[:gj]રવિ ઋતુમાં બદલાઈ રહેલાં પ્રવાહો ખેડૂતો માટે ખરાબ [:]

[:gj]ગુજરાતમાં અનેક કૃષિ પાકના રવિ વાવેતરમાં વિક્રમ તૂટી રહ્યાં છે. ઘઉં, મકાઈ, ચણા, કઠોળ, જીરું, ધાણા આ પાંચ પાકમાં સારું વાવેતર છે. તેની સામે ઈસબગુલ, સવા, લસણ, શેરડી, તેવીબીયાના વાવેતરમાં સારો એવો ઘટાડો થયો છે.

ખેડૂતોનો આવો ટ્રેન ગુજરાતના કૃષિ અર્થતંત્ર માટે યોગ્ય વલણ ધરાવતો નથી. કારણ કે પાકના ઉત્પાદનમાં સ્થિરતા હોવી જરૂરી છે. ખેડૂતો શેરડી જેવા મહત્વના પાક છોડી રહ્યાં છે. ત્યારે તેની સામે ધાન્ય અને કઠોળના પાકો વધું લોકપ્રિય બન્યા છે, વધું વાવી રહ્યાં છે. પ્રવાહ ઊલટો બની ગયો છે.

ઘઉંમાં અગાઉ ન થયું હોય એવું વિક્રમ જનક વાવેતર થયું છે. 7 લાખ હેક્ટરના બદલે 12 લાખ હેક્ટર વાવેતર થયું છે. 130 ટકાનો જંગી વધારો થયો છે. 2007-08માં 12.73 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ત્યારે ઉત્પાદકતા સારી આવી હતી. જે આ વર્ષે તેનાથી વધું વાવેતર થઈ શકે છે. જોકે દેશમાં નામના કમાવવા માટે નરેન્દ્ર મોદી ઉતાવળા હતા તેથી કદાચ આંકડાઓ વધું ઊંચા બતાવવામાં આવ્યા હતા.

જીરું અત્યંત સંવેદનશીલ હોવા છતાં તેનું વાવેતર ખેડૂતો વધારી રહ્યાં છે. 4.35 લાખ હેક્ટરમાં સારા એવા પ્રમાણમાં વાવેતર થયું છે. ઉપરાંત આ વખતે જીરું તરફી ઝોક જોવા મળે છે.

ખેડૂતો માટે બદલાઈ રહેલાં પ્રવાહ તેમના માટે તો ખતરો છે પણ ગુજરાત સરકાર માટે વધું ખતરો બની શકે તેથી દેન્દ્રની સરકાર પણ આ પ્રવાહોથી પ્રભાવિત થઈ શકે છે. ભાવની તેના ઉપર સૌથી મોટી અસર થઈ શકે છે.[:]