[:gj]લેભાગુ અને બનાવટી પત્રકારોથી ચેતો, પોલીસ અને પ્રેસ સંગઠનને જાણ કરો[:]

[:gj]દિવાળીના દિવસોમાં રાજ્યના તાલુકા કક્ષામાં બનાવટી અને લેભાગુ પત્રકારો એકાએક વધી જતાં ખરી રીતે કામ કરતાં પત્રકારોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. આ વખતે દરેક તાલુકામાં લેભાગુ પત્રકારો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જે વેપારીઓ, અધિકારીઓ અને રાજકારણીઓ પાસે જઈને જાહેરાતના નામે પૈસા પડાવવાનું કામ કર્યું છે. રોજીંદા સમાચારો મેળવીને લખતાં કે ટીવી સાથે જોડાયેલા પત્રકારો પરેશાન થઈ રહ્યાં છે. આ અંગે પત્રકારોએ ચોક્કસ નીતિ બનાવવી હવે જરૂરી બની ગઈ છે. કારણ કે રાજ્યમાં આવા લેભાગુ અને બનાવટી પક્ષકારોની સંખ્યા 2500ની આસપાસ જોવા મળી છે. જે પત્રકારત્વના વ્યવસાયને બદનામ કરવાનું અને પ્રજાને પરેશાન કરવાનું કામ કરી રહ્યાં છે. તેથી સાચા પત્રકારો તેમનો વિરોધ કરે છે. અને જ્યાં પણ આ રીતે પત્રકારો અને માલિકો લોકોને પરેશાન કરતાં હોય ત્યાં તેઓ સ્થાનિક પત્રકાર સંઘ કે જાણીતા પત્રકારોનો સંપર્ક કરીને તેની જાણ પોલીસને કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આવી ઘટના પાટણ જિલ્લાના હારીજ- સમી તાલુકામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. દિવાળી સમયે લેભાગુ પત્રકારોનો રાફડો ફાટ્યો હતો. જેમાં દિવસ દરમિયાન ગાડી અને બાઈક ઉપર પ્રેસ-ટીવી-વેબ લખાવી ફરતા લેભાગુ પત્રકારો ફરી રહ્યા હતા. તેમની સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી સ્થાનિક જાગૃત મીડીયાની માંગ ઉઠવા પામી છે.

દિવાળીના તહેવારો નજીક આવતાંની સાથે જ જાણે કે લેભાગુ પત્રકારોને કમાવાની સિઝન ખુલી હોય તેમ અમુક લોકો માત્ર અને માત્ર દિવાળીના દિવસોમાં જ નજરે પડતા હોય છે. દિપાવલી જાહેરાતના બહાને અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, સરપંચો, ખાનગી ડાક્ટરો, મેડિકલ સ્ટોર્સ, બિલ્ડરો પાસે જાહેરાતના ઓથા હેઠળ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેના કારણે હારીજ- સમી પંથકના સાચા મીડિયા કર્મીઓમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે.

હારીજ તાલુકા પ્રેસ એસોસીયેશન પ્રમુખ કનુભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આવા લોકોને કોઈપણ અધિકારી અને અન્યને પ્રોત્સાહન ન આપવા માટે અનુરોધ કર્યો હતો. આવા કોઈ તત્વો પરેશાન કરતાં હોય તો પ્રેસ એસોસીએશન તથા પોલીસને જાણ કરવી. જિલ્લાના પોલીસ વડા દ્વારા અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આવા લેભાગુ પત્રકારો વિરૂધ્ધ લાલ આંખ કરવામાં આવે તેવી માંગ કરી હતી.[:]