[:gj]લગ્ન કે ડાયરા સહિતના જાહેર કાર્યક્રમમાં હથિયાર સાથે રાખવા પર પ્રતિબંધ મૂકતા DGP[:]

[:gj]સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં યોજાતા લોકડાયરા સહિતની ઉજવણીમાં જાહેરમાં ફાયરીંગની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને કેટલાક નામચીન લોકો દ્વારા લોક ડાયરા અને લગ્ન પ્રસંગોમાં હવામાં ગોળીબાર કરવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઘટનાઓ પર બ્રેક મારવા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જાહેર અને સામાજિક પ્રસંગોમાં હથિયારોના વપરાશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કર્યો છે.

ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્ર પ્રસિદ્વ કરી ઉજવણી દરમિયાન હથિયારો પર નિયંત્રણ મૂકવાના આદેશ જારી કર્યા છે. નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.શેખ દ્વારા ડીજીપીના હુકમથી જાહેરાત કરવામાં આવી છે. સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગયા મહિને લગ્ન પ્રસંગમાં હવામાં છોડાયેલી ગોળીથી એક મહિલાનું મોત નિપજ્યું હતું. હવામાં છોડાયેલી ગોળી ફ્લેટની બાલ્કનીમાંથી વરઘોડો જોઈ રહેલી મહિલાને વાગતા તેનું મોત નિપજ્યું હતું. આવા અનેક બનાવો રાજ્યમાં બન્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

જાહેરમાં ફાયરીંગની ઘટનાઓ વધતી જઈ રહી હોવાના કારણે પોલીસ અધિક્ષક દ્વારા કડક આદેશ કરવામાં આવતા હવેથી જાહેર કાર્યક્રમોમાં હવામાં ગોળીબાર કરવામાં આવ્યો તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.[:]