[:gj]રૂપાણી સરકારનું પેટ્રોલનું રાજકારણ, પ્રજાના પેટમાં આગ લગાડે છે[:]

[:gj]ભાજપના યુવા મોરચા અધિવેશનમાં નાણાં પ્રધાન નીતિન પટેલ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવામાં આવશે નહીં, એવું ભાજપના યુવા મોરચાના અદિવેશનમાં જાહેરાત કરી દીધી હતી. પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટી શકે તેમ છે. ગુજરાતમાં ભાજપની સરકારે બહુ પહેલા જ વેટ ઘટાડી દીધો હતો, તેથી હવે વેરો ઘટાડવામાં નહીં આવે એવું તેમનું સ્પષ્ટ કહેવું છે. પણ સતત 28 દિવસ સુધી ગુજરાતમાં ભાવો વધારવામાં આવી રહ્યાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં સૌથી વધારે પેટ્રોલ અને ડિઝલના ભાવ છે. ગુજરાત સરકારને થોડા મહિનામાં જ રૂ.1300 કરોડના આવક પેટ્રોલ અને ડિઝલના ભાવ વાધારાથી થઈ છે. આમ ગુજરાતની વિજય રૂપાણી સરકાર સદંતર જૂઠનો પ્રચાર કરી રહી છે. જો વિજય રૂપાણીની સરકાર ધારે તો લોકોને સારો એવો લાભ અપાવી શકે તેમ છે.

ભાવનગરમાં સૌથી વધું ભાવ

પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવવધારાએ ગુજરાતમાં માઝા મુકી છે. તેથી કોંગ્રેસ દ્વારા પ્રજાની મુશ્કેલીને વાચા આપવા માટે ગુજરાત બંધ કરાવ્યું હતું. પેટ્રોલ અને ડીઝલનાં ભાવવધારાની અસર અન્ય ચીજ વસ્તુઓ પર પણ પડી છે અને લોકોનાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ. ભાવનગરમાં પેટ્રોલ રૂ.81.01, રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 80.73 રૂપિયા અને ડીઝલ 72.83 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. પાછલા 4 વર્ષોમાં પેટ્રો પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યૂટી બે ગણી વધારી દેવામાં આવી છે. તેથી સામાન્ય માનવી પર આ કારણે મોંઘવારીનો બમણો માર પડી રહ્યો છે. પ્રજાને હાલમાં પરેશાની થઇ રહી છે પરંતુ ગુજરાત સરકારની તિજોરી વેરાથી ઉભરાઈ રહી છે.

2017માં ચૂંટણીમાં વેરા ઘટાડેલા, હવે પાંચ ગણી વસૂલાત

તાજેતરમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધતાં ગુજરાત સરકારની આવકમાં રૂ.1305 કરોડનો વધારો થયો છે. જે પ્રજાને રાહત આપી શકાય તેમ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબર 2017માં ગુજરાત સરકારે વેટમાં 4% નો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં વેટ ઉપરાંત સેસ પણ વસૂલ કરે છે. તેથી કિંમતોમાં વધારો થઇ જાય છે. ગુજરાતમાં પેટ્રોલના વેચાણના કારણે રૂ.3,000 વધુ રૂપિયાની આવક થાય છે. ડીઝલ ઉપર વેરાની વર્ષે રૂ.8,000 કરોડની આવક થાય છે. તે આવક ઘટાડી શકાય તેમ છે. ગુજરાત સરકારના દાવા મુજબ અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપર 20 ટકા વેટ અને 4 ટકા સેસ વસુલાય છે. જ્યારે વાસ્તવમાં ગુજરાતમાં પેટ્રોલ ઉપર 25.45 ટકા અને ડીઝલ ઉપર 25.55 ટકાના દરે ઈફેકટીવ ટેક્ષ વસુલવમાં આવી રહ્યો છે. જેમાં વેટ, સેસ ઉપરાંત અન્ય વધારાના વેરા અને સરચાર્જ પણ સામેલ હોય છે. સરકારે દર વર્ષે આ આવકમાં 70થી 80 ટકાનો સરેરાશ વધારો થઈ રહ્યો છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર 24 ટકા વેટ લાગતો હતો. તે હવે 4 ટકા ઘટાડવામાં આવતા 20 ટકા વેટ થયો હતો.  તેના પર કેન્દ્ર સરકારની ચાર ટકા સેસ કેન્દ્રની ભાજપ સરકારે રાખ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ગાંધીનગરમાં વેટ ઘટાડાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલના લિટર ભાવમાં રૂ.2.93 પૈસા અને ડીઝલના લિટર ભાવમાં રૂ.2.72 પૈસાનો ઘટાડો થયો હતો. તેથી પેટ્રોલ પ્રતિ લિટર રૂ.67.53 પૈસા અને ડીઝલ પ્રતિ લિટર રૂ.60.77 પૈસાના ભાવે મળતું થયું હતું. વેટ ઘટવાને લીધે રાજ્યની આવકમાં રૂ. 2,316 કરોડની ઘટ પડશે.

રાજ્ય સરકાર પ્રતિ વર્ષ સરેરાશ રૂા.12,000 કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા તે સમયે 2017માં મેળવતી હતી. એક્સાઇઝ ઘટવાના કારણે રાજ્ય સરકારની આવકમાં રૂ. 2,316 કરોડ જેટલો ઘટાડો થવાનો હતો.

વિધાનસભામાં જાહેરાત

15 માર્ચ 2018ના રોજ ગુજરાત વિધાનસભા ડીઝલ-પેટ્રોલના વેરાના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ડીઝલની રૂ.1429 કરોડની આવક થઈ હતી. ગત બે વર્ષમાં રૂ.6423 કરોડની આવક થઈ હતી. ખરેખર તો 2011-12થી આજ સુધી કેન્દ્ર સરકારની કમાણી 250 ટકા વધી છે. ગુજરાત સરકારની કમાણી 76 ટકા વધી છે. હવે આમાં સાચું શું સમજવું. સરકારે જ પ્રજાને ગેરમાર્ગે દોરતી હોવાનું 2017 અને 2018ના આંકડાઓ પરથી ફલિત થાય છે.

કેન્દ્ર સરકારની કેટલી આવક

2014-15માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 99,184 કરોડ રૂપિયા હતી, જે 2017-18માં 2,29,019 કરોડ રૂપિયા થઈ ગઈ. જેના કારણે ગુજરાત સરકારને વેરાથી થતી કમાણી જંગી આવક વધી છે. સરકાર ઈચ્છે તો કેટલીક નીતિઓ દ્વારા ટેક્સમાં ઘટાડો કર્યા વિના પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલની ખરીદ કિંમતમાં અડધો-અડધ ટેક્સ છે. હાલમાં GSTમાં 28 ટકા ટેક્સ સ્લેબ સૌથી વધારે છે. જો સરકાર પેટ્રોલ-ડીઝલનો સ્લેબ 40 ટકા રાખે તો પણ તેની કિંમત ઘટી શકે છે. કેન્દ્ર સરકાર જો રૂ.2નો ઘટાડો કરે તો લોકોને રોજનો રૂ.30,000 કરોડનો ફાયદો થાય તેમ છે. 2011-12થી 2018-19ના નાણાકીય વર્ષ સુધીમાં 35% ભાવ ઘટ્યા છે. તે હિસાબે આજે લોકોને પણ લાભ આપવામાં આવ્યો નથી. 112 ડોલર બેરલ કૃડનો ભાવ હતો તે ઘટીને આજે 73 ડોલર છે. તેની સામે ડોલર સામે રૂપિયો 31 ટકા તૂટી ગયો છે. 2011-12માં ડોલર 48 રૂપિયે હતો જે હાલ 71-72 થઈ ગયો છે. ખરેખર તો ભાવ વધારો એ વેરામાં વધારો કરવાના કારણે થયો છે. જો વેરો લેવામાં ન આવે તો રૂ.80નું પેટ્રોલ રૂ.54માં મળી શકે તેમ છે. 2011-12થી આજ સુધી કેન્દ્ર સરકારની કમાણી 250 ટકા વધી છે. ગુજરાત સરકારની કમાણી 76 ટકા વધી છે.

ONGCનો વધતો નફો

ક્રૂડની વધતી કિંમત ONGCને ફાયદો એકાએક વધી ગયો છે. ONGC 20 ટકા ક્રૂડ ઓઈલ પુરું પાડે છે. જે પેટ્રોલ પંપોને સસ્તી કિંમતે ક્રૂડ ઓઈલ આપી શકે તેમ છે. તેના બદલામાં કેન્દ્ર અને ગુજરાત સરકાર કંપની પાસેથી ઓછો નફો લઈ શકે છે.

OPEC પર દબાણ લાવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ

OPEC પશ્ચિમી દેશો પર ભારત સરકાર દબાણ વધારવામાં નિષ્ફળ ગઈ છે તેથી ગુજરાત સરકાર ઊંચા અવાજે કેન્દ્રની ભાજપ સરકાર પર દબાણ લાવે તો કેન્દ્ર સરકાર OPEC પર દબાણ વધારીને પેટ્રોલ ડિઝલના ભાવો ઘટાડી શકે છે.[:]