[:gj]રિસોર્ટના ધંધામાં રોકાણના નામે નિવૃત્ત આર્મીમેન સાથે બે લાખની ઠગાઈ[:]

[:gj]ગોવામાં આવેલા રિસોર્ટમાં રોકાણ કરવા માટે નિવૃત આર્મીમેનને વિશ્વાસમાં લઈને બે લાખ રૂપિયા પડાવી લેનારા આહુજા બંધુ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગરના ભાટ ગામ ખાતે નારાયણ એવન્યુમાં રહેતા નિવૃત આર્મીમેન બિનયકુમાર બિનાયક સીતારામ યાદવ વર્ષ 2016માં જજીસ બંગલો રોડ પર ન્યૂયોર્ક પ્લાઝા ખાતે ધી ગ્રાન્ડ ચંદ્રા રિસોર્ટ એન્ડ હોલિડેની ઓફિસ ધરાવતા દિપક ખેમચંદ આહુજા અને પ્રકાશ ખેમચંદ આહુજા (રહે. શ્યામવિલા બંગલોઝ, ગાળા જિમખાના પાસે, સાઉથ બોપલ) પરિચયમાં આવ્યા હતા. આહુજા ભાઈઓએ બિનયકુમારને પોતાના ગોવામાં આવેલા રિસોર્ટમાં રોકાણ કરવા માટે વિશ્વાસમાં લીધા હતા. આ પછી બંને ભાઈઓએ બિનયકુમાર પાસે ટુકડે ટુકડે બે લાખ રૂપિયા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. આ બે લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ બંને ભાઈઓએ બિનયકુમાર સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. આથી બિનયકુમારે શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.[:]