[:gj]રૂપાણીનું અપશુકન દૂર થતાં 191 કરોડના વિમાનમાં પ્રવાસ શરૂં [:]

[:gj] ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રૂ.191 કરોડનું વિમાન ખરીદીને બે મહિનાથી હવાઈ મથકના હેંગર પર રાખી મૂકતાં તેનું એક મહિનાનું એક કરોડનું વ્યાજનું નુકસાન અને હેંગરનું એટલું જ નુકસાન થયું છે. હજુ વિમાન ઉડ્યું નથી. પાર્કીંગમાં રાખી મુકવામાં આવ્યું છે. સોશિયલ મિડિયામાં લોકોનો વિરોધ, કમૂરત અને પાલોટને અગાઉથી ટ્રેનિંગ ન આપવાના કારણે વિમાન 2 મહિનાથી ધૂળ ખાય છે. શુકન અને અપશુકનમાં અને મૂહુર્તમાં અંધશ્રદ્ધા ધરાવતાં મુખ્ય પ્રધાનના આ મોંઘા વિમાનને  કમૂરતાં ઉતરતાં વિમાન ઉડાવવાનું નક્કી કર્યું હતું. તેથી નવા વિમાનને ગુજસેલના હેંગરમાં મૂકી તાળા મારી દીધા હતા. હવે 16 જાન્યુઆરી 2020માં કમૂરત દૂર થતાં હોવાથી મુખ્ય પ્રધાન સારું ચોઘડીયું જોઈને વિમાનમાં વેસવાના છે. બેસીને પહેલા દિલ્હી સલામ ભરવા જશે એવું માનવામાં આવી રહ્યું છે.

વિજય રૂપાણીએ કેનેડાની બોમ્બાર્ડિયર કંપની પાસેથી નવું ચેલેન્જર-650 વિમાન રૂ.191 કરોડમાં ખરીદ્યા બાદ 19 નવેમ્બર 2020ના રોજ ગુજસેલ ખાતે આવી પહોંચ્યું ત્યારે મોંઘા વિમાન અને પ્રજાની પરેશાની હોવાથી રૂપાણી પર સોશિયલ મિડિયામાં દ્વારા ભારે ટીકા થઈ હતી. કસ્ટમ્સ, DGCA અને અન્ય સત્તાવાળાઓ પાસેથી પરવાનગી અને પ્રમાણપત્ર લેવામાં સમય લાગ્યો હતો.

16મીથી પ્રથમ ઉડાન ભરશે જો કે આ ટેસ્ટીંગ ફલાઇટ હશે પછી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિજય મુરત જોઈને 12.39માં વિમાનમાં બેસીને ઉડશે. જેમાં તેની આખા કેબિનેટ પ્રધાન બેસી શકે એટલું મોટું 12 બેઠકનું છે.

પડી રહેલા વિમાન અંગે મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા કડક આદેશો અપાયા હતા કે આ વિમાન પાસે કોઇને પણ જવા દેવા નહીં. ફોટા પાડવા દેવા નહીં. આમ પ્રતિબંધ ફરમાવાયો હતો. નવા વિમાનનો વિવાદ શાંત પડતા અને કમૂરત ઉતરી જતા અમદાવાદ એરપોર્ટ પરથી પ્રથમ ઉડાન ભરવામાં આવશે,

બોમ્બાર્ડીયર કંપનીનો પાયલોટ એક વર્ષ અમદાવાદમાં રહેશે. જે મુખ્ય પ્રધાનના પાયલોટસને ટ્રેનીંગ આપશે. હાલમાં સરકારનો એક પાયલોટ કેનેડા ટ્રેનીંગ પર છે. આગામી સમયમાં બીજો પાયલોટ પણ ટ્રેનીંગમાં જશે.

ખેડૂતોના પાક વીમો, ખેડૂતોનું દેવું, સરકાર પર 2 લાખ કરોડનું દેવું, એલઆરડી પેપરલીક કાંડ, બિન સચીવાલયના ક્લાર્કની પરીક્ષાનો વિવાદ થાળે પડ્યા બાદ હાલમાં ચાલી રહેલા જેએનયુના વિવાદ વચ્ચે નવા વિમાનને ટેસ્ટીંગ તરીકે ઓપરેટ કરાશે.

નવું વિમાન કેવું છે

અત્યાર સુધી ચેલેન્જર સીરિઝના કુલ 1100 વિમાન જ બજારમાં ઉતર્યા છે. હાલમાં ગુજરાતના ચાર પાઇલટને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે એન્જીન ધરાવતા આ વિમાનનું નામ ‘Bombardier Challenger 650‘ છે.

12 લોકોને બેસાડનાર બોમ્બાર્ડિયરની ફ્લાઇંગ રેન્જ 7,000 કિલોમીટર જેટલી છે. તે લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.

વર્લ્ડક્લાસ લેવલની આલિશાન કેબિનની સુવિધા છે. કેબિનને સ્પેસિયસ બનાવવામાં આવી છે.સફર કરનાર દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે તે રીતે કેબિનને ડિઝાઈન કરાઈ છે.

પહેલી નજરે તે ફાઈવ સ્ટાર હોટલના મીટિંગ રૂમ જેવું લાગે છે.

પ્લેનમાં મોટી બારી લગાવાઈ છે, જેનાથી બહારનો નજારો જોઈ શકશે.

વિમાનમાં હરીફરી શકાય તેટલી સ્પેસ છે.

વિમાનનો વોશરૂમ પણ લક્ઝુરિયસ છે.

વિમાનમાં કોકપીટમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.

5 વર્ષથી વિમાનની ફાઈલ ચાલતી હતી. વિમાન 7000 કિ.મી સુધી ઉડી શકે છે.

વિમાનનો વોશરૂમ પણ લક્ઝુરિયસ છે.

જૂનું વિમાન

રૂપાણી અત્યાર સુધી 20 વર્ષથી વપરાતા બીચક્રાફ્ટ સુપર કિંગ વિમાનનો ઉપયોગ કરતાં હતા. છતાં લાંબી યાત્રા માટે એક લાખ રૂપિયા પ્રતિ કલાકથી ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. જૂના વિમાનમાં વારંવાર બળતણ ભવાની સમસ્યા પણ હતી. આ વિમાન લાંબી યાત્રા માટે સક્ષમ નહોતું. જુના વિમાનની ક્ષમતા 9 પ્રવાસીઓની હતી. જેમાં 4 થી 5 પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકતાહતા.  વિમાને સાથે વધારાનું બળતણ રાખવું પડતું હતું. વારંવાર રિફ્યુઅલિંગ કરવું પડતું હતું. વિમાન 870 કિમી પ્રતિ કલાકની ઝડપ રહી હતી. 2500 કિલોમીટરનું અંતર કાપવામાં પાંચ કલાકથી વધારેનો સમય લાગે છે.

મુખ્ય પ્રધાનનો બચાવ

મુખ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, “જે વિમાન વાપરવામાં આવી રહ્યું હતું તે સુરક્ષાના કારણોસર જોખમી હતું. સીએમ કૉફિન પર સવારી કરી રહ્યા છે. નાગરિક ઉડ્ડયને આ અંગેનો અહેવાલ પણ સોંપ્યો હતો. આથી 20 વર્ષ જૂના વિમાનની સુરક્ષામાં કમી જણાતા નવું વિમાન ખરીદવામાં આવ્યું છે. આ વિમાન મારા પોતાના માટે નહીં પણ રાજ્ય સરકાર માટે ખરીદવામાં આવ્યું છે. બધી રાજ્ય સરકાર આવી રીતે ખરીદી કરતી હોય છે. રાજ્ય સરકારે 20 વર્ષ બાદ ઍરક્રાફ્ટની ખરીદી કરી છે.”

કેજરીવાલનો હુમલો

વિજય રૂપાણીએ રૂ.191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદતા દેશભરમાં વિરોધ અને ચર્ચા થઈ રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલે રૂપાણી પર બોંબ ફેંક્યો હતો કે 191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદવા કરતા મહિલાઓને સરકારી બસોમાં મફત યાત્રા કરાવી સારી. અમે ફ્રી બસ યાત્રા યોજનાની શરૂઆત કરી તો, ભાજપને તેનાથી વાંધો પડી રહ્યો છે. લોકો પૂછવા લાગ્યા છે કે આ માટે પૈસા ક્યાંથી આવ્યા. એક મુખ્યમંત્રી પોતાના માટે 191 કરોડનું વિમાન ખરીદે છે. મેં વિમાન નથી ખરીદ કર્યું કારણ કે વિમાનના ખર્ચમાં મારી બહેનો માટે મફત બસ યાત્રા શરૂ કરવાને વધુ યોગ્ય માનું છું.

પ્રજા પરેશાન રાજા વિમાનમાં

એક તરફ કમોસમી વરસાદના લીધે ગુજરાતના ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિમાન ખરીદ કર્યું ત્યારે તેઓ પ્રજામાં ભારે અપ્રિય થઈ પડ્યા હતા.

મહિને 1 કરોડ ખર્ચ

2 માર્ચ 2019ના વિધાનસભામાં જાહેર થયેલી વિગતો રોડ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 2017માં 3.23 કરોડ અને વર્ષ 2018માં 3.43 કરોડનો ખર્ચ થયો હતો. જો તમામ ખર્ચ ગણવામાં આવે તો મહિને રૂ.2 કરોડનો ખર્ચ આ બે મહાનુભાવો

વડાપ્રધાનનો રૂ.600 કરોડનો ગુજરાતમાં ખર્ચ

વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 40 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 25 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ.600 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન કેટલી વાર ગુજરાત આવ્યા?

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને ઓક્ટોબર 2019 સુધીમાં તેમણે 52 વખત ગુજરાતની મુલાકાત લીધી હતી. હવે 65 વખત 2019 ડિસેમ્બરમાં થઈ છે. સામાન્ય રીતે કોઈપણ વડાપ્રધાનની મુલાકાત કોઈ રાજ્યમાં હોય તો સઘન વ્યવસ્થા કરવી પડે છે. વડાપ્રધાનના પ્રવાસ સમયે તેમના એસપીજી, તેમની હોટલાઈન, તેમનું એરક્રાફ્ટ, તેમના જે તે રાજ્યના પ્રવાસ દરમિયાન વાહનોની વ્યવસ્થા, એસપીજી એક સપ્તાહ પહેલાથી જ પહોંચતા હોવાથી તેમનો હોટેલમાં રહેવાનો ખર્ચો, સ્થાનિક રાજ્યની પોલીસ ફોર્સ, સ્થાનિક આઈબી, વડાપ્રધાન હોવાના કારણે તેમના ભોજન અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા વગેરે એમ કુલ મળીને અંદાજે રૂ. 10 કરોડ એક પ્રવાસ પાછળ ખર્ચ કરવો પડતો હોય છે.

વાડ ચીભડા ગળે છે

જાન્યુઆરી 2019માં એક આરટીઆઈના જવાબમાં ભારતીય વાયુ સેના દ્વારા વિગતો આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મે 2014થી જાન્યુઆરી 2019 સુધીના બિન સત્તાવાર પ્રવાસ માટે ભારતીય જનતા પક્ષ દ્વારા રૂ. 1.4 કરોડ ચૂકવવામાં આવ્યા છે. વડાપ્રધાનના આ બિન સત્તાવાર પ્રવાસ માટે ફાળવેલા વિમાન કે હેલિકોપ્ટરનો ચાર્જ પ્રતિ પ્રવાસ નથી વસુલાયો પણ દિલ્હીથી જે તે રાજ્યના વિસ્તાર સુધીના કોમર્શિયલ ભાવ પ્રમાણે વસૂલ કરવામાં આવ્યો છે.

દિલ્હીથી અમદાવાદ સુધીના કોમર્શિયલ પ્લેનનું ભાડું અંદાજે રૂ. 2500થી 7000 સુધીનું હોય છે ત્યારે વાયુસેનાને ભાજપે ઓછામાં ઓછા રૂ. 744 પ્રતિ પ્રવાસ ચૂકવ્યા હોવાનું કહેવાય છે. 1999માં નક્કી કરાયા મુજબ પ્રતિ કિલોમીટર પ્રતિ મુસાફર ભાડું આપવાનું હોય. પરંતુ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં ભાજપ દ્વારા માત્રને માત્ર રૂ. 744થી લઈને 1000 સુધીનો ચાર્જ જ ચૂકવવામાં આવ્યો છે. સામાન્ય રીતે દિલ્હીથી અમદાવાદના પ્રવાસ માટે વાયુસેનાનું વિમાનનું ભાડું રૂ. 50 લાખ જેટલું ચૂકવવાનું થતું હોય છે.

ચાર વર્ષમાં 42 દેશ ફરીને મોદીએ 1500 કરોડ વાપર્યા

જૂન, ૨૦૧૪થી જૂલાઈ 2018 સુધીમાં વડાપ્રધાન મોદીએ ૮૪ દેશોમાં ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ રૂ.1484 કરોડનો ખર્ચ થયો હતો.

વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે આપેલા આંકડા મુજબ ૧૫ જૂન, ૨૦૧૪થી ૧૦ જૂન, ૨૦૧૮ સુધીમાં વડાપ્રધાનના વિમાનની સારસંભાળ પાછળ ૧૦૮૮.૪૨ કરોડ રૃપિયા, ચાર્ટડ ફલાઇટ પાછળ ૩૮૭.૨૬ કરોડ રૃપિયા અને હોટલાઇન પાછળ ૯.૧૨ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે.

મે, ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી મોદીએ ૪૨ વિદેશ પ્રવાસોમાં ૮૪ દેશોની મુલાકાત લીધી છે. વી કે સિંહે આપેલા ખર્ચના આંકડામાં ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં હોટલાઇન પાછળ થયેલા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ૨૦૧૮-૧૯ની ચાર્ટડ ફલાઇટનો ખર્ચ પણ સામેલ કરવામાં આવ્યો નથી.

સિંહે આપેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ ૨૦૧૪-૧૫માં ૧૩, ૨૦૧૫-૧૬માં ૨૪, ૨૦૧૬-૧૭માં ૧૮ અને ૨૦૧૭-૧૮માં ૧૯ દેશોની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન બન્યા પછી મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ જૂન, ૨૦૧૪માં ભૂતાનનો હતો. ૨૦૧૮માં તેમણે અત્યાર સુધીમાં ૧૦ દેશોનો પ્રવાસ કરી લીધો છે. જેમાં સૌથી છેલ્લો પ્રવાસ ગયા મહિનાનો ચીનનો પ્નવાસ હતો.

ચાર્ટડ ફલાઇટનો ખર્ચ ૨૦૧૪-૧૫માં રૃ. ૯૩.૭૬ કરોડ, ૨૦૧૫-૧૬માં રૃ. ૧૧૭ કરોડ, ૨૦૧૬-૧૭માં રૃ. ૭૬.૨૭ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૃ. ૯૯.૩૨ કરોડનો ખર્ચ થયો હતો.

ગુજરાતનું દરેક કુંટુંબ રૂ.1.25 લાખ વેરો આપે છે

રૂ.30,769 ગુજરાતના દરેક લોકો પાસેથી ગુજરાત સરકાર વેરો ઉઘરાવી રહી છે. જે કુટૂંબ દીઠ ગણવામાં આવે તો રૂ.1.25 લાખ એક વર્ષના થવા જાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલા અંદાજપત્રમાં રૂ.2 લાખ કરોડની આવક બતાવી છે. આ આવક સરકાર પોતે વેરા, ફી, રોયલ્ટી જેવી બાબતો દ્વારા મેળવે છે. ગુજરાતની 6.50 કરોડ પ્રજા પાસેથી આ રકમ મેળવે છે.[:]