[:gj]રાજકીય પીઠબળથી દીપિકા ચૌહાણનું બરફીને સ્પેશિયલ કવચ[:]

[:gj]અમદાવાદ, તા.09

ડેપ્યુટી ફૂડ કમિશનર દીપિકા ચૌહાણ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં થયેલી ફરિયાદના સંદર્ભમાં પગલાં લેવાની સૂચના આપતી અરજી બે વર્ષ સુધી ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીમાં પહોંચાડવામાં આવી હોવા છતાંય ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દૂધના કહેવાતા માવાને નામે બોગસ કૃત્રિમ માવાને ડમ્પ કરનારાઓમાંથી અમદાવાદમાં 10, ગાંધીનગરમાં 10, મહેસાણામાં સાત, ભાવનગરમાં 2 એકમોએ 10, ગાંધીનગરમાં 10, અમદાવાદમાં 10 એકમો ચાલી રહ્યા છે.

બરફી એક સફેદ ઝેર

અત્યારે સ્પેશિયલ કે મીઠી બરફીનું ઉત્પાદન કરતાં એકમોમાંથી કેટલાક પાસે હેલ્થના લાઈસન્સ (એફએસએસઆઈના) પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમણે લાઈસન્સ મેળવ્યા છે તે પ્રોપરાઈટરી ફૂડના નામે મેળવે છે અને પ્રોપરાઈટરી ફૂડની ચોક્કસ વ્યાખ્યા નથી. એફએસએસઆઈમાં તેના કોઈ સ્ટાન્ડર્ડ ન હોવાથી આ પ્રકારના ફૂડ મંજૂર કરાવીને બજારમાં મૂકી દે છે. તેમના આ પ્રોપરાઈટરી ફૂડમાં ખાંડ કે સાકર હોવા છતાંય કીડી પણ તે ખાતી નથી. આ પદાર્થ લઈને ખૂલ્લો મૂકી દેવામાં આવે તો તેના પર કીડી ચઢતી નથી. જે પદાર્થ કીડી નથી ખાતી તે પદાર્થ માનવ શરીરની અંદર પધરાવવામાં આવી રહ્યો છે.

સેમ્પલમાં ગોલમાલ

મીઠી બરફીના ઉત્પાદકે પેકેજ પર દર્શાવેલા ઘટકો તેમાં છે કે નહિ તે જ ચકાસવામાં આવે છે. તેથી તેમના સેમ્પલ ફેઈલ જતાં નથી. લેબોરેટરીમાં માત્ર ખાંડ અને કલરની જ ચકાસણી કરવામાં આવે છે. આ બંને વસ્તુને માત્ર જ ચકાસવામાં આવે છે. આ સિવાયના ઘટકોની ચકાસણી કરી શકાતી નથી. તેમ જ તેમાં કયા પ્રકારના માઇક્રોબ્સ છે તેની ચકાસણી કરવામાં આવતી જ ન હોવાની જાણકારી મળી રહી છે. તેથી તેમાં ફંગસ કે અન્ય બેક્ટેરિયા છે કે નહિ તેની ચોકસાઈ કરી શકાતી નથી. તેમ જ તેમાં ભેળવાયેલા અન્ય પદાર્થોને પકડી શકાતા નથી.

માવામાં દૂધ હોતું જ નથી

આ એકમોમાં આજેય તે જ માવા બનાવીને લોકોના પેટમાં ઝેર પધરાવવામાં આવી રહ્યું છે. છતાંય ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના અધિકારીઓ હાથ પર હાથ ધરીને બેસી રહી છે. તેમાં દૂધ નાખવામાં આવ્યું હોય તો તેની આર.એમ. વેલ્યુ 24થી 28ની આવવી જોઈએ. તેને બદલે 0.2થી 0.6ની આવી રહી છે. જે દર્શાવે છે કે તેમાં દૂધ નાખવામાં આવતું જ નથી. દૂધ નાખવામાં આવ્યો હોવાનો માત્ર દેખાવ જ કરવામાં આવે છે. કુદરતી સ્રોતના દૂધનો તેમાં ઉપયોગ કદાચ નહિવત પ્રમાણમાં થાય છે. બજારમાં અત્યારે વેચાઈ રહેલા કહેવાતા માવાના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવે તો હકીકત પરથી પડદો ઊંચકાઈ શકે છે. વાસ્તવમાં માવો માત્ર ને માત્ર દૂધને ઉકાળવાથી તૈયાર થતો ઘટ્ટ પદાર્થ છે. આ માવાને નામે મીઠી બરફી એટલે કે કૃત્રિમ માવો પધરાવવામાં આવી રહ્યો છે.

દીપિકા ચૌહાણે માહિતી છૂપાવી

બે વર્ષથી ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણ અને કમિશનર હેમંત કોશિયાને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવા છતાંય કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જનસત્તાએ દીપીકા ચૌહાણ સમક્ષ પૂરાવા રજૂ કરીને સત્તાવાર વિગતો માગી હતી. પણ તેમણે તે આપી ન હતી. તે કહે છે કે, પત્રકારોને વિગતો ન મળી શકે, જોઈતી હોય તો આરટીઆઈ કરો. અથવા ઉપર કહો. આસિસ્ટન્ટ કમિશનર સી.પી. ગોહેલના માધ્યમથી જાણવા મળ્યા મુજબ ગાંધીનગરમાં બંધ કરી દેવામાં આવેલા એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ એકમનું સરનામું તેની સ્પેશિયલ બરફીના પેકિંગ પર છાપવામાં આવતું હતું. પ્રોડક્શન એકમ તરીકેના પ્રોડક્ટ પર છાપેલા આ એડ્રેસ પર તે એકમ ચાલુતું જ ન હોવાનું પ્રસ્થાપિત થયું હતું. આમ પ્રોડક્ટને કારણે કોઈ સમસ્યા ઊભી થાય તો તપાસ ક્યાં કરવી તે એક સવાલ ઊભો થતો હતો. તેમ છતાં તેની સામે શાં પગલાં લેવામાં આવ્યા તે જાહેર કરવાની દરકાર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી નથી.

ગુપ્ત માહિતી લિક કરી દીધી

દીપિકા ચૌહાણે તો મીઠી બરફી બનાવનારાઓને ફરિયાદ કરનારનું નામ અને ઓળખ પણ આપી દઈને ફરિયાદ કરનારાઓના જીવ સામે જોખમ ખડું કરવાની ચેષ્ઠા કરી હતી. પોતાની ઓફિસમાં જ ફરિયાદી અને આરોપીને સામસામે ભેગા કરી દીધા હતા.

ફરિયાદ કરી કોઈ પરીણામ નહીં

24 ઓક્ટોબર  2018ના મુંબઈના ફૂડ સેફ્ટી કમિશનર ડોક્ટર પલ્લવ દરાડેએ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાને પત્ર લખ્યો હતો. સોસાયટી ફોર અવેરનેસ ઓફ સિવિલ રાઈટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતના સંદર્ભમાં પગલાં ન લેવાયા હોવાની રજૂઆતને આગળ કરીને તેમણે આ પત્ર લખ્યો હતો. તેમના કાર્યક્ષેત્રમાં આ બાબત આવતી હોવાથી તેમને આ પત્ર લખવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 2015માં આ સોસાયટીએ ફરિયાદ કરી હતી.

10 ફેક્ટરીઓના નામો આપ્યા પણ પગલાં નહીં

આ ફરિયાદમાં ગુજરાતમાંથી માવો બનાવીને મોકલવામાં આવતો હોવાથી ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરને ફરિયાદ મોકલી હતી. આ ફરિયાદની નકલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય, આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસને ફરિયાદની નકલ મોકલવામાં આવી હતી. ધ્યાનેશ્વર વિલાસ પાટીલ નામની વ્યક્તિએ ગાંધીનગર, મહેસાણામાં સક્રિય સ્પેશિયલ બરફી બનાવતી દસ ફેક્ટરીઓના નામ સાથે 30મી ઓગસ્ટ 2018ના ફરિયાદ કરી હતી. રાધે બરફી, ગાંધીનગર, ગાયત્રી બરફી મહેસાણા, ગોકુલ બરફી – મહેસાણા, કૃષ્ણા બરફી, નરોડા, અમદાવાદ, રાધેકૃષ્ણ બરફી અમદાવાદ, સહારા બરફી, ચીખલી મળીને આવી 155 જેટલી બરફી બનાવનારા છે એવું ફૂડ વિભાગ પોતે કહે છે.

વિજય રૂપાણીને ફરિયાદ

માહિતી ચળવળકાર રોહિત શાહ દ્વારા આ પૂર્વે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને 20મી ઓગસ્ટ 2018ના ફરિયાદ કરવામાં આવી હતી. ગત 27મી મે 2019ના દિને અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર વિજય નેહરાને ફરિયાદ કરી હતી. તેમાં મીઠી બરફીને નામે વેચાતા ખાદ્ય પદાર્થના જોખમોનો અંદાજ પણ આપવાની સાથે તેનું પ્રજાના આરોગ્યના હિતમાં તેનું વેચાણ અટકવવાની માગણી કરવામાં આવી છે. અમપાના અધિક આરોગ્ય અધિકારી ભાવિન જોષીને સ્પેશિયલ બરફીના જોખમોની જાણ કરતો પત્ર આપેલો છે.

દૂધના માવાના નામે ગોલમાલ

સામાન્ય રીતે માવો દૂધમાંથી બનાવવામાં આવે છે. આ માવો વેચનારાઓ દૂધમાંથી બનેલો માવો હોવાનું બોલે છે, પણ દૂધનો માવો હોવાનું લખેલું બિલ આપતા જ નથી. તેમાં સ્કીમ્ડ મિલ્ક અને દૂધનો પાવડર તથા તેલ નાખે છે. ત્યારબાદ સાકર અને કલર તથા પ્રીઝર્વેટિવ્સ નાખી દેવામાં આવે છે. તેને માવાની બરફી તરીકે પણ ઓળખાવે છે. એકાએક સહુના આશ્ચર્ય વચ્ચે દરોડા પાડીને ત્રણ ઉત્પાદકો પાસેથી હજારો કિલો સ્પેશિયલ બરફી અને મીઠી બરફી તરીકે વેચવામાં આવતો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.

દરેક જિલ્લામાં 5 ઉત્પાદકો

દરેક જિલ્લામાં 5 ઉત્પાદકો અને મોટા એવા 25થી 30 ઉત્પાદકોને શા માટે બક્ષી દેવામાં આવ્યા છે તેની પાછળ કયા ગણિતો કામ કરી ગયા છે તેની સ્પષ્ટતા ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ કરવી જરૂરી છે. આ બાબતમાં વચ્ચે પડીને આરોગ્ય ખાતાએ તપાસ કરાવવી જરૂરી છે. કારણ કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી દીધી છે કે ગુજરાત અને ભારતમાં વેચાતી દૂધની બનાવટોની ગુણવત્તાને જોતાં 2025ની સાલમાં ભારતના દરેક ઘરમાં કેન્સરનો એક દરદી જોવા મળશે. આ ચેતવણીની ગંભીરતા સમજવા જેવી છે.

દીપિકા અગાઉ લાંચમાં સસ્પેન્ડ થયા હતા

ફૂડ વિભાગ અને હેમંત કૌશિયા ઉપર કબજો મેળવી ચૂકેલા દીપિકા ચૌહાણ અગાઉ લાંચ કેસમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. તેમને બચાવી લેવા માટે આખી કચેરી કામે લાગી હતી. તેઓ ફરી પોતાની કચેરીમાં કામ કરતાં થઈ ગયા છે. ત્યારથી ખોટું કરનારાઓના કામ ફટાફટ થવા લાગ્યા છે. દીપિકા સામે અગાઉ અનેક ફરિયાદો થઈ હતી. તેમને બચાવી લેવા માટે ભાજપના એક નેતાએ આશિર્વાદ આપ્યા હતા.

 [:]