[:gj]લોકસભાના હરીફ ઉમેદવારોની યાદી[:]

[:gj]લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૧૯ અને વિધાનસભા પેટા ચૂંટણી, ૨૦૧૯ માટે ગુજરાતમાં તા.૨૮.૦૩.૨૦૧૯ થી તા.૦૪.૦૪.૨૦૧૯ સુધી ૫૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયેલા હતા. ૦૫.૦૪.૨૦૧૯નાં રોજ ચકાસણી દરમ્યાન કુલ ઉમેદવારીપત્રો
પૈકી કુલ-૧૨૦ ઉમેદવારીપત્રો રદ થયેલ છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આખરી તારીખ ૦૮.૦૪.૨૦૧૯ સુધીમાં કુલ-૮૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર પરત ખેંચવામાં આવેલી છે. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૧૯માં હરીફ
ઉમેદવારની કુલ સંખ્યા ૩૭૧ થયેલી છે.
ચાર વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણી, ૨૦૧૯ માટે કુલ-૮૨ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ હતાં. તા.૦૫.૦૪.૨૦૧૯નાં રોજ ચકાસણી દરમ્યાન કુલ ઉમેદવારીપત્રો પૈકી કુલ-૧૫ ઉમેદવારીપત્રો રદ થયેલ છે.
૦૮.૦૪.૨૦૧૯ સુધીમાં કુલ-૨૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર પરત ખેંચવામાં આવેલી છે. આમ, હવે વિધાનસભા
પેટા ચૂંટણી, ૨૦૧૯માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા ૪૫ થયેલી છે. વિગતવાર પત્રક આ સાથે સામેલી છે.

ઉમેદવારોની સંખ્યાકિય વિગત

મતવિભાગ  – ઉમેદવારીપત્રો ભરાયા – રદ થયા – રદ પછી ઉમેદવારીપત્રો – પરત ખેંચાયા – આખરી ઉમેદવારો
૦૧-કચ્છ (અ.જા.) 14  – 4 – 10 – 0 – 10
૦૨-બનાસકાંઠા 25 – 6 – 19 – 5 – 14
૦૩-પાટણ 18 – 4 – 14 – 2 – 12
૦૪-મહેસાણા 20 – 3 – 17 – 5 – 12
૦૫-સાબરકાંઠા 27 – 3 – 24 – 4 – 20
૦૬-ગાંધીનગર 45 – 11 – 34 – 17 – 17
૦૭-અમદાવાદ પૂર્વ 34 – 4 – 30 – 4 – 26
૦૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) 17 – 4 – 13 – 0 – 13
૦૯-સુરેન્દ્રનગર 48 – 5 – 43 – 12 – 31
૧૦-રાજકોટ 21 – 5 – 16 – 6 – 10
૧૧-પોરબંદર 20 – 2 – 18 – 1 – 17
૧૨-જામનગર 46 – 12 – 34 – 6 – 28
૧૩-જુનાગઢ 19 – 6 – 13 – 1 – 12
૧૪-અમરેલી 15 – 2 – 13 – 1 – 12
૧૫-ભાવનગર 19 – 5 – 14 – 4 – 10
૧૬-આણંદ 13 – 2 – 11 – 1 – 10
૧૭-ખેડા 12 – 2 – 10 – 3 – 7
૧૮-પંચમહાલ 18 – 7 – 11 – 5 – 6
૧૯-દાહોદ (અ.જ.જા.) 11 – 3 – 8 – 1 – 7
૨૦-વડોદરા 20 – 6 – 14 – 1 – 13
૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.) 10 – 2 – 8 – 00 – 8
૨૨-ભરૂચ 22 – 4 – 18 – 1 – 17
૨૩-બારડોલી (અ.જ.જા.) 17 – 4 – 13 – 1 – 12
૨૪-સુરત 21 – 8 – 13 – 00 – 13
૨૫-નવસારી 29 – 4 – 25 – 00 – 25
૨૬-વલસાડ (અ.જ.જા.) 11 – 2 – 9 – 00 – 9
કુલ –  572 – 120 – 452 – 81 – 371[:]