[:gj]રૂપાણીની કચેરી સામે જ પોલીસ પત્ની ડિમ્પલ આત્મહત્યા કરશે [:]

[:gj]પાંચ મહિના પહેલાં ઉપરી અધિકારીના ત્રાસથી આપઘાત કરી લેનારા PSI દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ પતિના મોત મામલે 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સચિવાલયમાં મુખ્ય પ્રધાનની કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મૃતક પીએસઆઇની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુઆરી 2019માં પોલીસ કમિશનરે પણ ન્યાયની ખાતરી આપી હતી કે મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે. પરંતુ 5 મહિનાથી આરોપી પકડાયો નથી.

રિવોલ્વરથી કરી હતી આત્મહત્યા

દેવેન્દ્રસિંહે 31 ડિસેમ્બર 2018માં આત્મહત્યા કરી લીધી હતી. 2016-2017ની બેચના 500 પીએસઆઈમાંથી ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળે તેના 6 દિવસ પહેલાં ઘરના પહેલા માળે બેડરૂમમાં ગળાથી થોડે ઉપર દાઢીના ભાગે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા દેવેન્દ્રસિંહે 3 પાનાની ચિઠ્ઠી લખી હતી, જેમાં પોતે નહીં હોય તો 3 વર્ષની દીકરીનું ધ્યાન કોણ રાખશે, તેની ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ડીવાયએસપી પટેલનો ત્રાસ દીકરીની ચિંતા કરતાં વધુ હોવાથી દેવેન્દ્રસિંહને મરવાનું વધારે સરળ લાગતા તેણે જીવન ટૂંકાવી દીધું હતું.

સુસાઈડ નોટમાં DYSP એન.પી.પટેલ પર ત્રાસ આપવાનો આરોપ

દેવેન્દ્રસિંહ રાઠોડે તેની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું મદદનીશ નિયામક આઉટડોર (DYSP એન.પી.પટેલ)ના ત્રાસથી આત્મહત્યા કરું છું. તે મને માનિસક ત્રાસ આપે છે, ઓફિસમાં બોલાવીને ખખડાવે છે, ખોટી માંગણી કરે છે. એટલે મારી પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ નથી. આ મરતા માણસની છેલ્લી ઈચ્છા છે કે એન.પી.પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવો અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે. મારે 3 વર્ષની નાની પુત્રી છે. મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે? આ સવાલ મારા મગજમાં હંમેશથી હતો, પણ એન.પી.પટેલના ત્રાસથી તે વિચાર મેં ત્યાગી દીધો છે. આટલી ઈચ્છા છે કે, એન.પી.પટેલને આજીવન કેદ કરવામાં આવે. હું સંપૂર્ણ સભાન અવસ્થામાં આ નિવેદન આપું છું.[:]