[:gj]રાજકોટના કુવાડવા રોડ ઉપરના કારના શો રૂમમાં ચોરીનો બનાવ બનતા ચકચાર[:]

[:gj]રાજકોટ તા. ૧૨: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ગેલોપ્સ મોટર કારના શો રૂમ, વર્કશોપમાંમોડી રાતે ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકી રૂ. ૪.૨૯ લાખની રોકડ ચોરી જતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.  ચોરીના  બનાવ અંગે કુવાડવા પોલીસે ગેલોપ્સ મોટરમાં મેનેજર પ્રેમલ ત્રિવેદીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધ્યો છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ૧૧મીએ સવારે સવા નવેક વાગ્યે આવ્યો ત્યારે સ્ટાફ બહાર ઉભો હોઇ તેને કારણ પુછતાં ચોરી થયાનું જણાવાયુ હતું. સ્ટાફે કેશિયર રૂમમાંથી ચોરી થયાની વાત કરી હતી.મેનેજરે તપાસ કરતાં કેશિયર રૂમની  કેશ બારીનો ગ્લાસ કાઢી નંખાયેલી હાલતમાં હતો તથા કેશીયર રૂમના કબાટનો દરવાજો  તથા કબાટના અંદરની તિજોરી ખુલ્લી હાલતમાં હતાં. તેમજ બે ટેબલના ડ્રોઅર પણ ખુલ્લા હતાં.શો રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતાં ૧૧/૯ના રાત્રીના ૧:૫૩ કલાકે ત્રણ ચોર બાજુના ખેતર તરફ આવેલી દિવાલ પરથી આવતાં દેખાયા હતાં. આ ત્રણેયએ મોઢે રૂમાલ, બુકાની બાંધેલા હતાં. તેમજ મોઢા ન દેખાય એ રીતે એક તસ્કરે ડિસ્પોઝેબલ કવર પહેરેલુ હતું. એક તસ્કરે પોતાનો શર્ટ કાઢી નાંખ્યો હતો અને ઉઘાડા ડીલે હતો, તેણે શર્ટ મોઢા પર બાંધી દીધો હતો.[:]