[:gj]રાજકારણીઓને સબક શિખવતું જીરા ગામ[:]

[:gj]ચાર રાજ્યોની ચૂંટણી આવતાં અને લોકસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપ અને તેમની સંઘી સંસ્થાઓ દ્વારા દેશની પ્રજા વચ્ચે બે ભાગ થાય અને વૈમનશ્ય પેદા કરીને હિંદુ મતોનું ધ્રવિકરણ કરીને હિંદુ મત મેળવી ચૂંટણી જીતવા માટે બે ધર્મના લોકોની વચ્ચે તિરાડ પાડી દીધી છે ત્યારે સાવરકુંડલાનાં જીરા ગામે કોમી એકતાનો કિસ્સો બહાર આવ્યો છે.

જીરા ગામનાં યુનુસભાઈ સૈયદ કે જેઓ ડ્રાઈવર છે. તેમની કુટુંબમાં 7 લોકોનું ભરણ પોષણ કરે છે. તેમની પુત્રી રેહાનાને બી.એડ.નો અભ્‍યાસ કરવો હતો પણ કોલેજમાં ભણવા માટે ફી ભરવા પૈસા ન હતા. તેથી આર્થિક હાલતના કારણે અભ્યાસ છોડી દીધો હતો.

આ અંગેની જાણ મુળ જીરા ગામના અને સુરત ખાતેના ઉદ્યોગપતિ પ્રતાપ ચોડવડીયા થતાં તેમણે રેહાનાનાં અભ્‍યસનો ખર્ચ આપીને સુરેન્દ્રનગરની બી.એડ. કોલેજમાં પ્રવેશ અપાવી દીધો હતો. હવે રેહાનાનો બી.એડ.નો અભ્‍યાસ પૂર્ણ થઈ જતાં ગામ લોકોએ રેહાના અને પ્રતાપભાઈને અભિનંદન પાઠવ્યા છે.

દેશમાં રામ મંદિર અને મસ્જિદનો ફરી એક વખત વિવાદ ઊભો કરીને ભાજપ દ્વારા ચૂંટણીમાં મતો મેળવવા માટે પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં અનેક સ્થળે આવા સંમેલનો અને રેલી પણ થઈ રહી છે. રામ મંદિર બનાવવા માટે લોકોને ઉશ્કેરલામાં આવી રહ્યાં છે. ત્યારે આ ગામે કોમી એકતા બતાવીને રાજકીય લોકોને સબક શિખવી દીધો છે.[:]