ્લો ગાર્ડન, શ્રેષ્ઠ ભારત ભવન, ઝરવાણી ઇકો ટુરીઝમ અને ખલવાણી ઇકો ટુરીઝમનો સમાવેશ થાય છે.