[:gj]રેલ્વેના પ્રવાસીઓ પાસે હવે મનગમતા ભોજનનો વિકલ્પ [:]

[:gj]અમદાવાદ,તા.10

રેલવે મંત્રાલયના મંત્રી પિયૂષ ગોયલ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નવી ભોજન નીતિમાં રેલવેમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને તેમનો મનપસંદ ભોજન પસંદ કરવાનો ઓપ્શન ઇ-ટિકીટનું બુકિંગ કરાવતી વેળાએ જ મળી જાય તેવી સુવિધા આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન હેઠળ પેસેન્જરને એક કરતાં વધુ ભોજનમાંથી મનપસંદ ભોજનની ડિશ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. મનપસંદ મેનુ માટે પેસેન્જરે સારી કિંમત પણ ચૂકવવી પડશે.

 

ટિકીટ પરનો દસ આંકડાનો પિન નંબર એન્ટર કરવો પડશે

અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવેમાં પ્રવાસ કરતી વ્યક્તિને કોઈ વાનગી કે ડિશ મંગાવવી હોય તો તેણે પહેલા તેની ટિકીટ પરનો દસ આંકડાનો પિન નંબર એન્ટર કરવો પડશે. આ પિન નંબર એન્ટર કરવામાં આવે તે પછી તેને ઓનલાઈન ફૂડ માટેના ઓપ્શન્સ મળશે. પેસેન્જર ઇચ્છે તો ડોમિનોઝ પિત્ઝાનો ઓર્ડર કરી શકે છે. તેવી જ રીતે ગ્રાન્ડ ભગવતીના કે હોટેલ સાગર, ચાઈના હટ સહિતના યાદીમાંની હોટેલમાંથી ઓર્ડર કરી શકો છો. તેમાં ઓર્ડર પ્લેસ કરી દો એટલે તમને અમદાવાદ સ્ટેશન પર તમારી સીટ પર ઓર્ડર મુજબનું પાર્સલ મળી જ જશે.અમદાવાદથી મુંબઈ જતો પેસેન્જર વડોદરા સ્ટેશને ગાડી પહોંચે કે ભરૂચ સ્ટેશને ગાડી પહોંચે ત્યારે જ સુરતની ઘારી માટેનો ઓર્ડર આઈઆરસીટીસીની કેટરિંગની વેબસાઈટ પર પ્લેસ કરી દે તો તેને સુરત આવે ત્યારે તેના ઓર્ડર પ્રમાણેની વાનીનું પાર્સલ મળી શકે છે. આ માટે આઈઆરસીટીસીએ ઘણી ફૂડ ચેઈન સાથે ટાઈઅપ કરેલું છે.

આરઈઆરસીટીસીની ઈ-કેટરિંગની વેબસાઈટ પર ભોજન ઓર્ડર કરી શકાશે

રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે રેલવેની કેટરિંગ પોલીસીનો નિર્દેશ આપ્યો છે કે રેલવેમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ આરઈઆરસીટીસીની ઈ-કેટરિંગની વેબસાઈટ પર અથવા તો તેમણે તૈયાર કરેલી એપ પર જઈને કોઈપણ શહેરની બહુ જ વખણાતી વાનગીનો ઓર્ડર તે સ્ટેશન પર ગાડી પહોંચે તે પહેલા જ આપી શકો છો. તમારી ગાડી તે સ્ટેશન પર પહોંચે ત્યારે તમને તે વસ્તુ મળી જાય તેવી ગોઠવણ થઈ જશે.આ માટે ઓર્ડર કરનાર ડેબિટ કાર્ડથી, મોબાઈલ વોલેટથી અથવા તો પછી કેશ ઓન ડિલિવરીના ઓપ્શનથી ઓર્ડર આપી શકે છે. પરિણામે પિત્ઝા, પનીર મખની, વેજ બિરિયાની, દાલ ખીચડી, પનીર ટકાટક સહિતની તમામ વાનીઓનો ઓર્ડર પેસેન્જર મૂકી શકે છે. તેમ જ નાસ્તો કરવો હોય તો આલૂ પરાઠાં, પાંવભાજી, ઇડલી વડો કે બ્રેડ બટર પણ ઓર્ડર કરી શકે છે. આ સાથે જ લસ્સી, ગુલાબ જાંબુ અને તેના જેવા અન્ય ડેઝર્ટ પણ ઓર્ડર કરી શકશે. આ માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતી સીમિત નથી.

મુંબઈ, દિલ્હી, બેન્ગ્લોર, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ,  અજમેર, ધનબાદ, ડેલ્ટોનગંજ, જયપુર, ઇન્દોર, હાવરા જેવા શહેરો અને તેની ઇટરીઝમાંથી ઓર્ડર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમય જતાં આ યાદીનો વ્યાપ સમગ્ર દેશને આવરી લે તેવો કરી દેવામાં આવશે.

 

 [:]