[:gj]રાજકોટની શાનમાં રિંગરોડ-3નું વધુ એક મોરપિંચ્છ[:]

[:gj]રાજકોટમાં એકતરફ જ્યાં રિંગરોડ-2નું કામ પૂર્ણતાના આરે છે, ત્યાં રિંગરોડ-3 બનાવવાનો રોડમેપ પણ ઘડાઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં તેના માટે પણ કામ શરૂ કરવામાં આવશે. હાલમાં રિંગરોડ-3 માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે કહી શકીએ કે 2020 સુધીમાં તેનું કામ શરૂ થયેલું આપણને જોવા મળશે.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ દીર્ઘદૃષ્ટિ રાખી એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે, જેમાં રાજકોટના વિકાસ અને વિસ્તારને મુખ્યરૂપે ધ્યાને લેવામાં આવ્યા છે. આ વિઝન મુજબ રુડાએ રિંગરોડનો નકશો પણ તૈયાર કરી દીધો છે, જે મુજબ રિંગરોડ-3  89 કિ.મી.નો રહેશે. રિંગરોડ-3ની વાત કરીએ તો 6થી 7 તબક્કામાં તેનું કામ પૂર્ણ કરવામાં આવશે, જે મુજબ પ્રથમ તબક્કામાં કુવાડવા રોડથી ગવરીદડ સુધીનું કામ કરવામાં આવશે. રિંગરોડ-3ના જમીન સંપાદનનું કામ દિવાળી બાદ તુરંત હાથ ધરવાની રુડાએ તૈયારી દર્શાવી છે.

પ્રથમ તબક્કામાં ન્યારાથી કાલાવડ રોડ સુધીના જમીન સંપાદનનું કામ ખાનગી એજન્સી પાસે કરાવવામાં આવશે, એટલે કે સૌપ્રથમ ટેન્ડર પ્રક્રિયા જમીન માપણી અંગેની થશે, ત્યાર બાદ તબક્કાવાર અન્ય કામ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કહેવાઈ રહ્યું છે કે 2020માં રિંગરોડ-3નું કામ શરૂ કરી દેવામાં આવશે. 89 કિ.મી.નો રિંગરોડ-3નો વ્યાસ જોવા જઈએ તો ન્યારાથી શરૂ થઈ ગોંડલ રોડ, ત્રંબા, અમદાવાદ રોડ, મોરબી રોડ સુધી 61 કિ.મી.નો હશે.

રિંગરોડ-3નો રોડમેપ તૈયાર થઈ ગયો છે તેવામાં હવે રિંગરોડ-2 અને રિંગરોડ-3ના ભાવ ઊંચવાવાની પૂરી શક્યતા છે. અગાઉ જ્યારે રિંગરોડ-2 જાહેર થયો હતો ત્યારે પણ તેની નજીકની જમીનના ભઆવે રાતોરાત આસમાને પહોંચ્યા હતા. રિયલ એસ્ટેટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિંગરોડ-3નો રોડમેપ તૈયાર થતાં જ રાજકીય નેતાઓ અને બિલ્ડર્સે રોકાણ કરવાનું શરૂ કર્યું હોવાનું જણાયું છે.[:]