[:gj]રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ[:]

[:gj]ગાંધીનગર, તા.૧૫

રાજ્ય સરકારે એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગાર પર કામ કરી રહેલા કર્મચારીઓના પગાર વધારો મંજૂર કર્યો છે. જેને લઈ આ પગાર વધારો જાહેર કરાતા રાજ્ય સરકારની તિજોરી પર 94 કરોડનું ભારણ વધશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટીના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆતો કરવામાં આવી હતી તેને સરકારે મંજૂર કરી છે. અને તેના કારણે એસટી વિભાગમાં કામ કરતાં તમામ કર્મચારીઓને તેનો ફાયદો મળશે.

કેટલો પગાર વધારો :

એસટી વિભાગના વર્ગ-2ના સિનિયર અધિકારીનો પગાર 16 હજારથી વધારીને 40 હજાર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ-2ના જૂનિયર અધિકારીનો પગાર 36 હજાર કરવામાં આવ્યો હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ડ્રાઈવર-કન્ડક્ટરના પગારમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઈવર-કન્ડકટરનો પગાર 11 હજારથી વધારીને 18 હજાર કરવામાં આવ્યો છે. તો વર્ગ-4ના કર્મચારીઓનો પગાર 9 હજારથી વધારીને 15 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ મુદ્દે તેમણે કહ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા સરકારને એસટી વિભાગના કર્મચારીઓના પગાર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી કર્મચારીઓના પગાર વધારાથી સરકારની તીજોરી પર 94 કરોડનું ભારણ વધશે. આ સિવાય તેમણે કહ્યું કે, એસટી વિભાગમાં જે પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે તે 15 ઓક્ટોબરથી જ લાગુ પડશે.[:]