[:gj]રામ યુનિવર્સીટીનો બીજો પદવીદાન સમારોહમાં 7 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત [:]

[:gj]રામ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં  ૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ૩ વિદ્યાર્થીઓને સીલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માસ્ટર ઓફ ટેક્નોલોજીના ૫, ઈલેક્ટ્રીકલ ઈનફ્રાસ્ટ્રક્ચરના ૧૦, ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ૯, ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગના ૩૮ તેમજ બેચલર ઓફ ટેકનોલોજીના ૨૯ વિદ્યાર્થીઓને પદવીના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત આઈ.આઈ.ટી.રામના અધ્યક્ષ સુધીર મહેતા અને જાણીતા ઉદ્યોગસાહસી પંકજ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. દરેક વ્યક્તિએ આળસવૃત્તિ નો ત્યાગ કરી તકને ઝડપી આગળ વધવું જોઈએ. જીવનમાં કરેલા સંઘર્ષના પરિણામે આજે સામાન્ય માણસ મહાનુભાવ બની સમાજમાં પોતાની શ્રેષ્ઠતા સાબીત કરે છે. વર્તમાન સમય લાગવગનો નહી પણ હરીફાઈનો છે. જે વિદ્યાર્થી કંઈક નવું સંશોધન કરે છે તે બીજા કરતા ઉમદા સાબીત થાય છે.
આ કાર્યક્રમમાં આઈ.આઈ.ટી. રામ ના ડાયરેક્ટર શિવ પ્રસાદ, રજીસ્ટ્રાર એન.ભૂપતાણી, શિક્ષણ
વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.[:]