[:gj]રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ગુજરાતથી કેમ જાહેર કરી [:]

[:gj]રાહુલનો ચક્રવ્યૂહ  – દિલીપ પટેલ – વિશ્લેષણ

2019ની ચૂંટણી કેવી હશે, તે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને મોદી અને અમિત શાહને પડકારીને સ્પષ્ટ કહી દીધું છે. તેમણે વલસાડમાં રેલી સંબોધી તેમાં સ્પષ્ટ હતું કે, તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભ્રષ્ટાચારના મુદ્દા આગળ કરીને ચૂંટણી મુદ્દો બનાવી રહ્યાં છે. હવે પછી 60 દિવસ સુધી તેઓ ભાજપના નેતાઓની સામે આ બાબત અંગે પ્રહારો કરતાં રહેશે. વળી છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ જે ભૂલો કરી છે તે પ્રજાની વચ્ચે લાવીને ચૂંટણી પ્રચાર કરશે. એવી સ્પષ્ટ નીતિ તેમની દેખાઈ રહી છે. તેઓ ખેડૂતોની બેહાલી, ગરીબો લોકોની ખરાબ સ્થિતી અને નાના વેપારીઓની વાત કરી રહ્યાં છે.

ચોકીદાર ચોર છે, હવાઈ જહાજનો ભ્રષ્ટાચાર

લોકસભાની ચૂંટણીમાં તેમનો મુખ્ય મુદ્દો ચોકીદાર ચોર છે – રહેશે. તેઓ રાફેલ યુદ્ધ વિમાનોમાં નરેન્દ્ર મોદીએ જે રૂ.35,000ની કટકી કરી છે તેનો રહેશે. જેના બીજા દસ્તાવેજો તેઓ જાહેર કરતાં રહેશે. મોદીએ 2014માં દેશની પ્રજાને વચન આપ્યું હતું કે, તમારી તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉં. હું દેશનો ચોકીદાર છું. એવું કહેલું, તે ચૂંટણી સૂત્રના આધારે મોદીએ દેશની જનતાનો વિશ્વાસ મેળવીને સરકાર બનાવી હતી. હવે એ જ મુદ્દો પાંચ વર્ષ પછી રાહુલ ગાંધીએ યુદ્ધ વિમાન ખરીદીમાં રૂ.35,000 કરોડના ગોટાળા અને ઉદ્યોગપતિઓના દેવા માફી અને ગરીબોની વેદનાની વાત કરીને ઉલટો કરી દીધો છે. મોદી ચોકીદાર નહીં પણ ચોર છે, એમ કહીને તેમણે નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચારને લોકોની વચ્ચે લઈ જવાનો પ્રયાસ કર્યો છે. તેઓ રાફેલના ભ્રષ્ટાચારના મુદ્દાને દેશનો ચૂંટણી મુદ્દો બનાવવા માંગે છે. તેઓ મોદી અને અનિલ અંબાણીને મળેલા રૂ.35,000 કરોડ ને લોકોની વચ્ચે લઈ જવા માંગે છે.

ફ્રાંસ પણ કહે છે મોદી ચોર છે

રાહુલ ગાંધી કહે છે કે, ચોકીદાર ચોર હૈ. દેશના લોકો નારો લગાવી રહ્યાં છે. ફ્રાંસના રાષ્ટ્ર પતિ કહે છે કે, ચોકીદાર ચોર હૈ. વડાપ્રધાન આ અંગે એક શબ્દ બોલતાં નથી. મોદી જ્યારે ભાષણ કરે છે ત્યારે તેમનો ચહેરો જોવા જેવો હોય છે. સંસદમાં તે આંખ મિલાવી શકતા નથી. અનિલ અંબાણી અંગે મેં પ્રશ્નો ઉઠાવ્યો તો તેઓ તેનો જવાબ આપી શક્યા ન હતા. તે નીચે જોઈને કે બાજુ પર જોઈને વાત કરતાં હતા.

લોકોની વાત કરો, 15 લોકોની નહીં

રાહુલ પોતે શું કરવા માંગે છે તે અંગે તેઓ એકદમ સ્પષ્ટ છે. તેમણે આ ચૂંટણીનો રોડ મેપ નક્કી કરી લીધો હોય છે. અચ્છે દીન લાવવાનો વાયદો 2014માં નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશની જનતા સમક્ષ કર્યો હતો. તેના ઉપર રાહુલ હવે લોકસભાની ચૂંટણીમાં સતત પ્રચાર કરતાં રહેશે. ભાજપ તેનો જવાબ આપશે તો પણ દેશના લોકો સાંભળવાનો પ્રયાસ પણ નહીં કરે. રાહુલ કહે છે કે, ગુજરાતે પ્રધાન મંત્રીને પૂરી તાકાત આપી છે. પણ હવે તેઓ લોકની સામે આંખ સાથે આંખ મીલાવીને વાત કરી શકતાં નથી. માત્ર રાફેલ જ નહીં પણ દેશમાં ઉદ્યોગોને જમીન અને નાણાં આપી લીધા છે. અનિલ અંબાણી, નીરવ મોદી, ચોકસી, લલીત મોદી હજારો કરોડો આપવામાં આવ્યા છે. 15 લોકોના રૂ.3.50 લાખ કરોડ માફ કર્યા છે. ગરીબો અને આદિવાસીઓને કેમ મદદ ન કરી.

બીજા રાજ્યોમાં કર્યું એ ગુજરાતમાં કરવા માંગતો હતો

તેઓ નરેન્દ્ર મોદીની નિષ્ફળ આર્થિક નીતિ અને ખોખલા વચનો સતત ઉઠાવતાં રહ્યાં છે. તેઓ ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો હવે સમગ્ર દેશ સમક્ષ લઈ જઈ રહ્યાં છે. જેની શરૂઆત ગુજરાતથી કરી હતી. રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, હું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અહીં આવ્યો ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપની સરકાર આવી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોના કેટલા માફ કર્યા ?  એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાની કરજ માફ કર્યું છે. બીજી બાજુ આદિવાસી અને ખેડૂતોના કરજા માફ કર્યા નથી. આવું કેમ ?  5 વર્ષમાં મોદીએ કરજ માફ કર્યું નથી. અમે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીશગઢ એમ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવતાં જ ખેડૂતોના કરજ માફ કર્યા હતા. ગુજરાતમાં મેં ચૂંટણી પ્રવાસમાં કહ્યું હતું કે, અમારી સરકાર ગુજરાતમાં બનશે તો કરજ માફ કરીશું. દેવું માફ કરાશે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનતાં જ 10 દિવસમાં જ દેવું માફ કર્યું છે. ગુજરાતની જનતાને કહું છે કે, તમારા માટે આવું જ કરવા માંગતો હતો. પૈસાની કોઈ ખૂટ નથી. રાહુલ ગાંધી અમ કહીને ગુજરાતની જનતાનો ભરોસો જીતવા પ્રયાસ કર્યો છે. તેનો સીધો મતલબ એ કે હવે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જે કંઈ વચનો આપશે તેને પૂરા કરશે એવો સંદેશો તેમણે આપી દીધો છે.

મોદીની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ
દેશમાં દિલ્હી મુંબઈ વચ્ચે ભારતમાલા રોડ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરમાંખેડૂતોની  જમીન જાય છે તે અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે. ખેડૂતોની જમીન લઈ લેવામાં આવી રહી છે. રાહુલ કહે છે કે, લોકોને ન્યાય જોઈએ છે. જો તમે અનિલ અંબાણીને પૈસા આપી શકો છો, તો ગરીબોને કેમ નહીં. તે આપવા પડશે. ખેડૂત પાસેથી જમીન લેવા માંગતા હશો, તો તેને પૂછવું પડશે. જમીનની 4 ગણી રકમ ચૂકવીને તે આપવા પડશે. 5 વર્ષમાં જે જમીનનો ઉપયોગ ન થાય તો તે જમીન ખેડૂતોને પરત કરવાની જોગવાઈ અમે કાયદામાં કરી હતી. છત્તીસગઢમાં ટાટા કંપનીને હજારો એકર જમીન આપી. પણ 5 વર્ષમાં કામ ન શરૂ કર્યું તો તે જમીન ખેડૂતોને પરત કરી હતી. આ કાયદો છે. આ કાયદાને મોદી લાગુ પાડતાં નથી. જલ જમીન જંગલ આદિવાસીઓના છે, તેનો હક્ક આદિવાસીઓને મળશે. કાયદો લાગુ પાડવામાં આવી રહ્યો છે.

રાહુલ ખેડૂતોના હીત જાળવવા માટે અગાઉ સરકારે શું કહ્યું હતું તે વાત લોકોની આગળ લઈ જઈને કહે છે કે, ગુજરાતમા ભારત માલા પ્રોજેક્ટ નહીં પણ ભારત મારા – ભારતને મારી રહ્યાં છો. વિકાસ થવો જોઈએ પણ ખેડૂતોને પૂરતું વળતર આપવું પડશે. ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યાં છે.

વેપારી પ્રમાણિક છે

રાહુલ પોતાના પ્રચારમાં વેપારીઓને ચોર નહીં પણ પ્રામાણિક ગણાવી રહ્યાં છે. તે કહે છે કે, માત્ર ખેડૂતો જ નહીં પણ વેપારીઓને પણ આ સરકારે લૂંટી છે. જીએસટી દ્વારા, નોટબંધી દ્વારા. 500 અને 1000ની નોટો એકાએક રદ કરીને દેશની અર્થવ્યવસથાને ખરાબ કરી. બધાને લાઈનમાં ઊભા કરી દીધા. અનિલ અંબાણી, કરોડ પતિઓ લાઈનમાં ન હતા. ખેડૂતો ગરીબો લાઈનમાં ઊભા હતા. ઈમાનદાર લોકોને લાઈમાં ઊભા કર્યા અને ભ્રષ્ટ લોકોને બેંકના પાછલા બારણેથી તેમને પૈસા આપવામાં આવ્યા. કરવેરા ચૂકવનાર ચોર છે, એવું મોદી માને છે. ભાગેડુ અને બેંકનું કૌભાંડ કરનાર ચોર ગણતાં નથી. જીએસટીનો એક જ વેરો હોવો જોઈતો હતો પણ તેના 5 વેરા બનાવી દીધા. એક જ વેરો રાખવાનો હતો. બધાને બરબાદ કરી દીધા હતા. જય શાહ ને અમિત શાહે રૂ.700 કરોડ સહકારી બેંકમાં જમા કરાવી દીધા હતા. જે અંગે નરેન્દ્ર મોદી કંઈ બોલતા નથી.

આમ તેમણે મોદી અને અમિત શાહના મર્મસ્થાન પર સીધો મુક્કો માર્યો છે. જેનો જવાબ આજ સુધી અમિત શાહ કે નરેન્દ્ર મોદી આપી શક્યા નથી. આ સંવેદનશીલ મુદ્દે આજ સુધી ભાજપના એક પણ નેતા બોલતાં નથી. તે મુદ્દો તેમણે ઊભો કરીને ભાજપના બન્ને પ્રમુખ નેતાઓની 56 ઈંચની છાતી પર તેમણે પ્રહાર કર્યો છે. જે પ્રહાર આ ચૂંટણીમાં સતત ચાલતો રહેશે.

ચાર વેરાનો એક જ વેરો લાવીશું

રાહુલ ગાંધીએ ગુજરાત આવીને પોતાના આર્થિક નીતિ શું રહેશે તે અંગે તેમણે જાહેરમાં કહી દીધું છે. તેમની આર્થિક નીતિ ગુજરાતની વેપારી પ્રજાને તો સ્પર્શ કરે તેવી છે. પણ સમગ્ર દેશના લોકોને તે અસર કરે એવી છે. રાહુલ ગાંધીએ આર્થિક નીતિ જાહેર કરતાં કહ્યું હતું કે, ગુજરાતના વેપારીઓ સાંભળો, 2019માં હિન્દુસ્તાનમાં કોંગ્રેસની સરકાર આવશે તો, જીએસટી બદલશું. આવકવેરા વિભાગ હાવી થઈ ગયું છે તેના બદલે એક જ વેરો રહેશે. વેપારીઓનો આદર થશે. તમે ચોર નથી. તમે ઈમાનદાર છો. તમે વેરા આપો છો. દેશને જોડવા માંગીએ છીએ. સરદાર અને ગાંધીએ દેશને રસ્તો બતાવેલો, ગુજરાત દેશને રસ્તો બતાવશે કે દેશને કઈ રીતે દેશને એક કરવો.

આમ તેમણે સમગ્ર દેશમાં ગુજરાતના લોકોને રાહ ચિંધનાર ગણીવીને નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઘરમાં આવીને દેશમાં પડકાર ફેંક્યો છે. આ નીતિ કોંગ્રેસ માટે ઉજળી તક પૂરી પાડે એવી છે. કોંગ્રેસને સત્તાની નજીક લઈ જાય એવી આ તેમની આર્થિક નીતિ છે. અને તે માટે તેમણે ગુજરાતની ભૂમિને પસંદ કરી છે. ગુજરાતમાં જે રીતે નાના લોકો પર અત્યાચાર થઈ રહ્યાં છે. તે અંગે તેમણે કહ્યું કે, નાના લોકોને મારવામાં આવે છે. પીટવામાં આવે છે.

ગુજરાતના પ્રદેશના લોકો સાથે નાતો જોડતા તે કહે છે કે, મારે ગુજરાતના લોકોને ફરિયાદ કરવાની છે કે તેઓ મને ગુજરાતમાં બહુ ઓછા લાવે છે. ગુજરાત સાથે મરો નાતો છે. મને અહીં થોડો વધારે લાવતાં રહો.

આમ કહીને તેમણે ભાજપના બન્ને ટોચના નેતાને પડકાર ફેંક્યો છે, કે અમિત શાહ અને મોદી જે રીતે ગુજરાતમાં વારંવાર આવીને પોતાનો ગઢ સલામત કરવાનો પ્રયાસ કરે છે. તે ગઢમાં હવે કોંગ્રેસ કાંકરા ખેરવવા માંગે છે. ગુજરાતની 26 લોકસભાની બેઠક ભાજપ પાસે છે તેમાં તેઓ ખેરવીને અડધી પોતે અંકે કરવા માંગે છે એવા સ્પષ્ટ સંકેતો તેમના આ વાક્યમાંથી નિકળે છે.

કોંગ્રેસની આર્થિક નીતિ

રાહુલ ગાંધીએ એક જ જાહેર સભા દ્વારા કોંગ્રેસની અનેક નીતિઓ સ્પષ્ટ કરી છે તેમાં ત્રીજી નીતિ એ છે કે, ગરીબ અને બેકારને દર મહિને રોકડ સહાય આપવી. આ નીતિ કદાચ કોંગ્રેસને દિલ્હીની ગાદી સુધી લઈ જશે. રાહુલ ગાંધી કહે છે કે, કોંગ્રેસ 4 મહિનાથી કામ ચાલે છે. હરિયાળી કૃષિ ક્રાંતિ કોંગ્રેસ લાવી, કમ્યુટર અને કોમ્યુનિકેશન ક્રાંતિ કોંગ્રેસ લાવી, મનરેગા કે જેમાં ગરીબ લોકોને રોજગારી મળે છે તે કોંગ્રેસ લાવી, દૂધની ડેરીની સફેદ ક્રાંતિ અમે લાવ્યા છીએ.

ગેરંટી ઈનકમની નીતિ કોંગ્રેસને તારશે

કોંગ્રેસની નીતિ અંગે જાહેરાત કરીને હવે શું કરવા માંગે છે તે અંગે તે કહે છે કે, કોંગ્રેસ ગેરંટી ઈનકમનો કન્સેપ્ટ લાવવા માંગે છે. ભારતના તમામ ગરીબ લોકોના ખાતામાં નાણા સીધા જમી થશે. મોદી જે રીતે અનિલ અંબાણીના બેંક ખાતામાં પૈસા નાંખી છે, તે રીતે ભારતના ગરીબ લોકોના બેંક ખાતામાં પૈસા નાંખીશું. મોદીએ ગરીબ લોકોને એક દિવસના રૂ.3.50 આપેલા છે,. તેને 30,000 કરોડ આપો છો અને ભારતના લોકોને રોજના રૂ.3.50 આપો છો. ભારતના લોકોનું આ અપમાન છે. કોને બેવકૂફ બનાવો છો. મીનીમમ ઈનકમ અમારી હશે, તે એટલી નાની રકમ નહીં હોય. લોકોના બેંક ખાતામાં સીધા પૈસા નાંખીશું.

તમે માલિક, હું નહીં

લોકશાહી અંગે વાત કરતાં કહે છે કે, અમારા માલિક તેમ છો, માલિક અમે નથી. તમારે તમારી શક્તિ ઓળખવાની છે. તમે કહેશો તેમ અમે કરીશું. કરતાં આવ્યા છીએ. તમારું કરજ માફ કરીશું. કોંગ્રેસે તમારા મનની વાત સાંભળી છે. ભાજપના લોકો પોતાના મનની વાત કરે છે. હું માત્ર તમારી વાત સાંભળવા માગું  છું. તમે અમને આદેશ કરો તે પ્રમાણે કરીશું. ગુજરાત કોંગ્રેસના અને દેશના બધા જ નેતાઓને કહી દીધું છે તમે તમારી મનની વાત ન કરો. જનતાની મનની વાત કરો. ગુજરાતની જનતાએ મને પ્રેમ, આદર કર્યો છે. હું તે જીંદગી ભર નહીં ભૂલું. તમે મને પ્રેમ, શક્તિ આપી, તેનાથી મોટી કોઈ વાત ન હોય. ગુજરાત મને હુકમ કરશે ત્યારે ગુજરાતમાં આવીને હું કામ કરવા તૈયાર છું.

લોકસભા 2019ની ચૂંટણીની પ્રથમ સભા ભાજપે નહીં પણ કોંગ્રેસે કરીને ચૂંટણી યુદ્ધની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જ ભૂમિ પરથી પડકાર આપવાની હિંમત રાહુલ ગાંધીએ બતાવી છે. જેમાં તેમણે રાજકીય વાતો ઓછી કરી છે. પણ દેશના લોકોના સ્વમાન અને તેમના આર્થિક હીતોની વાત વધારે કરી છે. કોંગ્રેસની આર્થિક નીતિ જાહેર કરી દીધી છે. રાહુલ ગમે તે કરે પણ જ્યાં સુધી તેમની ખાનગી નીતિઓ અને વ્યૂહરચના અહેમદ પટેલની હાજરીમાં તેઓ ઘડશે તે ખાનગી નહીં રહે. તે તમામ બાબતો સામેની છાવણીમાં પહોંચી જશે.

(દિલીપ પટેલ)[:]