[:gj]રાહુલનું અસરકારક ચોકીદાર ચોર છે રહેતાં ભાજપ પહેલી વખત કોંગ્રેસની વ્યૂહરચનામાં ફસાઈ[:]

[:gj]કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ચૌકીદાર ચોર હૈનું સૂત્ર વહેતું કરી દીધું અને તે લોકપ્રિય થયું છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચૌકીદાર ચોર હૈ સૂત્ર ખાસ્સુ ગાજ્યું હતું તો તેનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતાઓએ પોતાના ટવિટર હેન્ડલ પર ચૌકીદાર શબ્દને જોડી દીધો છે અને આ માટે સમગ્ર દેશમાં કેમ્પેઈન પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાને પોતાની અટક હું પણ ચોકીદાર કરી દીધી છે.

વડાપ્રધાન મોદીએ પોતાના નામની સાથે ચોકીદાર નરેન્દ્ર મોદી કરી નાંખ્યું છે. તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ પોતાના નામની આગળ ચોકીદાર અમિત શાહ કરી દીધું છે. અમિત શાહે લખ્યું કે જેમણે સ્વચ્છતાને સંસ્કાર બનાવ્યા તે ચોકીદાર છે.

2014માં કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરની ચાવાળાની ટીપ્પણીને પણ આવી જ રીતે ભાજપે ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો હતો તો હવે રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોરહૈનો ભાજપ આવી રીતે જવાબ આપી રહ્યો છે.

નોંધનીય છે કે નરેન્દ્ર મોદી પોતાને વારંવાર ચોકીદાર બતાવે છે અને તેઓ કહે છે કે ભ્રષ્ટાચારને ચલાવી લેવાશે નહીં. રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડીલ અંગે પીએમ મોદી પર વારંવાર હુમલા કરવામાં આવે છે તેને લઈ ભાજપ બેકફૂટ પર છે અને હવે રાહુલ ગાંધીના સૂત્રનો જવાબ આપવામાં આવી રહ્યો છે. આમ તો પીએમ મોદી વિપક્ષના કોઈ સવાલો કે આક્ષેપોના જવાબ આપતા નથી પણ ચોકીદારવાળી વાત પર તેમણે અભિયાન છેડી દીધું છે.

પોતાના નામની આગળ ચોકીદાર જોડનારા નેતાઓમાં અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. જેપી નડ્ડા, મુકુલ રોય,ડો.હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની, સાંસદ પૂનમ મહાજનનો સમાવેશ થાય છે. હવે નામને નીચલા સ્તર સુધી લઈ જવામાં આવશે. જોઈએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ આનો કેવી રીતે જવાબ આપે છે.

વડાપ્રધાન મોદીએ શનિવારે મૈં ભી ચૌકીદારનો વીડિયો જારી કરી ચોકીદાર અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે લખ્યું હતું કે આપ કા ચૌકીદાર રાષ્ટ્ર કી સેવા મે મજબૂતીથી ઉભો છે, પણ હું એકલો નથી. [:]