[:gj]રૂપાણી પ્રધાન મંડળમાં ફેરફાર કરે એવી શક્યતા [:]

[:gj]ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી 4 ધારાસભ્યોની ખાલી પડનારી જગ્યા પર ફેર ચૂંટણી થશે. ઉપરાંત પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોમાંથી અને હવે તે પેટા ચૂંટણીમાં ઉમેદવારો હશે તેમને અત્યારથી પ્રધાન બનાવી દેવાની એક યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં ભાજપના નેતાઓ કે જે સાંસદ છે તેમને પણ ગુજરાતના પ્રધાન મંડળમાં સ્થાન આપવાની છૂપી યોજના છે.

મોદી મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ ગુજરાતમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. વિજય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા બનાવવામાં આવી રહી છે.

બનાસકાંઠા લોકસભા સીટ ઉપરથી ચૂંટણી જીતી ચુકેલા રાજ્યના પાણી પુરવઠા અને જળસંશાધન મંત્રી પરબત પટેલ સાંસદ બની ગયા બાદ તેમની સ્થાને 2017માં હારી ગયેલા શંકર ચૌધરીને પ્રધાન મંડળમાં ચૂંટણી પહેલાં લેવામાં આવે એવી શક્યતા છે.

મહેસાણા જિલ્લાના ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવી ચુકેલા આશા પટેલને પણ પ્રધાન બનાવવાની લાઈનમાં છે. જામનગર ગ્રામ્ય સીટથી વિધાનસભા પેટાચૂંટણી જીતી ચુકેલા રાઘવજી પટેલની પણ મંત્રીમંડળમાં લેવા કે કેમ તેની વિચારણા છે. પણ જામનગરમાંથી હાલ બે પ્રધાનો છે તેથી તેમને સ્થાન મળે એવી શક્યતા ઓછી છે.[:]