[:gj]રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ? [:]

[:gj]અમદાવાદ: દુષ્કર્મની ઘટના બાદ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે  રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મમાં પકડાયેલાં નરાધમે દેશી દારૂ પીધા બાદ દુષ્કૃત્ય આચર્યું હોવાની કબૂલાત બાદ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા યુવતીઓની છેડતીની વધતી જતી ઘટનાઓ પાછળ દારૂ જવાબદાર છે. રાજકોટમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર પકડાયેલાં નરાધમે દારૂ પીધા બાદ બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની કબૂલાતથી અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

મળેલી ઉચ્ચ કક્ષાની મળેલી બેઠકમાં રાજ્યભરમાંથી દેશી દારૂના અડ્ડાઓ ઉપર તવાઈ બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. જેનાં પગલે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે. જેને કારણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં છે.

અમદાવાદમાં સૌથી વધુ અડ્ડા
ગુજરાતમાં સૌથી દારૂ પીવાતો હોય તેવુ કોઈ શહેર હોય તો અમદાવાદ છે. સુરત પછી આવે છે. દારૂનો ધંધો કરવા પીસીબીની મંજુરી લેવી પડે છે. જેમાં સૌથી વધું વેચાણ કરતાં હોય એવા મોટા 10 અડ્ડાઓની યાદી જાહેર થઈ હતી. જેમાં ગોમતીપુર(હસન), બાપુનગર(ભૈયા), નિકોલ(ભૈયા), નરોડા(છારા), જુહાપુરા(કાલુ), જુહાપુરા(બરફ), નવાવાડજ(સિંઘી), શાહપુર(ખડકી), દરિયાપુર(ચાંદ), અસારવા (કિશોર), અસારવા (શંકર મંદિર), સાબરમતી નદીના તટમાં ઈન્દીરાબ્રીજ પાસે રાતના આઠ વાગ્યાથી દેશી દારૂની ભઠ્ઠીઓ શરૂ થઈ જાય છે, વસ્ત્રાપુર બગીચા પાસે ઘરે બેઠા દારુ પહોંચાડવાનું હબ બન્યુ છે. અહીં વિદેશ દારૂ પહોચાનાર એકત્રીત થાય છે, જેઓ સમગ્ર પશ્ચિમ અમદાવાદમાં ઘરે બેઠા કોઈ પણ બ્રાન્ડનો દારૂ પહોચાડી આવે છે.

1050 લીસ્ટેડ બુટલેગર
અલ્પેશે અમદાવાદમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. છતાં 2019માં પોલીસની યાદી પ્રમાણે અમદાવાદ શહેરમાં લિસ્ટેડ બુટલેગરો 1050 છે, જેમાં ગૃહમંત્રીની જાહેરાત બાદ 0.4 ટકા બુટલેગરો સામે કાર્યવાહી થઇ છે. એક અડ્ડા પરથી રોજની 100થી 2 હજાર વિદેશી પ્રકારનો બનાવટી દારૂની બોટલો અને પોલટી વેચવામાં આવે છે. રોજ 11 લાખ બોટલ કે પોટલી વેચાય છે. અમદાવાદની વસતી 60 લાખ છે, તેથી દર 6 વ્યક્તિએ એક બોટલ વેચાય છે. તેનો મતલબ કે ઘરેઘરે દારુ અમદાવાદમાં પિવાય છે.

ત્રણ વર્ષ પહેલાની યાદી ભૂલાઈ
અલ્પેશ ઠાકોરે 26 ફેબ્રુઆરી 2016માં ત્રણ વર્ષ પહેલા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલના મહેસાણા જિલ્લાના વતનમાં દારૂના 900 અડ્ડા ચાલે છે. મહેસાણામાં દારૂ-જુગારના 900થી વધુ અડ્ડા ધમધમતા હોવાનો ઘટસ્ફોટ કરતી યાદી ઓબીસી એસસી એસટી મંચના નેતા અલ્પેશ ઠાકોરે પૂર્વ મુખ્ય પ્રધાન આનંદી પટેલને રૂબરૂ મળીને આપી હતી. દારૂની બદી સામે ઝુંબેશ ચલાવનારા અલ્પેશે ટોકન તરીકે બુટલેગર્સનાં નામ-સરનામાં સાથેની યાદી આપી હતી. જે આજે અલ્પેશ ઠાકોર ભૂલી ગયા હોવાથી લોકો તેમને યાદ કરાવી રહ્યાં છે કે તે જૂની યાદી ફરીથી બહાર કાઢે અને જનતા રેડ કરાવી ઠાકોર સમાજને બચાવે.

પોલીસ નહીં પ્રજાએ અડ્ડા બંધ કરાવ્યા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. કાયદાનું પાલન કરાવતી પોલીસ જ દારૂના અડ્ડાને બંધ કરાવવામાં નિષ્ફળ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે જનતાને દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની ફરજ પડી છે, જ્યારે જનતા દારૂના અડ્ડા પર રેડ કરે છે એ પછી પોલીસ આવીને દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરને પકડીને લઇ જાય છે. હવે જનતા જ પોલીસનું કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં કેટલાક લોકોએ પોતાનાં ઘરની નજીક ચાલતા દેશી દારુના અડ્ડા પર રેડ કરીને દેશી દારુની પોટલીઓ લારીમાં ભરીને તેનું સરઘસ કાઢ્યું હતું.

દારુડીયા સામે સરઘસ

દારૂડીયાઓના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકોએ એકઠાં થઇને દારુના અડ્ડા પર રેડ કરી હતી અને દેશી દારુના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ દારૂનો અડ્ડો દારુના દુષણને દૂર કરવાની વાત કરનારા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના ઘરની નજીક આવેલા મગનપુરામાં જ ધમધમતો હતો. સ્થાનિક લોકોએ દારુના અડ્ડા પર રેડ કરીને મોટી સંખ્યામાં દેશી દારુની પોટલીઓ લારીમાં ભરીને તેનું સરઘસ કાઢ્યું હતું. દારુના અડ્ડા પર જનતા રેડની માહિતી પોલીસને મળતા રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી કરી હતી.

પોલીસ, ભાજપ અને પત્રકારનો હપ્તો

સ્થાનિક મહિલાઓને આ બાબતે પોલીસ ફરિયાદ કરવા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસવાળા શું કરે, પોલીસ જ અહીં દારુ પીવા આવે છે અને હપ્તા લઇ જાય છે. એ બધા લોકોએ પોલીસવાળાના હપ્તા બાંધ્યા છે. મહિલાઓએ આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું હતું કે, દારુ પીવા આવતા લોકો અમારી બહેન-દીકરીઓ સામે અશ્લીલ હરકતો કરે છે અને અમે તેને આ બાબતે ઠપકો આપીએ ત્યારે એ લોકો એમ કહે છે કે, અહિયાં શું કરવા રહો છો. આ પરિસ્થિતિમાં અમારે અહિયાં રહેવું કેવી રીતે. એક અડ્ડા પાસેથી મહીને પોલીસ રૂ.1 લાખ, રાજનેતાઓ 25 હજાર અને પત્રકારો 5 હજારનો હપ્તો લે છે. મહિને રૂ.10 લાખનો હપ્તો એક અડ્ડા વાળા આપે છે. આવા કુલ 1050 અડ્ડા અમદાવાદમાં છે. આમ હપ્તા પેટે રૂ.1000 કરોડ મહિને જાય છે. વર્ષે 12000 કરોડ થયા. તો આખારાજ્યમાં કેટલી હપ્તાખોરી ચાલી રહી છે.

શું હપ્તા વધારવા અડ્ડા બંધ કરાવીને ફરી ચાલુ કરાવાય છે ?[:]